SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર ! ૨૫૩ પ્રશ્નકર્તા : તો એ એનો ફાધર ? દાદાશ્રી : ના, એ ફાધર ન હોય. એ તો એકલું એક ઓપિનિયન નથી કરતો, બીજાં બધા બહુ કાર્યો કરે છે. આ ઓપિનિયનથી માઇન્ડ બંધાય છે. ઓપિનિયન ના કરે તો માઇન્ડ બંધાય નહીં. આ કરેક્ટ વાત કહું છું, લખી લો. મતતાં દાદા-પરદાદા કોણ ? પ્રશ્નકર્તા : આ ઓપિનિયન અને ભાષા એ બન્ને કોનું સર્જન છે ? દાદાશ્રી : ઇગોઇઝમનું સર્જન છે. પ્રશ્નકર્તા : એ અહંકાર કોનું સર્જન છે ? દાદાશ્રી : એ અહંકાર અજ્ઞાનતાનું સર્જન છે. પ્રશ્નકર્તા : એ અજ્ઞાનતા કોનું સર્જન છે ? દાદાશ્રી : એ દબાણ છે. અત્યારે અહીં આગળ અંધારું થઈ જાય ને, તો બધાં આંખોવાળા આમ આમ કરે કે ? એ શાનું સર્જન છે ? આ લાઈટ બંધ થઈ જાય તો આમ આમ કરતા હૂઁડે કે લોકો ? પ્રશ્નકર્તા : હા, પણ એ અંધકારથી છે. દાદાશ્રી : હા, અજ્ઞાનતા એટલે બિલકુલ અંધારું ઘોર. એ અંધારામાં બિચારો ભટક ભટક કરે છે. પ્રશ્નકર્તા : અસ્તિત્વ કોનું છે ? અંધકારનું છે કે પ્રકાશનું છે ? દાદાશ્રી : અંધકારનું હોય ત્યારે પ્રકાશ નથી હોતો. પ્રકાશ હોય ત્યારે અંધકાર નથી હોતો. આ હું અંધકાર જોઈ શકતો જ નથી. પ્રશ્નકર્તા : આપ જેવા તો વિરલ વિભૂતિઓ જ હોય કે જે અંધકાર જોઈ જ ના શકે. સામાન્ય લોકોને તો આવું હોય જ નહીંને ? આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) દાદાશ્રી : તો શું માના પેટે હું જન્મેલો નથી ? ઉપરથી પડેલો છું કંઈ ? બધા માના પેટે જન્મેલાને થઈ શકે છે, ઇન્ડિયન હોવો જોઈએ. ફોરેનનો ના હોવો જોઈએ. મેઈડ ઈન ઈન્ડિયા' હોવો જોઈએ. પ્રશ્નકર્તા : તો દાદા, અભિપ્રાય અને બિલિફ, એ બેની વચ્ચે શું ફેર ? ૨૫૪ દાદાશ્રી : આ બે સગાભાઈ તો નહીં, પણ પિતરાઈયે નહીં ને કુટુંબીયેય નહીં. એકને નાળ ફાડેલી હોય ને એકની ગોળ હોય તો બેમાં કેટલો ફેર ? પ્રશ્નકર્તા ઃ ફેર તો મોટો કહેવાય. દાદાશ્રી : એવું આ અભિપ્રાય ને બિલિફને લેવાદેવા નહિ. પ્રશ્નકર્તા ઃ બિલિફ જો હોય તો બિલિફથી પણ માણસ બંધાયેલો હોય છે ને ? દાદાશ્રી : આ તમને ‘હું શુદ્ધાત્મા છું’ એ બિલિફ છે તેને ને અભિપ્રાયને શું લેવાદેવા ? પ્રશ્નકર્તા : એ અભિપ્રાય નથી. દાદાશ્રી : તો પછી એની જોડે એને શું લેવાદેવા ? પ્રશ્નકર્તા : નાના સ્ટેજમાંથી અભિપ્રાય પાકો થતાં બિલિફ થઈ જાય ? દાદાશ્રી : ના, બેને લેવાદેવા જ નહિ ને ! ઉત્તર-દક્ષિણ જેવા જ બિલિફ ને અભિપ્રાય. રોંગ બિલિફ ને રાઈટ બિલિફ, બે જ જાતની બિલિફ. અભિપ્રાય તો અનેક જાતના. અને તેય રોંગ બિલિફ હોય તો જ બેસે. રાઈટ બિલિફ હોય તો ના બેસે. ‘હું શુદ્ધાત્મા છું' તો અભિપ્રાય ના હોય. પ્રશ્નકર્તા : એને પછી રાગ-દ્વેષ હોય નહીં ?
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy