SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ આપ્તવાણી-૯ ૩૯૩ પ્રશ્નકર્તા : એક જાતનો સ્વાદ ખોળે છે, ત્યાં બધું કપટ જ હોય ? દાદાશ્રી : ત્યારે બીજું શું હોય ? સુગંધ આવવી જોઈએ, સુગંધ ! કહેવું પડે, ફલાણા ભાઈની વાત કહેવી પડે !' કહેશે. એવી સુગંધ આવે. પ્રશ્નકર્તા : એ મોક્ષના માર્ગે ચાલનારાની દ્રષ્ટિ કેવી હોય ? એની સમજ કેવી હોય નિરંતર ? દાદાશ્રી : એ બધું કહ્યાથી નહીં વળે એવું. કપટભાવને બધું છૂટે તો, પોતાનામાં જે કપટ હોય તે છૂટે તો, જેટલી ખબર હોય એટલું નીકળી જાય. બાકી, બીજું તો ખબર વગરનું બહુ પડેલું હોય. કપટભાવ એટલે શું ? પોતાના ધણીને જો એની ખબર પડતી હોય તો એને ક્યારનો ય કાઢી મેલે ! માટે ચેતો, બીવેર, બીવેર, બીવેર ! કોઈની વાત સાંભળીએ, તે તો આપણું મગજ હઉ ખરાબ કરી નાખે. આપણી વાત બીજા પાસેથી સાંભળીને આપણને કહે, તે ઘડીએ આપણને મીઠું લાગે પાછું. બધાનામાં હોય આ રોગ. પણ કેટલાંકને આ જાણવાની બહુ ઇચ્છાઓ ના હોય. કો'ક દહાડો કોઈ આવીને કહે ને, તો જરા સાંભળે ખરોને, તો એ ય એને પાછું મીઠું લાગે. પોતાની ઈચ્છા પુરી થઈને ! સાંભળીને લાવ્યા ! હવે આ કહેનારો જે હોય ને, તેને ખબર ના હોય કે આ હું શું કરી રહ્યો છું. એ એના તાનમાં હોય. વાત ના સમજવી પડે આ બધી ? અને વચલો માણસ શું કરે ? કો'ક ફેરો ઊંધું બાફે, તે ઘડીએ આપણું મન કેવું થઈ જાય ? મન બગડી જાય, વિખવાદ ઊભા થાય અને આપણને ય નિરંતર નુકસાન કરે. એના કરતાં આ ‘સિસ્ટમ” જ ના રાખી હોય તો ? જડ મૂળથી ઉખાડી દીધી હોય તો ? ‘બિઝનેસ' જ નહીં, એ “આઈટમ' જ નહીં તો શું ખોટું ? ધણી પૂછે કે “બૈરી શું બોલતી હતી ?” ને બૈરી પૂછે, “ધણી શું બોલતા હતા ?” શા સારુ બધું જાણવાની ઈચ્છાઓ ? પોતે ઊંધા તેથી ને ! અને પોતાનું છતું હોય તો કંઈ જાણવાની ઈચ્છા થાય ? એની સ્પૃહા શી ? દુનિયાનો તો આ ખોરાક છે, મોટામાં મોટો ! આ તો “હોલિડે’ કહેવાય ! એ ટેવ અહીં નહીં રહેવી જોઈએ. આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા: પણ દાદા, કોઈના ડરથી એને કપટ કરવું પડે, ત્યાં શું કરવું ? દાદાશ્રી : ડરથી કપટ કરવાનું હોય જ નહીં. પણ ડર જ શાનો આપણને ? ચોર હોય, તેને ડર હોય ને ડર વળી આપણને ક્યાં ? ગુનેગારને ડર કે બિનગુનેગારને ? પોતે ગુનેગાર તેથી ડર લાગે. પણ ગુનેગાર બંધ થઈ જાવને. પ્રશ્નકર્તા: એક ધ્યેય પકડાય કે મોક્ષે જવું છે અને એ સિવાય કંઈ ખપતું નથી અને મોક્ષમાર્ગનાં બાધક કારણો કયાં ? આટલું જ સ્પષ્ટ થઈ જાય તો બધી ભાંજગડો ઊડી જાય ને બહુ સહેલું થઈ જાય. દાદાશ્રી : બળ્યું, એવું જ નક્કી થાય કે “મોક્ષને માટે જ જોઈએ છે, બીજું નથી જોઈતું.’ તો બહુ થઈ ગયું. એવું થઈ જાય તો કામ જ નીકળી જાય ને ! આ હજી તો પોતાને એમે ય મનમાં થઈ જાય કે ‘ફલાણા ભાઈ મારે માટે સારું બોલે તો સારું.’ અને પેલા મોક્ષમાર્ગી તો સાચું જાણવાના કામી જેવા હોય, મોક્ષના કામી હોય, બીજો ડખો જ નહીં. જાણું છું' - આપઘાતી કારણ ! પ્રશ્નકર્તા : આ મોક્ષમાર્ગમાં મોટામાં મોટું બાધક કારણ ‘હું જાણું છું, હું સમજું છું” એ કહી શકાય ? દાદાશ્રી : હા, એ આપઘાતી કારણ છે. પ્રશ્નકર્તા : એનો જરા વધારે ફોડ પાડો. એ છૂટે તો કેવાં લક્ષણો હોય ? એ દોષ વર્તતો હોય તો કેવાં લક્ષણો હોય ? અને એની સામે કેવી રીતે જાગૃતિ રહી શકે ? દાદાશ્રી : આ નાનાં છોકરાં મોટી ઉંમરના માણસોથી ભડકે છે. કારણ કે એની અક્કલનો તાપ એ છોકરાં ઉપર પડે છે, એટલે છોકરું ભડકે પછી. એટલે શું કરવું પડે ? બાળક જેવું થઈ જવું પડે. એનાં જેવાં જ અણસમજણવાળા બાળક ! “ડિલિંગ” જ બાળક જેવું કરવું પડે, ત્યારે એ સામા છોકરાં રમે આપણી જોડે. મારી જોડે બધાં, આવડું દોઢ વર્ષનું
SR No.008831
Book TitleAptavani 09
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size99 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy