SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ ૨૨૯ ૨૩) આપ્તવાણી-૨ આજે તો રૂબરૂના સંદેશા ય સાચા મળતા નથી. આ તો પૂછીએ શું ને બોલે શું ? એવું વિચિત્ર થઈ ગયું છે ! ભગવાનના વખતમાં લોકો બહુ સુંવાળા હતા, તેથી ભગવાન બહુ સાચવી સાચવીને બોલેલા. ગાયોનું ટોળું હોય તો એક બૂમ પાડીએ ને નાસી જાય તો વધારે બોલવું પડે ? ના. તે ભગવાનના કાળમાં આવા લોક હતા, તેથી ભગવાન શ્રાંતિ કહીને ઊભા રહ્યા. અને કેટલીક ગાયો તો ડાંગ લઇને જાઓ તો ય હાલે નહીં, તેને મેન્ટલ કહેવી પડે. અને આ લોક પણ મેન્ટલ ખરાં જ ને ? ઘરનું ખાય, ઘરનાં કપડાં પહેરે ને ચિંતા કરે ! ઘરનું શા માટે ખાય ? અંતઃકરણ શાંત રહે માટે. અંત:કરણ શાંત શા માટે રાખવાનું ? તો કે' મન્ટલપણું ઓછું કરવા માટે. પણ આ તો ઘરનું જ ખાય ને ચિંતા કરે છે. આ તો પેન્ટ પહેરી પાછળ “માર માર કરે. કોઈ બાપો ય તને જોવા નવરો નથી. એ એની ચિંતામાં જ હોય છે, તે ઉઘાડી આંખોએ ય તને દેખતો નથી. તું તો ફાટેલાં લૂગડાંએ જાયને તો ય તને જોવા કોઇ નવરો નથી. આવું સરસ મુંબઇ શહેર, ત્યાં પેન્ટને ટપલીઓ ‘માર માર’ કરે ! આ મુંબઈ શહેર કેવું સરસ ! ચળકાટવાળા સુંવાળા રસ્તા ! ભગવાનના કાળમાં તો ઠંડી ઠંડીને દમ નીકળી જાય. અત્યારે ભોગવવામાં કેવી મઝા આવે! ત્યારે કોઇ ભોગવતો ય નથી ! મુંબઇમાં તું ભગવું કપડું પહેરીને જાઉંને તો ય તને જોવા કોઇ નવરું નથી. એની જોડે બેસનારો ફ્રેન્ડ હોય તો તે ય હિસાબ માંડશે કે લાગે છે તો સાત, પણ જોડે નવ છે માટે આપણો ફ્રેન્ડ હોય નહીં, હશે કોઇ બીજો છે. એમનાં છોકરાં ડહાપણવાળાં નીકળશે. વાળ વધારશે, એમ કરશે, તેમ કરશે પણ છેવટે એ ડહાપણવાળાં નીકળશે. કારણ કે મેન્ટલ હોસ્પિટલનાં મેન્ટલનાં છોકરાં છે, એટલે છોકરાં બધાં સારા થશે ! અને હિન્દુસ્તાન ૨૦૦૫માં આખા વર્લ્ડનું કેન્દ્ર થઇ ગયું હશે ! આ મેન્ટલ લોકોનાં છોકરાંને બહારના લોક પૂછવા આવશે કે “અમારે ખાવું કેવી રીતે ? અમારે ભણવું શું શું ?” એ પૂછવા આવશે. આ મેન્ટલનાં છોકરાં ડાહ્યા થશે, માટે આ મેન્ટલ થઇ ગયા એ સારું થયું. આ મેન્ટલ થઇ જવામાં ફાયદો શો થયો ? કે પાછલી બધી જે સંસ્કૃતિ હતી ને, તે આખી એબોલિશ થઇ ગઇ, વોશઆઉટ થઇ ગઇ, આ બધું સારું થઈ ગયું છે, ખોટું નથી થયું. પાછલા સંસ્કાર સડીને ખલાસ થઈ ગયેલા હતા ! તિરસ્કાર કૃતિએ નોતર્યું પતન ! પ્રશ્નકર્તા મારી માતાને જોઉં છું ને મારી પૌત્રીને જોઉં છું તો મને એટલો બધો ફેરફાર લાગે છે કે ના પૂછો વાત ! અત્યારની પ્રજા બગડેલી લાગે છે. દાદાશ્રી : અને તમારા દાદાના વખતે, દાદા તમારા માટે શું કહેતા હતા ? હિંદુસ્તાન - ૨૦૦૫માં વર્લ્ડનું કેન્દ્ર ? કેમ મેન્ટલ હોસ્પિટલ થઈ ગયું ? કારણ કે સંસ્કૃત ભાષાવાળાને વિકૃત બહુ શીખવાડયું. સંસ્કૃત ભાષાવાળાને ત્યારે પ્રાકૃત ચાલી શકે, પણ વિકૃત તો ના જ કરાય. તે વિકૃત ભાષા આવી એટલે આ મેન્ટલ હોસ્પિટલ થઇ ગયું. પણ આ હોસ્પિટલમાં જે મેન્ટલો છે ને, તેમને પેટે છોકરાં થશે એ ડાહ્યા થશે, ખરેખરાં ડાહ્યાં થશે. માટે આ મેન્ટલો જીવે છે એ સારું પ્રશ્નકર્તા : હમણાં મેં કહ્યું એવું જ કહેતા હતા. દાદાશ્રી : આપણે બજારમાંથી રૂપાળી મજાની દૂધી લાવ્યા હોઇએ ને શાક તો કરવાનું જ છે, એટલે કાપવી તો પડે જ ને ? અને કાપીએ ત્યારે કહેશે કે, “ના કાપશો એનો રૂપાળો દેખાવ બગડી જશે.’ અને શાક ખાવું હોય તો પેલો દેખાવ છોડવો જ પડશે. ભારત જો ડેવલપ થયું હોય, તો કોઇ કાળમાં નથી થયું એવું આ ભારત ડેવલપ થવા માંડયું છે. આ તો બધા સાવ અનાચારી ને દુરાચારી હતા, સેકડે પાંચ ટકા કે બે ટકા લોક સારા નીકળે. બાકી, બધા વહેમમાં ને આખો દા'ડો કલેશ, કંકાસ ને તિરસ્કારમાં જ ગાળતા. આખો દા'ડો તિરસ્કાર કરે; હરિજનો ઉપર
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy