SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] માત : ગર્વ : ગારવતા માત, મમતા વગરનું એટલે ‘જ્ઞાની પુરુષ'ને તો બધું જ પૂછાય ! અને આ “અક્રમ વિજ્ઞાન' એવું છે કે અહીં હરેક વસ્તુ પૂછાય. પિસ્તાળીસ આગમની હરેક વસ્તુ પૂછાય અને વેદાંતની યે બધી વાત પૂછાય. આ તો કુદરતી રીતે બન્યું છે ! ને મોટામાં મોટું આશ્ચર્ય, અગિયારમું આશ્ચર્ય ગણાય છે. અહીં કલાકમાં તમારું બધું જ કામ થઈ જાય છે. પ્રશ્નકર્તા : પૂર્વ જન્મનાં આપના આટલા બધાં સારાં કર્મો હતાં, તો ય આપને આટલી બધી પાછલી ઉંમરમાં કેમ જ્ઞાન થયું ? પહેલાં કેમ ના થયું ? દાદાશ્રી : એવું છે ને, અમારું મોહનીય કર્મ પૂરું થાય ત્યારે જ્ઞાનાવરણ તૂટે. જ્ઞાનનું આવરણ ક્યારે તૂટે ? મોહનીય કર્મ પૂરું થાય ત્યારે. અમને શેનો મોહ હતો ? અમને કોઈ પ્રકારનો મોહ નહોતો. પૈસાનો કે વિષયનો કોઈ મોહ નહોતો. એક માનનો જ મોહ ! પ્રશ્નકર્તા : હા. એ સમજાવો ને ! ૧૯૫૮માં આપને જ્ઞાનનો આવિર્ભાવ થયો, એ પહેલાં આપની આંતરિક પરિસ્થિતિ વિશે જરા વિગતવાર સમજાવો ને ! ૨૪૨ આપ્તવાણી-૯ દાદાશ્રી : હા, જ્ઞાનનો આવિર્ભાવ થતાં પહેલાં ક્રોધ-માન-માયાલોભ, રાગ-દ્વેષ એમાં વિશેષ કરીને માનનું જ જોર હતું, સામ્રાજ્ય જ માનનું હતું અને એના આધારે બીજા જીવી રહ્યા હતા. માનનું જ જોર ! પાછું અભિમાનનું જોર નહીં. અભિમાન તો, પાછું મમતા હોય ત્યારે અભિમાન થાય. આ તો મમતા વગરનું માન ! પ્રશ્નકર્તા : મમતા વગરનું માન કેવું હોય ? દાદાશ્રી : હું જ, હું જ કંઈક છું, હું જ કંઈક છું એ. પ્રશ્નકર્તા : એ તો મમતા કહેવાય. દાદાશ્રી : ના. મમતા તો બીજી વસ્તુ છે. “આ મારું છે', એનું નામ અભિમાન. ‘આ મારું છે, આ કેવું છે, આ મારું છે' એ અભિમાન કહેવાય અને માન એટલે ‘હું'નું જ છે તે બહુવચન, એ માન કહેવાય. માન તો હોય. માન હોય, તેનો વાંધો નથી. અભિમાન છે તે મમતા દેખાડે. મમતા હોય તો જ અભિમાન હોય. તે મમતાનું મૂળથી લક્ષણ અમારામાં ઓછું, બિલકુલેય ઓછું ! આ માનનું જ હતું કે હું કંઈક છું, બધાં લોકો કરતાં વધારેમાં વધારે ‘હું કંઈક છું” એ બધું ખોટું. કશુંય ના મળે. કંઈ ભલીવાર જ નહીં. માની બેઠેલા એટલું જ. હું ‘જ્ઞાન’ પહેલાંના જીવનની વાત કરું છું, કે બીજા ક્રોધ-માનમાયા-લોભ, બધાં આના, માનના ‘અંડરહેન્ડ' થઈને ફર્યા કરતાં હતાં. ને મમતાનો ગુણ પહેલેથી નહીં. મતમાં માતેલું માત ! એટલે મનમાં એમ જ જાણે કે હું જ છું, આ દુનિયામાં કોઈ છે જ નહીં. જો, પોતાની જાતને શું માની બેઠેલા ! મિલકતમાં કશું નહીં. દસ વીઘા જમીન અને એક ઘર, એ સિવાય બીજું કશું નહીં. અને ચરોતરનો રાજા હોય એવું મનમાં રોફ રહે. કારણ કે આજુબાજુના છ ગામવાળા લોકોએ અમને ચગાવેલા. પૈઠણિયા વર, માગો એટલી પૈઠણ આપે ત્યારે આ વર ત્યાં પૈણવા જાય. એની આ મગજમાં તુમાખીઓ ભરાઈ ગયેલી. અને કંઈ પૂર્વભવનું લાવેલો, તેથી આ ખુમારીઓ બધી હતી.
SR No.008831
Book TitleAptavani 09
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size99 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy