SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ ૨૩૧ ૨૩૨ આપ્તવાણી-૨ તિરસ્કાર કરે, બીજા ઉપર તિરસ્કાર કરે પોતાના ભાઇનો જો કદી જરાક આચાર ઓછો દેખાય તો તેની ઉપર તિરસ્કાર કરે, શિષ્યનો આચાર ઓછો દેખાય તો તેની ઉપર તિરસ્કાર કરે; જયાં ને ત્યાં તિરસ્કાર કરે. બહુ જંગલી થઇ ગયો હતો આ દેશ. અત્યારની પ્રજામાં જે સુધારો થતો દેખાય છે તેનાથી પાછલા લોકોના જેવું જંગલીપણું ઓછું થવા માંડયું છે. એમનામાં જે જંગલીપણું હતું એ ગયું ને બીજું જંગલીપણું ઉત્પન્ન થયું. પાછલા લોકોને આ ના ગમ્યું. જૂના જમાનામાં તો નર્યો તિરસ્કાર હતો. વાઇલ્ડ બિલકુલ જંગલી જેવી થઇ ગઇ હતી હિન્દુસ્તાનની દશા, જેને ધર્મિષ્ઠ જ ના કહેવાય. કારણ કે વિચાર્યા વગરની વાત હતી. આખો લોટ ‘કેળવાયેલો’ જ નહોતો, એમ ને એમ ભૈડીને લાડુ બનાવી દીધા ! બસ, એમ ને એમ કેળવ્યા વગર; આ કેળવાય છે અત્યારે. અત્યારના છોકરામાં ‘આવું’ દેખાય છે, પણ તે કેળવાય છે. હંમેશા ય જયારે ખરી કેળવણી ઉત્પન્ન થાય ને ત્યારે આવું થાય. અત્યારે તમારો છોકરો હોટલમાંથી બહાર નીકળેને તો ય તેની ઉપર તમને બહુ તિરસ્કાર ના થાય. અને પહેલાં તો તમે ઘેર જઇને પોઇઝન લેવા માંડે, અગર તો પોઇઝન આપી દો ! અલ્યા, હોટલ જોડે તારે શો ઝઘડો છે? કઇ જાતના લોક છો ? આવું ડીપ્રેશન કરવા માટે મહાવીર કહી ગયા છે? વીતરાગ શાને માટે કહી ગયા છે ? એબોવ નોર્મલ ઇઝ ધ પોઇઝન અને બીલો નોર્મલ ઇઝ ધ પોઇઝન. બધી બાબતમાં એબોવ નોર્મલ થઇ ગયા હતા. નર્યો દ્વષ, દ્વેષ ને દ્વેષ અને દુરાચારનો ય પાર નહોતો. દુરાચાર એટલો બધો એકસેસ વધી ગયો હતો કે પાર વગરનો દુરાચાર થઇ ગયો હતો. એના કરતાં આજનો આ દુરાચાર સારો, આ ખુલ્લા દુરાચાર કહેવાય. આ લોકોએ ખુલ્લા, નાગા નાચ નચાવડાવ્યા. નાગા કરીને નાચ કરે તેને જોવા જાય છે આ લોકો. પેલા ઢાંકયા કરતા આ ખુલ્લું સારું. દેશ જ આખો જંગલી થઇ ગયો હતો અને તેનાં આ કષ્ટ પડેલાં છે, દેશને ભયંકર કષ્ટો પડ્યાં છે. કોઇ સ્ત્રી વિધવા થઇ એટલે એના તરફ તિરસ્કાર, તિરસ્કાર ને તિરસ્કાર. વિધવા પર તો જંગલી માણસે ય તિરસ્કાર ના કરે, કે બિચારી વિધવા થઇ એટલે એની આજુબાજુના અવલંબન તૂટી ગયાં. અવલંબન તૂટી ગયાં એટલે આ બિચારી બધી રીતે દુ:ખી છે. મૂળ ધણીના આધારે સુખ હતું તે ય પણ જતું રહ્યું છે, તો તેની ઉપર બધાએ કરૂણા રાખવી જોઇએ. પણ તેની ઉપરે ય ભયંકર તિરસ્કાર આ લોકોએ વરસાવ્યો. વળી, વર્લ્ડમાં ક્યાં ય ના હોય એવો હરિજનો ઉપર તિરસ્કાર કર્યો. બીજે બધે તિરસ્કાર, સગો ભાઇ હોય તો તેની ઉપર તિરસ્કાર - ભયંકર તિરસ્કાર કર્યો. હવે, આને સુધરેલો દેશ જ કેમ કહેવાય ? અમે જયારે નાની ઉમરના હતા ત્યારે બધા ઓલ લોકો, શું કહે, ‘એ ય બગડી ગયાં, બગડી ગયાં.’ પૂછું પાછો તેમને કે, ‘તમને તમારા દાદા શું કહેતા હતા ?’ આ તો જંગલીપણું છે, આવું અનાદિકાળથી જંગલીપણું ચાલ્યું છે. પોતે કર્યું એવું કરો, એવું એ કહે છે, હું જે કૂવામાં પડું એ કૂવામાં તમે પડો. અલ્યા, હવે એ કૂવામાં નથી પાણી, મોટા મોટા પથરા છે, સાપ છે. હવે પડું તો મરી જાઉં. પહેલાં તો પાણી હતું, હવે એને એ જ કૂવામાં પડો એમ કહે છે. વૈષ્ણવના ને જૈનના ને ફલાણા જ કૂવામાં પડો, હવે કયાં સુધી આ કૂવામાં પડયા કરીએ ? કહેશે કે, ‘અમે કર્યું, એ કરો !' અલ્યા, તમારા ડાચાં ઉપરે ય નૂર નથી દેખાતું. આખો દા'ડો કષાય, કષાય ને કષાય જ કરે અને જમવા જાયને તો એમ જ જાણે કે આજે કો'કને ત્યાં આપણે મફત જમ્યા છીએ, આજે મફતનું મળ્યું છે. ભારતના ડેવલપ માણસો કો'કને ત્યાં જમવા જાય ત્યારે એમને જ્ઞાન હાજર થઇ જાય કે, ‘આજે ફ્રી જમવાનું છે ! તે બરોબર સારી રીતે જમજો !!! આ આપણા ડેવલપ વૈડિયા બધાં !!! આ લોકો બધા ડેવલપ હતા, તે ય કેટલાક તો જમવા બોલાવ્યા હોયને તો દોઢ-બે દિવસ અગાઉથી તો ભૂખ્યા રહે, ઘરનું બગડે નહીં એટલા માટે અને જમવા બેસે તો બે દિવસ સુધી જમવું ના પડે એટલું બધું ફુલ જમી લે. એટલે એમ જ સમજે કે હું મફતનું ખાઉં છું, ફ્રી ઓફ કોસ્ટ, એટલે દાનત કેટલી ચોર છે ? અને એનાં દુ:ભોગવ્યા છે અને રાંડેલીઓને જે હેરાન કરી હતી તે આજે તે બધાંને ઘર છોકરીઓ ઉત્પન્ન થઇ ને એ છોકરીઓએ ડાયવોર્સ લઇને જે ધૂળધાણી તોફાન માંડયાં છે, તે એના બાપને માર માર્યો છે. એ રાંડેલીઓએ જ આ બધાને પજવ્યા છે ! મારે ત્યાં કેમ આવીને પજવતી નહીં ? હું હતો નહીં એવો.
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy