SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૯ ૪૨૫ ત્યારે લઈ જજો.' કારણ કે પોતાપણું ના હોય. અને જેને પોતાપણું હોય એ પોટલાની પેઠ જાય કે ? એ તો કહેશે, ‘આજ નથી આવવાના.’ અને મારું તો પોતાપણું જ નથી જ્યાં આગળ ! પોટલું થવા કોઈ તૈયાર હોય ? હવે એવું એક પણ માણસ બોલે ?! એટલે અમને તો ત્યાં મુંબઈ કે વડોદરા કેટલાંક પૂછે કે કે, “દાદા તમે વહેલા આવ્યા હોત તો સારું.' આમતેમ બોલે. ત્યારે મેં કહ્યું, પોટલાની પેઠ મને તેડી લાવે છે ત્યારે અહીં આવું છું ને પોટલાની પેઠ લઈ જાય છે ત્યારે જાઉં છું.’ ત્યાર પછી એ સમજી જાય. તો કહે કે, ‘આ પોટલાની પેઠ કહો છો ?’ અરે, આ પોટલું જ છે ને, ત્યારે બીજું શું છે તે ? મહીં ભગવાન છે આખા, પણ બહાર તો પોટલું જ છે ને ! એટલે પોતાપણું રહ્યું નહીં ને !! મને જ્યાં ઊંચકીને લઈ જાય ત્યાં જઈએ અમે. ઘણી ચીજો અમારે ના ખાવી હોય તો યે ખાઈએ છીએ, ના પીવી હોય તો યે પીએ છીએ, ના જોઈતું હોય તે ય બધું કરવામાં આવે છે અમારે. અને એમાં ચાલે નહીં. ફરજિયાત છે ને ! સામાના એન્કરેજમેન્ટ’ માટે અમે તમારી ચા પીએ. એ ચા બહુ કડક હોય, પ્રકૃતિને ના ફાવે એવી હોય, તો ય તમને આનંદ થાય ને, કે ‘દાદા’એ મારી ચા પીધી. તે એટલા માટે અમે એ પી જઈએ. આ આટલા દહાડાની મુસાફરી કરી, તેમાં ય બધાનાં કહેવા પ્રમાણે જ રહેવાનું. એ કહે કે ‘અહીં રહેવાનું.’ ત્યારે હું કહું કે ‘હા, રહેવાનું.’ એ કહે કે ‘અહીંથી ઊઠો હવે' તો એવું. અમારે ‘અમારાપણું’ ના હોય, ‘અમારાપણા’નું ઉન્મૂલન થઈ ગયું. આ તો બહુ દહાડા ‘અમારાપણા’ કર્યા. અમારે તો પહેલેથી મમતા બહુ જૂજ હતી, એટલે ભાંજગડ જ નહીં કશી. એવું છે ને, હું તો બધાને આધીન રહું છું, એનું શું કારણ ? મારે પોતાપણું નથી. એટલે હું તો બિલકુલ સંજોગોનાં આધીન રહું છું. હું તો તમારે આધીન પણ રહું છું, તો વળી સંજોગોના આધીન તો રહું જ ને ! આધીનતા એટલે સંપૂર્ણ નિર્અહંકારતા !! આધીનતા તો બહુ સારી વસ્તુ ૪૨૬ આપ્તવાણી-૯ છે. અમારી જોડે જે છે એ કહે એવું અમારે કરવાનું. અમારો કોઈ અભિપ્રાય નહીં. અમને એમ લાગે કે હજુ એમની વાતમાં કચાશ છે ત્યારે અમે એમને કહીએ કે, ‘ભાઈ, આમ કરો.’ પછી અમે આધીન જ રહેવાના નિરંતર. ‘જ્ઞાતી' અસહજ તથી ! અમારી આ સાહિજકતા કહેવાય. સાહજિકતામાં બધો વાંધો નહીં. ડખલ જ નહીં ને, કોઈ જાતની. તમે આમ કહો તો આમ ને તેમ કહો તો તેમ. પોતાપણું નહીં ને ! અને તમે કંઈ ઓછું પોતાપણું છોડી દો એવા છો ?! અમને તો ‘ગાડીમાં જવાનું છે’ કહે તો તેમ. એ પાછાં કાલે કહેશે કે ‘આમ જવાનું છે’ તો તેમ. ‘ના’ એમ નહીં. અમારે કંઈ વાંધો જ નહીં. અમારે પોતાનો મત ના હોય. એનું નામ સાહજિકપણું. પારકાના મતે ચાલવું એ સાહજિકપણું. અમારે સાજિકતા જ હોય, નિરંતર સાહજિકતા જ રહે. એક ક્ષણવાર સાહજિકતાની બહાર નહીં જાય. એમાં અમારે પોતાપણું હોય નહીં, તેથી કુદરત જેમ રાખે તેમ રહે. પોતાપણું છૂટે નહીં ત્યાં સુધી ક્યાંથી સહજ થવાય ? પોતાપણું હોય ત્યાં સુધી સહજ શી રીતે થાય પણ ? પોતાપણું મૂકી દે તો સહજ થાય. સહજ થાય એટલે ઉપયોગમાં રહેવાય. પછી જ ડ્રામેટિક રહેવાય ! ‘પોતાપણું’ તો બહુ મોટો શબ્દ છે. એક સહેજ પણ પોતાપણું, કોઈ પણ જાતનું પોતાપણું અમારામાં ના હોય. અને છતાં ય હીરાબાને જોડે બેસાડીએ, કરીએ. લોક કહેશે, ‘આ કોણ ?” ત્યારે અમે કહીએ, ‘અમારા ધણિયાણી થાય.’ બધું ય કહીએ અમે. અને એમે ય કહીએ કે, ‘તમારા વગર મને ગમતું નથી.’ એવું કહું એટલે એમને કેટલો આનંદ થાય ! પણ અમારું આ બધું ‘ડ્રામેટિક’ હોય. એક ભાઈ મને કહે છે, ‘મારી જમીન પર પગલા મૂકશો ?” મેં કહ્યું, ‘મારે શું વાંધો છે !’ અને અમે તો બધું ય પૂછીએ, કે જમીનના સોદા ક્યારે કર્યા, શું ભાવે લીધું, શું દેવાનું. અને કોઈક તો એમ જાણે ત્યારે કે આ દાદા તો જમીનના દલાલ થઈ ગયા !
SR No.008831
Book TitleAptavani 09
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size99 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy