SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૯ ૨૧૩ દાદાશ્રી : ના, એ ખબર જ ના હોય ને ! ભાન જ ના હોય ને !! એટલે કોઈ દહાડોય લોભિયો છૂટે. સહુથી પહેલો છૂટે કોણ ? માની. એટલે ક્રોધવાળો. ક્રોધ ને માનવાળો એ સહુથી વહેલો છૂટે. કારણ કે બેઉ ભોળાં હોય. રસ્તે જતાં ય કોઈ કહે કે શું મોટાં છાતી કાઢીને ફરો છો ?! પણ પેલા લોભીને તો પોતાને ય ખબર ના હોય કે મારામાં લોભ છે. એટલો બધો ઊંડો વ્યવહાર હોય કે ધણીને ય ખબર ના હોય કે મને લોભ છે. એ તો અમારે દેખાડવો પડે ! પ્રશ્નકર્તા : લોભ એટલો ઊંડો હોય, એટલે એ જલ્દી ન છૂટે ? દાદાશ્રી : હા, તે ના છૂટે જલ્દી. બહુ તેલ કાઢી નાખે. તો ય પણ લોભિયો નિયમવાળો હોય. જ્યારે લાલચુને તો નિયમ જ ના હોય. લાલચને કોઈ નિયમ નહીં. એ “જ્ઞાની'ની આજ્ઞા જ ના પાળે ને ! પાળવી હોય તો ય પાળી શકાય જ નહીં. પ્રશ્નકર્તા : પણ “જ્ઞાની” પ્રત્યે ભાવ બહુ હોય, તો એનું શું? દાદાશ્રી : ભાવ હોય, તો ય ભલીવાર ના આવે ને ! એટલે લોભિયો છૂટે, પણ લાલચુ ના છૂટે. આ “જ્ઞાન” પછી થોડો લોભે ય જીવતો રહે છે અને લાલચે ય જીવંત રહે છે. પણ લાલચુને “સેફ સાઈડ' નહીં. એ ‘સેફ સાઈડ લોભિયાને થઈ જાય, પણ લાલચને સેફ સાઈડ' થાય નહીં, મેં એવું ઘણી જગ્યાએ જોયેલું. મોટો લોભિયો હોય ને, તે “જ્ઞાની'ની આજ્ઞા પાળી શકે નહીં. તે ય પણ વખતે ‘જ્ઞાની”ની આજ્ઞા પાળે. પણ લાલચુ, એ ‘જ્ઞાની’ની આજ્ઞા ના પાળે. આ બધાં ‘ડિફરન્સ’ ‘બીટવીન’ લોભિયો અને લાલચુ ! લાલચ આપઘાતી માણસ હોય. પોતાનો ઘાત કરી રહ્યો છે, નિરંતર પોતાનો આપઘાત કરી રહ્યો છે ! જયાં ત્યાંથી સુખતી જ લાલચ ! પ્રશ્નકર્તા : લાલચમાં બીજું શું શું આવે ? ૨૧૪ આપ્તવાણી-૯ દાદાશ્રી : લાલચમાં બધું ય આવે ને ! પ્રશ્નકર્તા : પણ એ કેવા પ્રકારની લાલચ હોય ? દાદાશ્રી : બધાં પ્રકારની લાલચ ! કોઈ બાકી જ ના હોય ને !! પ્રશ્નકર્તા : દાખલો આપીને સમજાવો ને. દાદાશ્રી : એ તો બધાં સમજે છે. માર ખાવાની લાલચ કોઈને હોય? ગાળો ખાવાની લાલચ હોય ? કેવા પ્રકારની લાલચ તે ના સમજે બધા ય ? આ ભોગવી લઉં, પેલું ભોગવી લઉં, ફલાણું ભોગવી લઉં, એ જે લાલચ. પ્રશ્નકર્તા : પણ એ લાલચ ક્યા આધારે ઊભી રહે ? દાદાશ્રી : સુખ ચાખવાના આધારે ! જયાંથી ત્યાંથી સુખ ચાખી લેવું. ધ્યેય કે કશું નહીં. માન-અપમાનેય નહીં, કશું ય નહીં. નફફટ થઈને સુખ ચાખવું. કોઈ કાયદો ય નહીં. પ્રશ્નકર્તા : તો એવી લાલચોનું કારણ શું ? કઈ રીતે આ લાલચો આવે છે ? દાદાશ્રી : જેમાં ને તેમાંથી સુખ પ્રાપ્ત કરવું, ને જેનું ને તેનું પડાવી લેવું. એટલે પછી ‘લૉ', કાયદો કે કશું નહીં. અને તે લોકનિંદ્ય હોય તો ય કશી પડેલી ના હોય અને તે લોકનિંદ્ય જ હોય આ બધું. એટલે પછી લાલચ આવાં કામ કરાવે. માણસને માણસજાતમાં ના રાખે. પ્રશ્નકર્તા : એટલે લાલચમાં એને કેવા ભાવ ઊભા થાય ? દાદાશ્રી : જે કંઈ મળે તેની લાલચ થાય. લાલચ એટલે ભૌતિકમાં આખો દહાડો સુખ ખોળ ખોળ કર્યા કરે. પ્રશ્નકર્તા : ગમે તે ભોગે ભૌતિક સુખ લેવાનું? દાદાશ્રી : હા, બસ. આપણું ‘જ્ઞાન” લીધેલા મહાત્માઓ એવું સુખ ખોળે નહીં. એ તો ‘ફાઈલોનો સમભાવે નિકાલ કરે. આવી પડેલું હોય
SR No.008831
Book TitleAptavani 09
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size99 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy