SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧] ચીકણી ‘ફાઈલો'માં સમભાવ પ્રશ્નકર્તા : સંસારમાં મોટામાં મોટું કાર્ય, આ ફાઈલોનો ‘સમભાવે નિકાલ' કરવાનું છે, તે છે ને ? દાદાશ્રી : હા, આ ‘ફાઈલો’ની જ ભાંજગડ છે. આ ‘ફાઈલો’થી જ તમે અટક્યા છો. આ ફાઈલોએ જ તમને આંતર્યા છે. બીજું કોઈ આંતરનાર નથી. બીજે બધે વીતરાગ જ છો તમે. પ્રશ્નકર્તા : ભાવ ઘણો હોય છતાં સમભાવે નિકાલ ના થાય, તો શું કરવું ? દાદાશ્રી : હા, તેવું બને પણ તેની જોખમદારી આપણી નથી. આપણે નક્કી એવું રાખવું જોઈએ કે ‘સમભાવે નિકાલ’ ના થાય તોય આપણે આપણો સમભાવે નિકાલ’ કરવાનો ભાવ ફેરવવો નથી જ. મનમાં એવું થવું જોઈએ કે બળ્યું હવે નિકાલ નથી કરવો. મારે ‘સમભાવે નિકાલ’ કરવો જ છે, એવો ભાવ આપણે છોડવો નહીં. ‘સમભાવે નિકાલ’ ના થાય, એ ‘વ્યવસ્થિત’ના તાબાની વાત છે. પ્રશ્નકર્તા : આજે નિકાલ ના થાય તો, કાલે પરમદિવસે થાય જ ને ? દાદાશ્રી : એંસી ટકા તો નિકાલ એની મેળે જ થઈ જાય. આ તો આપ્તવાણી-૬ દસ-પંદર ટકા જ ના થાય. તેય પાછી બહુ ચીકણી હોય તેનું જ. તેમાંય આપણે ગુનેગાર નથી, ‘વ્યવસ્થિત’ ગુનેગાર છે. આપણે તો નક્કી જ કર્યું કે ‘સમભાવે નિકાલ’ કરવો જ છે. આપણા બધા જ પ્રયત્નો સમભાવે નિકાલ' કરવાના હોવા જોઈએ. ૧૫૨ અત્યારે તો દરેકને ચીકણી ફાઈલ હોય. ચીકણી ફાઈલ ના લાવ્યા હોય તો, જ્ઞાની પાસે કંઈ વર્ષોનાં વર્ષો બેસી રહેવાની જરૂર જ ના પડે. પ્રશ્નકર્તા : દાદા, એવું કંઈક કરો કે ફટ દઈને ફાઈલો ઊડી જાય. દાદાશ્રી : એવું છે કે આત્માની જે શક્તિ છે તે જ્યાં સુધી પ્રગટ ના થાય ત્યાં સુધી પૂર્ણકામ ના થાય. હવે હું કરી આપું તો તમારી શક્તિ પ્રગટ થયા વગરની રહે. પ્રગટ તો આપણે જ કરવી જોઈએ ને ? આવરણ તો તોડવું પડે ને ? અને આપણે નક્કી કર્યું કે આ ફાઈલોનો નિકાલ કરવો જ છે, ત્યારથી એ આવરણ તૂટશે. એમાં તમારે કશી મહેનત નથી. ખાલી તમારે તો એવો ભાવ જ કરવાનો છે. સામી ફાઈલ વાંકી થાય તોય આપણે તો ફાઈલનો ‘સમભાવે નિકાલ’ કરવો. આપણે તો આત્માને નિરાલંબ કરવાનો છે. નિરાલંબ ના થાય તો અવલંબન રહી જાય અને અવલંબન રહે ત્યાં સુધી ‘એબ્સોલ્યુટ’ ના થાય ! નિરાલંબ આત્મા એ ‘એબ્સોલ્યુટ’ આત્મા છે. તો ત્યાં સુધી આપણે જવાનું છે. ભલે આ ભવમાં ના જવાય, તેનો વાંધો નથી. આવતે ભવે તો તેવું થઈ જ જવાનું છે, એટલે આ ભવમાં તો આપણે આજ્ઞા પાળીને સમભાવે નિકાલ' જ કરવાનો છે. એ મોટી આજ્ઞા છે અને ચીકણી ફાઈલ, તે કેટલી હોય ? તે કંઈ ઓછી બસેં-પાંચસે હોય છે ? બે-ચાર જ હોય અને ખરી મજા જ ચીકણી ફાઈલ હોય ત્યાં આવે ને ? પ્રશ્નકર્તા : ઘણી વખત ચીકણી ફાઈલનો નિકાલ કરતાં કરતાં ભારે પડી જાય, તાવ આવી જાય ! દાદાશ્રી : એ બધી નિર્બળતા નીકળી જાય છે. જેટલી નિર્બળતા નીકળી એટલું બળવાનપણું આપણામાં ઉત્પન્ન થાય. પહેલાં હતું, તેના કરતાં વધારે બળવાનપણું આપણને લાગે.
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy