SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ આપ્તવાણી-૬ આપ્તવાણી-૬ ૧૯૩ આપવાના ભાવમાં તન્મયાકાર થવાની જરૂર નહીં, ‘સુપરફલ્યુઅસપણે કરવાનું એવું આપ કહેવા માંગો છો ? - દાદાશ્રી : ‘એડજસ્ટમેન્ટ’ બહુ પ્રકારનાં હોય છે. કેટલાંક ‘એડજસ્ટમેન્ટ’ તો લેવા જેવાં જ નથી હોતાં. કેટલાક ‘એડજસ્ટમેન્ટ’ લેવા જેવાં હોય છે, પણ તેના માટે ભાવેય રાખવાની જરૂર નહીં. ‘શું બને છે” એને “જોયા’ કરવું. આટલાથી એક અવતારમાં છુટી જવાશે. થોડું ઘણું દેવું રહેશે તો આવતે ભવ ચૂકતે થઈ જશે. આમાં મન આમળે ના ચઢે એટલું રાખવું. આપણું મન આમળે ચઢે એટલે એ વાત બંધ રાખવી. મન આમળે ચઢે એટલે મહીં પહેલું દુઃખ થાય, ગભરામણ થાય અને પછી બહુ આમળે ચઢે એટલે ચિંતા થાય. માટે મન આમળે ચઢતાં પહેલાં આપણે વાતને બંધ કરી દેવી, આ એનું લેવલ છે. પ્રશ્નકર્તા : આમાં ઘણી વાર શું થાય કે સામા માણસને દુઃખ થાય ને એના મનનું સમાધાન નથી થતું ને ! દાદાશ્રી : સમાધાન તો વરસ દહાડા સુધી ના થાય એને આપણે શું કહીએ ? આપણે મનમાં એવો ભાવ રાખવો કે સામાને સમાધાન થાય એવી વાણી નીકળવી જોઈએ. વાણી જે અવળી નીકળી હોય તેનું આપણે પ્રતિક્રમણ કરવાનું. બાકી આ તો સંસારનો પાર જ ના આવે. આ તો ઊલટું આપણને ઢસડી જાય. સામો તળાવમાં પડ્યો હોય તો તે તને હલું તેમાં લઈ જાય ! આપણે આપણી ‘સેફ સાઈડ' રાખીને કામ લેવું બધું. હવે આ સંસારમાં ઊંડા ઊતરવા જેવું જ નથી. આ તો સંસાર છે ! જ્યાંથી કાપો ત્યાંથી અંધારાની ને અંધારાની જ ‘સ્લાઈસ’ નીકળશે ! આ ડુંગળી કાપે તેની બધી જ ‘સ્લાઈસ’ ડુંગળી જ હોય ને ? કોઈને પ્રતિક્રમણ કરતાં રાગે ના પડતું હોય તો આવતે ભવ ચૂકવાશે. પણ અત્યારે તો આપણે આપણું કરી લેવું. સામાનું સુધારવા જતાં આપણું ના બગડે એ પહેલામાં પહેલું રાખો ! સબ સબકી સમાલો !! પ્રશ્નકર્તા : સંસાર વ્યવહાર કરતાં શુદ્ધ આત્મહેતુ કેવી રીતે જાળવી રાખવો ? દાદાશ્રી : એ જળવાઈ જ રહ્યો છે. તારે જાળવવાની જરૂર ન હોય. ‘તું’ ‘તારી’ જાતને જાળવ ! “ચંદુભાઈ” એની જાતને જાળવે ! પ્રશ્નકર્તા : આવી જાગૃતિ થયા પછી એ પાછી હઠે નહીં ને ? દાદાશ્રી : ના, એ પાછી હઠે નહીં, પણ આ કાળ વિચિત્ર છે. ધૂળ ઉડાડેને તોય જાગૃતિ ઓછી થઈ જાય એવું છે અને જોડે જોડે આ “અક્રમ વિજ્ઞાન” છે, એટલે કે કર્મો ખપાવ્યા સિવાયનું વિજ્ઞાન છે. આ કર્મો ખપાવવા જતાં તમને આ ધૂળ ઉડશે. મને તો વાંધો ના આવે. કારણ કે મને બહુ કર્મો રહ્યાં ના હોય. આપણું આ ‘અક્રમ વિજ્ઞાન' તો બધાં કર્મોને ઉડાડી મૂકે તેવું છે, પણ આપણી તૈયારી જોઈએ. આખી દુનિયાના તોફાનને ઉડાડી મૂકીએ એવું આ વિજ્ઞાન છે. પણ આપણે જો એની જોડે સ્થિર રહીએ તો ! આપણે જો જ્ઞાન જોડે સ્થિરતા પકડીએ તો કોઈ નામ દે એવું નથી. આ તો જાગૃતિનો માર્ગ છે, આપણે જાગૃત રહેવું. સામાને દુઃખ થયું. તેનું પ્રતિક્રમણ કરવાનો આપણી પાસે ઇલાજ છે. બીજું શું કરવાનું? બીજું તો આ દેહ, મન, વાણી બધું ‘વ્યવસ્થિત'ને તાબે છે ! અપ્રતિક્રમણ દોષ, પ્રકૃતિનો કે અંતરાય કર્મનો ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ના થાય એ પ્રકૃતિદોષ છે કે એ અંતરાયકર્મ છે ? દાદાશ્રી : એ પ્રકૃતિદોષ છે. અને આ પ્રકૃતિદોષ બધી જગ્યાએ નથી હોતો. અમુક જગ્યાએ દોષ થાય ને અમુક જગ્યાએ ના થાય. પ્રકૃતિ દોષમાં પ્રતિક્રમણ ના થાય તેનો વાંધો નથી. આપણે તો એટલું જ જોવાનું છે કે આપણો શો ભાવ છે ? બીજું કંઈ આપણે જોવાનું નથી. તમારી ઇચ્છા પ્રતિક્રમણ કરવાની છે ને ? પ્રશ્નકર્તા : હા, પૂરેપૂરી. દાદાશ્રી : તેમ છતાં પ્રતિક્રમણ ના થાય, તો એ પ્રકૃતિદોષ છે.
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy