SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર ! ૨૫૧ ૨૫૨ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : એટલે દાદા જ્ઞાની છે એ ફેક્ટ છે, ઓપિનિયન નહિ. દાદાશ્રી : ફેક્ટ છે, ઓપિનિયન નથી. પ્રશ્નકર્તા : એટલે ફેક્ટ અને ઓપિનિયનનો ડિફરન્સ સમજવો જોઈએ. દાદાશ્રી : બહુ, બહુ જ ! પેલું વાસ્તવિક્તા બતાવે. જ્ઞાની એટલે જ્ઞાનનું હોવાપણું સંભવે. જ્ઞાન હોય તો જ જ્ઞાની કહેવાય. અને જે જ્ઞાનનું ફળ અજ્ઞાનતા હોય, એને જ્ઞાની કેમ કહેવાય ? અભિપ્રાય, જીવતો કે મડદાલ ? પ્રશ્નકર્તા (મહાત્મા) : અભિપ્રાય અને કર્મફળ એ બે વચ્ચે ગાળો છે કે કેમ ? દાદાશ્રી : એવું છે ને, અભિપ્રાય બે જાતના. એક જગતના માણસને છે તે જીવતો અભિપ્રાય. અને આ જ્ઞાન પછી ‘અહીં’ આગળ છે તે નિર્જીવ અભિપ્રાય. એમાં ક્યા અભિપ્રાયની વાત કરો છો તમે ? પ્રશ્નકર્તા : જેનાથી કારણ દેહ બંધાય છે તે. દાદાશ્રી : તે તો જીવતો અભિપ્રાય. આ તમે કહો કે આ ભાઈ ચીકણા છે, તો એ તમારો હવે જીવતો અભિપ્રાય નથી આ. એટલે તમને નુકસાન નહીં કરે ને એમનેય નુકસાન નહીં કરે. પણ બીજો બહારનો માણસ આવું કહે તો એને કર્મ બંધાશે. પ્રશ્નકર્તા : અભિપ્રાય આપે કે તરત જ ભાવમન બંધાઈ જાય ? દાદાશ્રી : હા, અભિપ્રાય આપે એટલે ભાવમન બંધાઈ ગયું. એનાથી પછી દ્રવ્યમન ઉત્પન્ન થાય, એ ગાંઠ જ પડે. મન એ ગ્રંથિ છે. સેંગ બિલિફથી અભિપ્રાય ! પ્રશ્નકર્તા: આ દેહ તો પંચમહાભૂત છે, એમાં તો કશું છે જ નહીં અને આત્મા તો નિરાળો જ છે, જુએ ને જાણે. એને કંઈ લેવાદેવા નથી. તો આ મન વચ્ચે ક્યાંથી ઉપસ્થિત થયું ? દાદાશ્રી : એ આત્મા શુદ્ધ છે. આ બધાં પાંચ તત્ત્વો છે પણ તમે એમ માન્યું કે ‘હું ચંદુભાઈ છું', ત્યાંથી મન ચાલુ થયું. ‘હું ચંદુભાઈ છું’ એ રોંગ બિલિફ છે, અને પછી આ તો ભઈ આનો આમ થઉં, આનો વેવાઈ થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં, એના પર પછી અભિપ્રાય બેઠાં. અને અભિપ્રાયથી મન ઊભું થયું છે આ. તે ‘હું કોણ છું’ એ ભાન થાય, રાઈટ બિલિફ બેસે તો ઉકેલ આવી જાય. રોંગ બિલિફથી આ બધું આખું ઊભું થયું છે. એટલે બંધનું કારણ રોંગ બિલિફ છે અને ઉકેલનું કારણ રાઈટ બિલિફ છે. બીજા ભવમાં ય જોડે... પ્રશ્નકર્તા : મન સ્વતંત્ર છે, જુદું છે, જડ છે, તો એ શી રીતે આવ્યું? દાદાશ્રી : અભિપ્રાય બાંધ્યા એટલે. અભિપ્રાય ના બાંધીએ એટલે મન ઊડી જાય. “ આ સારું’ અને ‘આ ખોટું' બેઉ અભિપ્રાય મન ઊભા કરે છે. પ્રશ્નકર્તા : પણ મન એ જડ છે અને સ્વતંત્ર, જુદું છે ? દાદાશ્રી : હા, જુદું છે. પ્રશ્નકર્તા : તો પછી બીજા અવતારમાં આવે છે શી રીતે ? એ જડ તો બળી જાય છે ને પછી ? દાદાશ્રી : આ અવતારનું ઓગળી જાય. બીજા અવતારનું નવું ઊભું કર્યું હોય ને પાછું ? જોડે એ જોઈએ તો ખરુંને ! મન વગર તો ગાડું જ ના ચાલે. પ્રશ્નકર્તા : ઓપિનિયન કોણ બાંધે છે ? દાદાશ્રી : એ જે બાંધનારો હોય તે.
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy