SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૯ ૩૭૯ દાદાશ્રી : આ દોષો છે, તે વચ્ચે એને ‘બ્રેકડાઉન’ કરી નાખે છે. તેથી ભગવાને કહ્યું ને, કે ‘કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન’ પણ પેલું ખંડિત થઈ જાય છે. એટલે મીઠાશની ટેવ છોડી દો અને ‘કડવા’ તો કોઈ કહે નહીં બનતાં સુધી. કારણ કે વ્યવહાર એવો કે કડવાટ કોઈ કહે નહીં. છતાં કડવા કહે તો જાણવું કે આ તો આપણું ‘વ્યવસ્થિત” છે. ભોગવે એની ભૂલ ! પ્રશ્નકર્તા : કડવાશમાં તો વધારે જાગૃતિ રહે. દાદાશ્રી : એટલે મીઠાશમાં જ ભમી જાય ! હવે કોઈ પણ જાતનો વાંધો-વચકો ના હોય ત્યારે અખંડ જ્ઞાન વર્તે. આ તો અખંડ જાગૃતિનો માર્ગ છે. પોઈન્ટમેન', મોક્ષમાર્ગમાં....? અહીં તો એવું છેને, ‘પોઈન્ટમેન’ ઘણા હોય. તો આપણે ગાડી દિલ્હી લઈ જવાની હોય તો કયે ગામ જતી રહે ! એટલે આપણા ‘પોઈન્ટથી જ વાત કર્યા કરજો. અહીં તો ‘પોઈન્ટમેન' કેટલા બધા હોય ! | ‘મેઈન લાઈન’ ઉપર ગાડી જાય તો લૂંટાય નહીં. પાટો બદલાય કે લૂંટાઈ જાય. લુંટાય ને પાછો કયે ગામ લઈ જાય તેનું ઠેકાણું નહીં. એટલે “પોઈન્ટમેન’ ઉપર જરાય વિશ્વાસ ન કરવો જોઈએ. એની જોડે ચા-પાણી શરૂ કરીએ તો પછી આવી ગાડી પાટો બદલી નાખે ને ! પ્રશ્નકર્તા : આ મોક્ષમાર્ગમાં ‘પોઈન્ટમેન' કોને કહેવાય ? દાદાશ્રી : આપણને ગમતું બોલે તે ‘પોઈન્ટમેન'. આપણને બોલે અને આપણને ફેર ચઢે તો જાણવું કે આ ‘પોઈન્ટમેન’ આવ્યા ! ગમતું બોલે એટલે ફરી મન ભમી જાય. એટલે “પોઈન્ટમેન’ છે, તે બીજે પાટે ચઢાવી દે ગાડી, એટલી જ ‘પીડ’થી ! છતાં બીજે પાટે જાય તે ખબર ય ના પડે કે હું બીજે પાટે છું. પછી કોઈ કહે, “અરે, આ ‘રોંગ વે’ પર ક્યાં આવ્યા ?” ત્યારે કહેશે, “અમારું ‘રોંગ વે' હોય નહીં કોઈ ૩૮૦ આપ્તવાણી-૯ દહાડો !” એવું કહે. પ્રશ્નકર્તા : એથી સતત જ્ઞાનીનો આશરો રાખવાનું કહ્યું ને ? દાદાશ્રી : ત્યારે તેથી જ કહ્યુંને, નહીં તો વાત વાતમાં ‘પોઈન્ટમેન’ મળી આવશે અને ગાડીનો પાટો ફેરવી નાખે, હડહડાટ ! ત્યારે આ પાછા કહે શું? ‘અમારી તો રાજધાની એકસપ્રેસ !' અરે, પણ પાટો બદલાયો ! રાજધાની, તને કોણ ના પાડે છે ? ‘મેઈન લાઈન’ પર હોય તો રાજધાની એકસપ્રેસ, પાટો બદલાયો તો યે ગામ જતી રહે ? દિલ્હી આવે નહીં પછી. આપણી ‘મેઈન લાઈન’ ખસી ના જાય તેનો ખ્યાલ રાખવો. આ બધી પાછલી આદતોને ? એ આદતો કાઢી નથી ફક્ત. આપણી સમજમાં આવવી જોઈએ કે આ આદતો પાછલી છે. પ્રશ્નકર્તા : નિશ્ચયમાં જો બળવાન હોય, સ્થિર હોય, તો વ્યવહાર સુંદર થાય જ ને ? દાદાશ્રી : વ્યવહાર સુંદર થવો જોઈએ અને ના થાય તો નિશ્ચય કાચો પડી જશે. પ્રશ્નકર્તા : એનું હોકાયંત્ર શું હોય ? ‘અવળે પાટે, સવળે પાટે’ એનું પ્રમાણ શું છે ? દાદાશ્રી : એક તો અહંકારની મીઠાશ આવે અને અવળે માટે ચઢ્યાની મીઠાશ આવે અને ‘ઈમોશનલ’ થતો જાય. જ્યારે ‘મેઈન લાઈન’ પર હોય તો નિરાકુળતા હોય છે. અને પેલું તો નિરાકુળતા ખસી જાય, મોટું વ્યાકુળ લાગે, આ બધા વિચારો, બધું વ્યાકુળ લાગે. અવળે પાટે ચાલે એટલે પોતાનું સુખ ખોઈ નાખે. પ્રશ્નકર્તા : એ ભૂલ ભાંગી ક્યારે કહેવાય ? દાદાશ્રી : તમે ફોડવાર સમજી જાવ તો એ ભૂલ ભાંગી કહેવાય કે “કેવી રીતે બન્યું ? શરૂઆત શું ? શું થયું ને શાથી બીજે પાટે ચઢાયું ?”
SR No.008831
Book TitleAptavani 09
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size99 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy