SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ આપ્તવાણી-૬ આપ્તવાણી-૬ ૧૭૫ પ્રશ્નકર્તા ઃ આવી આવડત કંઈ એકદમ આવડે છે ? દાદાશ્રી : ના, એ તો આવું સાંભળ્યું હોય, તેથી કો'ક ફેરો આવડે. જ્ઞાન સાંભળ્યું હોય તો કામ લાગે. આ મારી રીતે કેમ કરીને હું ‘જગતજીત’ થયો , તે તમને જણાવું છું. છેવટે જગતને જીતવું તો પડશે જ ને ? ડખલ નહીં, “જોયા કરો રહેવું. પ્રશ્નકર્તા : પણ આપણને અન્યાય થતો હોય તો ? દાદાશ્રી : અન્યાય થયો તો માર ખાવને નિરાંતે ! નહીં તોય ક્યાં જશો ? કોર્ટમાં જાવ. વકીલ ખોળી કાઢો, વકીલ મળી આવે છે ને ? પ્રશ્નકર્તા : વકીલ લાવ્યા, તે ડખોડખલ કહેવાય ને ? દાદાશ્રી : પછી વકીલ તમને ટેડકાવશે, ‘અક્કલ વગરના મૂરખ માણસો સાડા દસે આવ્યા ? વહેલા કેમ ના આવ્યા ?” તે પાછો એ ગાળો દેશે. માટે પાંસરા થઈને આપણે આપણું ઝટપટ પતાવી દો ને. - ડખલમાં ઊતરવા જેવું નથી. આ કાળ વિચિત્ર છે. સારું બોલતાં મેં કોઈને જોયો જ નથી. એવું બોલે કે આપણને ‘હેડેક' થાય. આ કંઈ ભાષા કહેવાતી હશે ? પ્રશ્નકર્તા તો આ હિસાબે સારું કહેવું કે ખોટું કહેવું, એ પણ ડખોડખલ થઈ ને ? દાદાશ્રી : કશું બોલવું જ નહીં. એ પૂછે એટલો જ જવાબ આપવો. લાંબી ભાંજગડ ના કરવી. આપણે શી લેવાદેવા ? આનો પાર ના આવે. ચાલતી ગાડીમાં ડખલ ના કરવી. એની મેળે એ ચાલ્યા કરશે. એમાં કંઈ અટકવાનું નથી. પ્રશ્નકર્તા : આ “ઈન્ટરફિયર’ (ડખલ) થયો એમ કહે છે, તે જ ડખલનો અર્થ ? - દાદાશ્રી : “ઇન્ટરફિયર’ તો થવું જ ના જોઈએ. એ ડખલ જ કહેવાય. ડખલ થાય એટલે ડખો થઈ જાય. જે ચાલે છે તેને ચાલવા દેવું પડે. આપણી આ ટ્રેન ચાલતી હોય તેમાં કંઈ ખટક ખટક થતું હોય તો તે ઘડીએ આપણે સાંકળ ખેંચીને બૂમાબૂમ કરવી ? ના, એને ચાલવા જ દેવાની. પ્રશ્નકર્તા : આ જરાક ચું ચું બોલતું હોય તો નીચે પાછા ‘ઓઈલ' પૂરવા જાય. દાદાશ્રી : હા જાય. ડખલ કરવાની જરૂર નથી. શું ચાલે છે તે ‘જોયા કરવાનું. અને અમે જો ડખલ કરીએ તો તો અમારી શી દશા થાય ? જે થાય તે ચાલવા દેવાનું. પ્રશ્નકર્તા : ખોટું હોય તોય ચાલવા દેવું ? દાદાશ્રી : તમે શું ખરું કે ખોટું ચાલવા દેવાના હતા ? માણસોમાં ચલાવવાની શક્તિ જ નથી. આ તો ખોટો અહંકાર કરે છે કે હું ખોટું નહીં જ ચાલવા દઉં, એનાથી ઊલટી વઢવાડો થાય છે, ડખા થાય છે. કોઈનાથી ખોટું થતું હોય તો આપણે એને સમજાવવું, નહીં તો મૌન
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy