SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૯ ૩૫૯ ગયા કે આમાં પહેલો નંબર આવ્યા પછી છેલ્લો નંબર આવે છે, એટલે ઘોડદોડમાં ઊતરવું નહીં. અમે તો નિરાંતમાં ને નિરાંતમાં રહેલા. પહેલાં તો રસ્તા આમ વાંકાચૂંકાને, તે મહીં ગણતરી થાય કે આ રસ્તો આમ વળી અને પાછો પેણે જાય છે ! તે આખું કુંડાળું હોય તો એકનાં ત્રણ ગણા થાય, તો આ અડધું કુંડાળું દોઢ ગણું થાય. તે દોઢો રસ્તો ચાલવાને બદલે સીધું જ ચાલેલો. લોકોના રસ્તે ચાલેલો જ નહીં પહેલેથી, મારે લોકરસ્તો જ નહીં. લોકરસ્તે ધંધો કે નહીં. જુદો જ ધંધો ! રીતે ય જુદી ને રસમ ય જુદી. લોકો કરતાં બધું જ જુદું. અને ઘેર કોઈ દહાડો રંગ ધોળાવાનો નહીં. એની મેળે ભીંતોને ધોળાવાનું હોય તો ધોળાઈ જાય ! એટલે અમે તો આ એક જ શબ્દ કહીએ કે, “અમારામાં બરકત નથી રહી હવે.’ બરકત તો અમે જોઈ લીધી ! બહુ દોડ્યા, ખૂબ દોડયા ! એ તો સરવૈયું કાઢીને આ અનુભવથી કહું છું. અનંત અવતારથી દોડ્યો, તે બધું નકામું ગયું. ‘ટોપ” ઉપર બેસે એવું દોડ્યો છું, પણ બધે માર ખાધો છે. એનાં કરતાં ભાગોને, અહીંથી ! આપણી અસલ જગ્યા ખોળી કાઢો, હેય...જાયન્ટિક !! એટલે ઉપરથી દેવ આવીને કહે, ‘તમને આ ઘોડદોડમાં પહેલો નંબર આપીએ છીએ.' તોયે કહીએ, “ના, આ દાદા એ જગ્યાએ જઈ આવ્યા છે, તે જગ્યાની વાત એ કહે છે, ને તે અમને સારું લાગ્યું. અમારે ઘોડદોડ જોઈતી જ નથી.’ અમારા સંબંધી સાથે પૈસા સંબંધી વાત નીકળીને, ત્યારે મને કહે છે, ‘તમે તો બહુ સારું કમાયા છો.” કહ્યું, ‘મારે તો એવું કશું છે જ નહીં. અને કમાણીમાં તો, તમે કમાયેલા છો. હેય... મિલો રાખી ને એ બધું રાખ્યું. જ્યાં તમે ને ક્યાં હું !? તમને નહીં જાણે શું આવડ્યું, તે આટલું બધું નાણું ભેગું થયું. મને આ બાબતમાં ના આવડ્યું. મને તો પેલી બાબતમાં જ આવડ્યું.” આવું કહ્યું એટલે આપણને અને એને સાટુંસહિયારું જ ના રહ્યુંને ! ‘રેસકોર્સ જ ના રહ્યો ને ! હા, કંઈ લેવા-દેવા જ નહીં. ક્યાં એમની જોડે સ્પર્ધામાં ઉતરવાનું હતું ? ૩૬૦ આપ્તવાણી-૯ હંમેશાં ય લોક આવી સ્પર્ધામાં હોય, પણ હું એમની જોડે ક્યાં દોડું ? એમને ઈનામ લેવા દોને ! આપણે જોયા કરો. હવે હરીફાઈમાં દોડે તો શી દશા થાય ? ઘૂંટણિયા બધું છોલાઈ જાય. એટલે આપણે તો કામ જ નહીં. ઈનામ “પહેલા'તે, હાંફવાતું બધાને ! તે અમારે ઓળખાણવાળાને ત્યાં લગ્નમાં જવાનું થાય, તે મને અહીં વચ્ચે બેસાડયો હોય, તો કોઈ જયચંદ આવ્યા તો કહેશે, જરા ખસો, ફલાણા આવ્યા તો ખસો, કોઈ ડૉકટર આવ્યા કે ખસો, મોહનભાઈ આવ્યા કે ખસો. આમ ખસી ખસીને તેલ નીકળી જાય. તે ખસીને નવમે નંબરે જઉં એટલે પછી હું બેસતો જ નહોતો ! મેં કહ્યું, ‘આપણને આ પોષાય નહીં, આપણે આ રેસકોર્સમાં ઊતરવું નથી. પહેલા ઘોડાને જ ઈનામ આપે છે, બીજાને આપતા જ નથી પાછા.” તો પછી એ મને કહે છે, ‘તમે કાકા થાવ, તો લગનમાં તમને વચ્ચે બેસાડીએ છીએ, તો કેમ બેસતા નથી ને તે ઘડીએ આઘા-પાછા થઈ જાવ છો ને તમે છેટે ઊભા રહો છો કે ગમે ત્યાં બેસી રહો છો ? અમને અમારા વ્યવહારમાં ખોટું દેખાય ને !' કહ્યું, “ના, કશું ખોટું ના દેખાય. લોકો સમજી ગયા છે. મને, કે આ ભક્ત છે અને અમને આમાં સમજણ પડે નહીં'. તો ય કહે, ના, પણ અમારું ખોટું દેખાય.' ત્યારે મેં એમને સમજણ પાડી. મેં કહ્યું, ‘ભાઈ, હું કોઈ દહાડો બોલું નહીં. પણ આ પૂછો છો તો સાચું જ બોલી દઉં છું. જો હું ત્યાં વચ્ચે બેસું તો ત્યાર પછી ઝવેર લક્ષ્મીચંદવાળા આવ્યા, તે માટે ખસવું પડે. પછી આ મગનભાઈ શંકરભાઈ આવ્યા કે મારે ખસવું પડે. એટલે મારે આ જગ્યાઓ ફેરવવી પડે. અને એવાં અપમાન ખમવા એનાં કરતાં આ મારે માનભેર શું ખોટું છે ? હું હરીફાઈમાં પડતો નથી, આ ‘રેસકોર્સમાં પડતો નથી.” એટલે મેં કહ્યું, મને વચ્ચે બેસાડીને મારો નવમો નંબર આવે એવું નાક કપાવીએ એના કરતાં આપણે છેટે જ સારા.” પણ એવું મોંઢે મેં ના કહ્યું. પણ આ સરવૈયું કાઢીને હું છટકી ગયેલો કે આ રેસકોર્સમાં પહેલાં ઘોડાને ઈનામ મળશે. બીજા બધાને તો ઇનામ નહીં મળવાનું ને ! તે ઘોડદોડ મને પસંદ નથી. જે પહેલો આવે તેને ઇનામ અને બીજો આવે તે એટલું હાંફે પણ તેને
SR No.008831
Book TitleAptavani 09
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size99 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy