SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ આપ્તવાણી-૧૧ જે દશા જોવાની મળી, એ તો અમને તો એમ લાગ્યું કે આ ભગવાન મહાવીરને જે ઉપસર્ગ બધાં થયેલાં. એનું અમને અહીંયા ડેમોસ્ટ્રેશન મળ્યું. પણ બહાર લોકો દાદાનું જ્ઞાન જેને મળ્યું નથી, એવા કેટલાક જ્યારે પૂછે છે આ પ્રસંગના અંગે તો એને અમારે શું જવાબ આપવો? એ બાબતમાં કંઈ સમજ પડતી નથી. દાદાશ્રી : બહારના લોકોને શું અસર થઈ ? પ્રશ્નકર્તા : કારણ કે સાધારણ તમે એમ કહો છો, અમે જ્ઞાની છીએ, ચાહે સો માંગી લો, તો પછી એ કોઈ પૂછે છે, જો આ પ્રમાણે હતું તો પછી જ્ઞાની પુરુષને આ અકસ્માત થયો, તેની અંદર એ કશું ના કરી શકે ? આપ્તવાણી-૧૧ ૨૧૯ થવાની હોય એમાં ફેરફાર ના થાય, એને શાંતિ કરી આપીએ. એને જે દુઃખ હોય એ દુ:ખ ઉડાડી મેલીએ. એની દ્રષ્ટિ બદલી નાખીએ ! એને શાંતિ થઈ જાય બાકી બધી ક્રિયા તો થયા જ કરે. કોઈના હાથમાં સત્તા નથી, ભગવાનનાં હાથમાં ય સત્તા નથી. પ્રશ્નકર્તા : તમે કર્મોનો નાશ કરી શકો કે નહીં ? દાદાશ્રી : જ્ઞાની પુરુષ કર્મોનો નાશ કરી શકે. કર્મો તે અમક પ્રકારનાં કર્મો, બધા પ્રકારનાં કર્મો નહીં. ફક્ત અમુક પ્રકારના કર્મો, તેનો ગોટો વાળીને નાશ કરી શકે. બસ, એટલું એમની પાસે છે અને તે જ્ઞાનથી નાશ કરવાના. બીજા કશાથી નાશ ના થાય. અજ્ઞાનથી થયેલા કર્મો તે જ્ઞાનથી નાશ થાય. બાકી બીજી કશી ક્રિયાઓમાં ફેરફાર ના થાય. પ્રશ્નકર્તા: આ કર્મો તમારે ભોગવવાં ના પડે એવું તમે કરી શકો કે નહીં ? દાદાશ્રી : ના. એ તો ભોગવ્યે જ છૂટકો થાય. ફક્ત અમને ભોગવવાના અડે નહીં. જગતને અડે, જ્યારે અમને અડે નહીં ફક્ત ! | ડૉકટરો કહે છે જો બીજા કોઈને આવું ફ્રેકચર થયું હોય તો રોદણાં રડી રડીને દમ નીકળી જાય ને તમે હંમેશા ય હસતા ને હસતા જ રહો છો. એટલે ભોગવટો અમારે ભોગવવો ના પડે. ભોગવટો જાણવાનો હોય ને જોવાનો હોય. તમે જેમ જોવા આવો છો. એમ અમે ય જોઈએ છીએ એટલે આમાં કશો ફેરફાર ના થાય. આ તો કૃષ્ણ ભગવાનને ય તીર વાગ્યું હતું, મહાવીર ભગવાનને ખીલા વાગ્યા હતા. કર્મો ભોગવ્યે જ છૂટકો થાય ! એક જ્ઞાની પુરુષ એકલા જ મહિલા ભગવાનની કૃપા ઉતારી શકે. બીજા કોઈની ય કૃપા ઉતરે નહીં. આ તો અશાંતિ હોય તેને શાંતિ કરે, અને બળતરા બધી ઉડાડી મેલે, જ્ઞાની પુરુષ તો મોક્ષ આપી શકે. મુક્તિ આપી શકે. કર્મો બદલે તો ખોવે તીર્થંકરપણું ! પ્રશ્નકર્તા : આ જે એક્સિડન્ટનો પ્રસંગ બન્યો. તેની અંદર આપની દાદાશ્રી : એ કશું ના કરી શકે. કારણ કે એ પોતે જુદા છે. હા, વસ્તુ બની છે એનાથી એ પોતે જુદા છે, એટલે વસ્તુને માટે એ જો કંઈ કરવા જાય તો રાગ છે એમ કહેવાય અને ના કરે તો વૈષ છે એમ કહેવાય. એટલે એમને કરવું-ના કરવું કંઈ હોય નહીં, જોયા જ કરે બસ. પ્રશ્નકર્તા : પણ કરી શકે ખરાં ? દાદાશ્રી : ના, ના. પ્રશ્નકર્તા : કરવું હોય તો કરી શકાય ખરું ? દાદાશ્રી : કરી શકે તો મહાવીરપણું જાય એમનું. પ્રશ્નકર્તા : પણ એ કરવાની સત્તા ખરી ? દાદાશ્રી : ખરી ને ! એનું નામ જ અહંકાર ને ! પ્રશ્નકર્તા : આ અકસ્માતને આપ એવોઈડ કરી શકો ? આ આવું ન થાય એવું કંઈક કરી શકાય ? દાદાશ્રી : માણસ કરે નહીં. જ્ઞાની પુરુષ કલ્પના કરે છે, એટલે દેવલોકોનો સાથ મળે અને દેવલોકો કરી નાખે બસ. એ તો પોતે ન કરી શકે.
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy