SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૯ ૨૬૫ ખાઈ ખાઈને જો પાંસરા થયા છે ! તુમાખી બધું ઊતરી ગયું ને ! ગાડીમાં મોટો કલેક્ટર હોય તો ય કશું બોલાય નહીં ને ! અને ગર્વનર હોય તો ય ના બોલાય. પણ જો માર ખાઈ ખાઈને પાંસરા થઈ ગયા ! અને હવે તો કહેશે, ‘હા, ચાલશે.’ લઈનેય શું કહેશે ? ‘હા, હા, ચાલશે, ચાલશે.’ પહેલાં તો નહોતા બોલતા “ચાલશે’ ને હવે ? આ તો બધું જ ટાઢું ટપ થઈ ગયું ! અને અત્યારે તો લોક મોટા માણસોનીયે ટીકા કરે તો ય કશું નહીં. જો ટાઢા ટપ થઈ ગયા ને ! પાંસરા થઈ ગયા કે નથી થઈ ગયા ?! પાંસરા થયા છે ને પાછા બીજા માર ખાઈ ખાઈને હજુ પાંસરા થશે. પ્રશ્નકર્તા : પછી આગળ, ઘેમરાજી કેવો હોય ? દાદાશ્રી : એ ઘેમરાજી શબ્દનો શો અર્થ થાય ? પ્રશ્નકર્તા ઘેમરાજી એટલે ઘમંડ ? દાદાશ્રી : નહીં. એ ઘમંડેય જુદો છે, ઘેમરાજીયે જુદો છે. આ લોકો તો બહુ પાકાં લોક છે. આટલે સુધી ઘમંડ અને આથી વધારે કરે તો ઘેમરાજી. પ્રમાણમાં ફેરફાર થયો હોય તો તરત જુદું પાડી નાખે. આ તો બહુ પાકાં લોક છે. ઘેમરાજી એટલે અહીંથી છેટે ત્રણ માઈલ જવાય એવું ના હોય શરીર, અને પાછો કહેશે ‘આખી દુનિયા ફરી આવું.’ લોકો ઘેમરાજી રાખીને ફર્યા કરે અમથું. “મગજમાં ઘેમરાજી રાખીને ફર્યા કરે એટલું જ છે.’ કહે છે ને ? તે એ ઘેમરાજી રાખે. પછી આપણાં લોકેય કહી આપે, આબરૂ કાઢી નાખે કે ‘વગર કામનો ઘેમરાજી રાખે છે, જુઓ તો ખરા !” લોક તો કંઈ છોડે કે ?! ઘમંડ રાખે તો છોડે નહીં, ઘેમરાજી રાખે તો છોડે નહીં. બધું જે જે કંઈ રાખે તેને છોડે નહીં, કહી આપે. કહેશે, “ઘમંડ રાખે છે આ.’ ‘અભિમાન કરે છે, માની છે.' બધું કહી આપે લોક તો. ઘેમરાજી એટલે શું? ‘છીટ, છીંટ, છીટ. તું જા ઘેર, બીટ, છીટ.” બધાને “છીટ છીટ' કર્યા કરે. અરે, પાંસરો રહે ને ! મને બેસવા તો દે. પણ ત્યારે કહે, “છીંટ છોટ.' એટલે એને બીજા લોકો હિસાબમાં જ ના ૨૬૬ આપ્તવાણી-૯ આવે. એને બધા આ જાનવર જેવા લાગે. માણસો ય જાનવર જેવા લાગે. બોલો હવે, એ ઘેમરાજી ! એ કઈ ભાષાનો શબ્દ લાગે છે તમને ? પર્શયન ભાષાનો શબ્દ છે ? પ્રશ્નકર્તા: આ તળપદી, ચરોતરિયા ભાષાનો છે. દાદાશ્રી : હા, ચરોતરી ભાષા ! કહેશે, ઘેમરાજી બહુ છે. ઓ પાસે છે નહીં કશું ય ને ઘેમરાજી બહુ છે. અને ઘેમરાજી શબ્દય આપણા ગુજરાતીમાં છે ને ! હવે આ શબ્દ ક્યાંથી ઉત્પન્ન થયો, એનું ‘રૂટ કૉઝ', હું ખોળું પણ તે જડતું જ નથી કશું ! અભિમાનનું એ બધાનું ‘રૂટ કૉઝ' જડે છે. પ્રશ્નકર્તા: એટલે શબ્દો જેટલા દેખાય છે એટલા સાદા નથી હોતા, અંદર બહુ રહસ્ય હોય છે. દાદાશ્રી : હા, નર્યા અર્થના જ ભરેલા છે આ શબ્દો બધા. એ ઉપરનો અર્થ કરવાનો નહીં. એનો પરમાર્થ મહીં રહ્યો છે અંદર. પણ તે કેટલાય પડ જાય ત્યારે પરમાર્થ પ્રાપ્ત થાય. પ્રશ્નકર્તા: આપે કહ્યું, “અહંકાર બહુ જ હતો.’ તો એનાથી આ અહંકારનાં બધાં ‘ફેઝિઝ’ અનુભવમાં આવી ગયાં ને ? દાદાશ્રી : હા, બધી બાજુનો અનુભવ ! એનાં ‘પરસ્પેક્ટિવ ન્યૂ હલ જોયેલા. “પરસ્પેક્ટિવ” અહંકાર કેવો દેખાય, તે આમ ખબર પડે. પ્રશ્નકર્તા: એ કેવો દેખાય ? દાદાશ્રી : અરે, ઓળખુંને, પણ ! ‘ફ્રન્ટ એલીવેશન,’ ‘બેક એલીવેશન’ ‘પરસ્પેક્ટિવ યૂ', બધી રીતે ઓળખું. ‘દાદા’ ‘બેક એલીવેશનમાં કેવા દેખાય, તે ખબર પડે મને. ‘ફ્રન્ટ એલીવેશન'ની ખબર પડે, ‘પરસ્પેકટીવ'ની ખબર પડે. નાકને બધું કેવું દેખાય, તે બધી ખબર પડે. પ્રશ્નકર્તા : નાક તો દેહનું થયું. પણ અહંકારનાં ‘ફેઝિઝ' કેવા દેખાય ? દાદાશ્રી : અહંકારનું ય પછી દેખાય ને ! આ દેહનું પહેલું દેખાય,
SR No.008831
Book TitleAptavani 09
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size99 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy