SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-પ ૧૩૧ ૧૩૨ આપ્તવાણી-૫ સાધ્યભાવે સાધના એ છેલ્લી સાધના કહેવાય અને તે અમુક હદ સુધી માણસ જાતે કરી શકે. આ બેહદનાં સાધનો નથી. બેહદમાં તો ‘જ્ઞાની પુરુષ'નું નિમિત્ત જોઈશે. એ ભેગા થાય ત્યારે તેમને આપણે કહેવાનું, “આપ જે પદને પામ્યા છો એ પદ અમને પ્રાપ્ત થાય એવી કૃપા કરો.” ખાલી કૃપાની જ માગણી કરવાની છે અને તેય ‘જ્ઞાની પુરુષ” કર્તા છે નહીં. એ નિમિત્ત છે. એ નિમિત્ત હોય તો જ કાર્ય થશે, નહીં તો નહીં થાય. પ્રશ્નકર્તા : સાધનામાર્ગમાં જે ગુરુઓ હોય છે તે લોકો પોતે નિમિત્તભાવ જેવું માનતા હોતા નથી. દાદાશ્રી : ખરી વાત છે. એ એમાં પોતાની જાતને માને કે મારે આટલું કરવું જ જોઈએ, મારા શિષ્યોએ આટલું કરવું જ જોઈએ, પોતે બંધાય અને શિષ્યો પણ બંધાય. પણ બંધાતાં બંધાતાં આગળ વધે, પ્રગતિ માંડે અને આ તો ‘જ્ઞાની પુરુષ', તે પોતે બંધાય નહીં અને મુક્ત કરે. કર્તાભાવ બંધાવે ને નિમિત્તભાવ મુક્ત કરે. પુરણ-ગલત પરમાત્મા પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે, તો કૃપા-અવકૃપા એ ઘાલમેલ કોણ કરે છે ? કોની મારફતે કરાવે છે ? દાદાશ્રી : કોઈ ઘાલમેલ કરતું નથી, બધું આ પુદ્ગલ જ છે. પ્રશ્નકર્તા : પ્રેરણા બધી પુદ્ગલની જ છે ? દાદાશ્રી : બધું પુદ્ગલ છે. પુદ્ગલમાં અહંકાર હલ આવી ગયો. ક્રોધ-માન-માયા-લોભ બધું જ આવી ગયું. બધું પુદ્ગલ પુરણ-ગલન થયા લોભેય એવો પુરણ-ચલન થાય. બધું પુરણ-ગલન થયા કરે. પ્રશ્નકર્તા : આત્મા અને પુદ્ગલમાં ફેર શું ? દાદાશ્રી : આત્મા એક જ વસ્તુ છે. એક જ વસ્તુ એટલે એ વધ-ઘટ થતી નથી, એક જ સ્વાભાવિક વસ્તુ છે. જ્યારે પુદ્ગલ એ સ્વાભાવિક વસ્તુ નથી. પુદ્ગલ કોને કહેવાય ? આમાં ખાવાનું પૂરે, તે પુરણ કહેવાય અને સંડાસમાં જાય, તે ગલન કહેવાય. શ્વાસ લીધો તે પુરણ ને ઉચ્છવાસ એ ગલન છે. એ પુદ્ગલ પુરગલ ઉપરથી થયું છે. આ શરીરમાં પુદ્ગલ અને આત્મા બે જ વસ્તુ છે. જો પુદ્ગલ અને આત્માની વહેંચણી કરતાં આવડી જાય તો તેને આત્મા જડી જાય. પણ એવી માણસમાં શક્તિ નથી, એ માણસની મતિની બહારની વાત છે. બુદ્ધિથી પરની આ વાત છે ! ‘જ્ઞાની પુરુષ'માં ભગવાન જાતે બેઠેલા હોય તે એમની કૃપાથી શું ના થાય ? જ્ઞાતીની કૃપા પ્રશ્નકર્તા : અહીં બધા બેઠા છીએ તે દાદા ભગવાનની કૃપા દરેક ઉપર સરખી ઊતરશે ? દાદાશ્રી : ના, સરખી નહીં. તમારો ‘દાદા ભગવાન’ પર કેવો ભાવ છે, તેના પર છે. પ્રશ્નકર્તા : મારું વાસણ ધારો કે મોટું હોય તો વધારે પાણી લે ને કોઈ લોટા જેટલું પાણી લે. તો વાસણ ઉપર આધાર રાખે કે ભાવ ઉપર ? દાદાશ્રી : એમાં વાસણની જરૂર નહીં. કશું ના આવડતું હોય તો હું કહ્યું કે, “કશું ના આવડતું હોય તો અહીં બેસી રહે બા, જા પેલા બૂટ સાફ કર્યા કરજે.' જ્ઞાનીના કૃપાપાત્ર થવાનું છે, બીજું કશું કરવાનું નથી. કૃપા પ્રાપ્ત અહંકારેય પુરણ-ગલન થયા કરે. લગ્નમાં જાય ને કોઈ જે જે કરે તો અહંકારનું પુરણ થાય; જે’ જે’ ના કરે તો પાછું ગલન થાય ! ક્રોધ એકદમ નીકળે ત્યારે ૫૦ ડીગ્રીએ હોય. પછી ૪00 થાય, 800 થાય ૨૦૦, ૧૦, ઝીરો થઈ જાય.
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy