SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૯ બધી ચીજ મળે છે ને ! લાલચ તો નથી, પણ ઇચ્છાયે નથી કરતા ! પ્રશ્નકર્તા : લાલચ અને ઇચ્છા એ બેમાં શો ફેર ? ૨૦૯ દાદાશ્રી : ઇચ્છા રાખવાની છૂટ છે બધાને, બધીય જાતની. ઇચ્છાનો વાંધો નથી. લાલચુ તો, આ કૂતરાને એક પૂરી ધરી તે ક્યાંનો ક્યાં જાય, એને લાલચ પેઢી ને ! પ્રશ્નકર્તા : એટલે લાલચમાં સારા નરસાનો વિવેક નહીં રહેતો હોય ? દાદાશ્રી : લાલચ તો, જાનવર જ કહી દો ને એને ! મનુષ્યરૂપે જાનવર જ ફર્યા કરે છે. પ્રશ્નકર્તા : તો અમારી ધર્મક્રિયાઓ લાલચ ને પ્રતિષ્ઠા ને કીર્તિને લીધે હોય તો એનું ફળ શું ? દાદાશ્રી : એ લાલચ ના કહેવાય. કીર્તિને માટે, એ તો સ્વભાવિક રહે માણસને. સંસારમાં છે એટલે નામ કાઢવાની ઇચ્છા હોય, બીજી ઇચ્છા હોય. એ કંઈ લાલચ ના કહેવાય. લાલચ તો આ કૂતરાં જેવું હોય. એક પૂરી દેખાઈ ને, એટલે પાછળ ભમ્યા જ કરે. એને ભાનેય ના રહે કે આ મારાં બૈરાં-છોકરાં છોડી દીધાં ને આ લત્તોય છોડી દીધો. કશું ભાન નહીં. થોડી ઘણી લાલચ તો બધાને હોય, પણ એ લાલચ નભાવી લેવાની. પણ લાલચુ જ જેને કહેવામાં આવે છે, એને તો કંઈ જાનવર જ જોઈ લો ને, મનુષ્યરૂપે ! એક માણસને, કોઈ ખાવાની સરસ ઊંચી વસ્તુ લાવ્યા. હવે પેલા માણસને એ વસ્તુ બહુ જ ભાવે છે, તો એ લાલચ સારુ બેસી રહે. બે, ત્રણ, ચાર કલાક બેસી રહે. થોડુંક એને આપીએ ત્યાર પછી જ એ જશે. પણ એ લાલચ સારુ બેસી રહે છે. અને જે અહંકારી છે એ તો કહે, ‘મેલ પૈડ તારી, એના કરતાં આપણા ઘેર જવા દો ને !' એ લાલચુ ના હોય. એટલે લાલચોથી આ જગત બંધાયેલું છે. અલ્યા, કૂતરાં ગધેડાંને લાલચ હોય. પણ આપણને લાલચ કેમ હોય ? લાલચ તે હોતી હશે ?! ૨૧૦ આપ્તવાણી-૯ આ ઉંદર પાંજરામાં ક્યારે આવે છે ? પાંજરામાં ક્યારે ઝડપાઈ જાય છે ? પ્રશ્નકર્તા : લાલચ હોય ત્યારે. દાદાશ્રી : હા, ઢેબરાની સુગંધ આવી અને ઢેબરું ખાવા ગયો કે મહીં તરત ફસાય. પાંજરાની મહીં ઢેબરું દેખ્યું તે બહાર રહ્યો એ તલપાપડ થયા કરે કે ‘ક્યારે પેસું ? ક્યારે પેસું ?” પછી મહીં પેસી જાય એટલે પેલું ‘ઓટોમેટિક, વસાઈ જાય. મનુષ્યોને આ ‘ઓટોમેટિક’ આવડે બધું. એટલે એની મેળે જ વસાઈ જાય. એટલે સર્વ દુઃખનું મૂળ લાલચ છે. જોખમી, લોભ કે લાલચ ? પ્રશ્નકર્તા : લાલચ કોણ કરાવે ? મન કરાવે ? દાદાશ્રી : મન કરાવે, પણ મૂળ તો અહંકારનો જ ગુણ ને ! ગયા અવતારની લાલચો મનની મારફતે નીકળે, અને પાછું આ અહંકારથી ફરી લાલચો ઊભી થયા કરે. પ્રશ્નકર્તા ઃ આ લાલચ ક્યા કષાયમાં જાય ? દાદાશ્રી : લાલચ, એ રાગ કષાય છે. રાગ અને કપટ, એ બે ભેગું થાય એટલે લાલચ ઊભી થાય. પ્રશ્નકર્તા : એ મોહમાં પણ આવે ને, દાદા ? દાદાશ્રી : એ જે ગણો તે, પણ લાલચ શબ્દ જુદો છે. પ્રશ્નકર્તા : કપટ જેવી હોય, લાલચ ? દાદાશ્રી : કપટેય નહીં આ તો. આ તો લાલચુ જ બધું. કપટ તો તમને ય આવડે. આ તો લાલચુ ! લાલચમાં મુખ્યપણે તો લોભ હોય. પ્રશ્નકર્તા : એ લોભ ધીરે ધીરે લાલચુ બનાવી નાખે ? દાદાશ્રી : નહીં. એ લાલચ થયા પછી જ લોભ ઉત્પન્ન થાય.
SR No.008831
Book TitleAptavani 09
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size99 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy