SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પંદન કરનાર નહીં મળે ને પૂર્વાભ્યાસથી સ્પંદન ફેંકાઈ જાય તો પ્રતિક્રમણ થકી ધોઈ નખાય, એ જ પુરુષાર્થ છે ! કર્મરૂપી ફાચરને ફ્રેકચર શી રીતે કરાય ? ‘ફાઈલોનો સમભાવે નિકાલ કરવાથી.’ આપણે ફાઈલને દેખતાં જ મનમાં નક્કી કરવું કે ‘મારે સમભાવે નિકાલ કરવો જ છે.’ તો તે પ્રમાણે બધું ગોઠવાઈ જ જાય અને વખતે ચીકણી ફાઈલ હોય, ત્યાં આમ કર્યા છતાં નિકાલ ના થાય તો પછી આપણે ગુનેગાર નથી, ‘વ્યવસ્થિત’ ગુનેગાર છે. ચીકણી ફાઈલ, ચીકણી શાથી છે ? પોતે જ ચીકણી કરી છે તેથી. ચીકણી ફાઈલની ચીકાશ જોવાને બદલે પોતાની જ પ્રકૃતિની ચીકાશ દેખાશે, ત્યારે ફાઈલને જોવાની દૃષ્ટિ જ બદલાયેલી હશે ! પોતાની ‘પ્રકૃતિનો ફોટો’ પુરુષ થયા પછી જ પડે. અહંકારરૂપી કેમેરાથી કંઈ ફોટો પડે ? એ તો મૌલિક કેમેરા જોઈએ. જે ગૂંચાઈ જાય છે એ આપણું સ્વરૂપ ન હોય. ‘આ મારું છે’ એમ મનાય છે તે જ ભૂલ ખવડાવે છે. પ્રકૃતિને ખાલી જોવાની જ છે. સારીખોટી' કહેવાની નથી. પ્રકૃતિ લાખ લેપ ચઢાવવા જાય તોય પોતાનું પરમાત્મસ્વરૂપ લેપાયમાન થાય એમ નથી. આત્માની શુદ્ધતાને જગતનો કોઈ પ્રયોગ અશુદ્ધિમાં પરિણમવાનો નથી જ ને તેવું આપણું સ્વરૂપ છે ! પ્રકૃતિનો હિસાબ ચૂકવવા ‘આપણે’ કશું જ કરવાનું નથી. એ હિસાબો તો એની મેળે જ પૂરા થયા કરે. ‘આપણે’ તો ‘જોયા કરવાનું’ કે કેટલો હિસાબ બાકી રહ્યો ! પ્રકૃતિની બધી જ ખોટો એની મેળે જ પૂરી થઈ જવાની, ‘પોતે’ જો ડખો ના કરે તો ! પ્રકૃતિ પોતાની ખોટ પોતે જ પૂરી કરે છે. આમાં ‘હું કરું છું' કહે, એટલે ડખો થાય ! આ ‘અક્રમ વિજ્ઞાન’ આખી દુનિયાનાં સાયક્લોનને ઉડાડી મૂકે તેવું છે, પણ આપણે તેની જોડે સ્થિર રહીએ તો !!! - જય સચ્ચિદાનંદ 14
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy