SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૯ ૧૬૫ નમી પડે એટલે કૂચ કૂચ કર્યા કરે. હા, આવડત ના દીઠી એટલે ! આ આજની છોકરીઓ શું કહે છે ? હું પૂછું છું કે, ‘બેન, આ છોકરાઓ માટે તમારો શો અભિપ્રાય છે ?” ત્યારે એ કહે છે, “એ તો બબુચક છે.” આ શરમ ભરેલી વાત ના કહેવાય, આ છોકરીઓ આવું બોલે તે ?! કારણ કે કુદરતી રીત એવી હોય છે કે દસ વર્ષનો છોકરો હોય ને દસ વર્ષની છોકરી હોય, પણ દસ વર્ષની છોકરીમાં પંદર વર્ષના છોકરા જેટલું વધારે જ્ઞાન હોય છે, એટલું ડહાપણ હોય. કહેવાય દસ વર્ષની, પણ એનામાં અગમચેતી હોય છે. એટલે સ્ત્રીઓને આમ આગળ પડતું જ્ઞાન, વહીવટ, બધું ય વધારે હોય છે. વ્યવહારુકતા વિધાતા એક બઈને મેં પૂછ્યું કે, “કેમ ધણી જોડે તારે ફાવતું નથી ?” ત્યારે એ કહે છે, ‘દાદાજી, અક્કલ તો એટલી બધી છે કે ન પૂછો વાત !' ત્યારે મેં કહ્યું કે, ‘તારે સારું, ધણી અક્કલવાળો હોય તે તો !' ત્યારે એ કહે છે, ‘પણ વ્યવહારુકતા જ નથી.' એટલે શું કહે છે કે ‘કોમનસેન્સ' નથી, તે વાતવાતમાં ઝઘડા થઈ જાય. પછી એ બઈએ મને કહ્યું કે, “કોમનસેન્સ' નથી, દાદાજી. શું કરું ? ત્યારે મેં કહ્યું, ‘બધું સમજી ગયો. હવે તું બીજી વાત જ ના કરીશ.’ આ તો મેળ પડે જ નહીં ને ! થોડીઘણી તો ‘કોમનસેન્સ જોઈએ કે ના જોઈએ માણસને ? વ્યવહારુકતા તો હોવી જોઈએ ને ? એટલે પછી બેનોને હું શું કહું છું કે, ‘બેન, ધણી આવો નોનસેન્સ મળી આવે તો આપણી શી દશા થાય ? તને આવું નોનસેન્સ જીવન જીવવાનું ગમે ખરું ? છતાં પ્રારબ્ધ જે લખેલો હોય તે છોડે નહીં ને આપણું ધાર્યું થાય નહીં, એવું આ જગત છે ! તારે એવો નોનસેન્સ ધણી મળે તો મને કહી દેજે કે મને આવો મળ્યો છે. તો તરત જ હું એને રીપેર કરી આપીશ અને તને ચાવી આપી દઈશ.’ તે પછી એનું રાગે પાડી આપું. ડાઉત' અહંકાર, તો “ડિલિંગ’ ‘બેસ્ટ' ! એટલે ‘કોમનસેન્સ'ના હોય ને, તેને તો વહુ જોડે એક કલાકેય ૧૬૬ આપ્તવાણી-૯ મેળાપ ના થાય. ‘કોમનસેન્સ’ નથી તેથી ભાંજગડ થાય ને ! એને પૈણાવીએ તો શી દશા થાય ? આજે એની ‘વાઈફ' આવી, રાતે ભેગાં થયાં, એક કલાકમાં તો બેઉ છૂટાં. ‘હાઉ ટુ ડિલ’ એ જ પહેલું ના આવડે. ‘બીગીનીંગ” કેમ કરવી તેય ના આવડે. કળા કે કશું જોઈએ કે ના જોઈએ વળી ? પ્રશ્નકર્તા: જોઈએ જ ને ! તે વગર ચાલે જ નહીં. દાદાશ્રી : ધણી છે તે કોમનસેન્સ’વાળો જોઈએ ને ? આ તો કોઈક દહાડો ‘વાઈફ'ની ભૂલ થઈ, તો એની જોડે ઝઘડો કરવા બેસી જાય ! અલ્યા, ઝઘડો કરવા માટે ભૂલ નથી થઈ ! કોઈ કોમનસેન્સવાળા હોય તે તો પાનવાળાની જોડેય સમજીને નિકાલ કરી લાવે. લઢનારો માણસ કોણ હોય ? જેને ‘સેન્સ’ ના હોય એ માણસ જ્યાં ને ત્યાં આ બધું બગાડી નાખે. ક્યા સંજોગોમાં બિચારાએ ભૂલ કરી હશે એ જાણ્યા વગર આપણે લઢમલઢા કરીએ, એ કામમાં લાગે ખરું ? પ્રશ્નકર્તા : ના લાગે. નુકસાન કરે. દાદાશ્રી : એટલે જેને “કોમનસેન્સ’ ના હોય એ લઢે. અને લઢે એટલે થઈ રહ્યું, એને ને તમારે તૂટી ગયું. એટલે પોતાના અહંકારને એટલો બધો ‘ડાઉન’ લેજો કે બધાંની જોડે ભળી શકાય. હવે અહંકારને કંઈ આંટા હોય છે કે આમ ફેરવીને એને ‘ડાઉન’ કરાય ?! એટલે સમજણનું હોવું જોઈએ કે અણસમજણનું હોવું જોઈએ ? અને સમજણનો અહંકાર થયેલો હોય તેનો ય વાંધો નથી. પણ આ તો અણસમજણનો અહંકાર. એ કઈ જાતનું કહેવાય ? મિલતસાર'થી વધે “કોમનસેન્સ' ! એથી હું કહું છું ને, કે આ બધામાં જોડે બેસીએ તો લોકોનો પ્રેમ આપણી ઉપર ઉત્પન્ન થાય. અને બીજી વાતચીતો ચાલે, પોતપોતાની વાતો કરે, એમાં વાતમાંથી પકડી લઈએ તો ‘કોમનસેન્સ’ વધે આપણી. બધાંય માણસોમાં ભળીને ચાલવાથી ‘કોમનસેન્સ’ વધે.
SR No.008831
Book TitleAptavani 09
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size99 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy