SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] અતાદિતો અધ્યાસ પ્રશ્નકર્તા : અમે જ્યારે જ્યારે અમારા વ્યવહારમાં ને વર્તનમાં આવીએ છીએ ત્યારે, ‘હું શુદ્ધાત્મા છું’ કે ‘ચંદુલાલ છું' એની કંઈ જ સમજ પડતી નથી. દાદાશ્રી : એ સમજી લેવાની જરૂર છે. ‘તમે’ ચંદુલાલેય છો ને ‘તમે’ ‘શુદ્ધાત્મા’ય છો ! ‘બાય રીલેટિવ વ્યુપોઇન્ટ’થી તમે ‘ચંદુલાલ’ ને ‘બાય રીયલ વ્યુ પોઈન્ટ’થી તમે ‘શુદ્ધાત્મા’ છો ! ‘રીલેટિવ’ બધું વિનાશી છે. વિનાશી ભાગમાં તમે ચંદુલાલ છો ! વિનાશી વ્યવહાર બધો ચંદુલાલનો છે અને અવિનાશી તમારો છે ! હવે ‘જ્ઞાન' પછી અવિનાશીમાં તમારી જાગૃતિ હોય. સમજવામાં જરા ખામી આવે તો આવી કો'કવાર કો'કને ભૂલ થાય. બધાને થાય નહીં. તમે ચંદુલાલ એક્લા નથી. કોઈ જગ્યાએ તમે સર્વિસ કરતા હો તો તમે એના નોકર છો. તે આપણે નોકર તરીકેની બધી ફરજો પૂરી કરવાની. કોઈ કંઈ કાયમનો નોકર નથી. પ્રશ્નકર્તા : અતિક્રમણ એટલાં બધાં હોય છે કે એક પ્રસંગ પૂરો ના કર્યો હોય, ત્યાં બીજો તૈયાર હોય. ત્યાં આગળ પ્રતિક્રમણનો ઉપયોગ આપ્તવાણી-૬ કરવા જતાં બીજો ફોર્સ એટલો બધો આવે છે કે એને ‘પેન્ડિંગ’માં રાખવું પડે છે. ૧૪૬ દાદાશ્રી : એ તો ઢગલેબંધ આવે. ઢગલેબંધનો સમભાવે નિકાલ કરશો. ત્યાર પછી ધીમે ધીમે એ જોર ઓછું થશે. આ બધું પુદ્ગલ છે, એટલે પુદ્ગલ શું કે પૂરણ જે કરેલું છે તે અત્યારે ગલન થાય છે, તેનો સમભાવે નિકાલ કરો. એટલે આપણે અમુક અપેક્ષાએ ચંદુલાલ છીએ, અમુક અપેક્ષાએ શેઠ પણ છીએ, અમુક અપેક્ષાએ આના સસરા પણ છીએ, પણ તે આપણે આપણી ‘લિમિટ’ જાણીએ કે ના જાણીએ કે કેટલી અપેક્ષાએ હું સસરો છું ? પેલો ચોંટી પડે કે તમે કાયમના આના સસરા છો. ત્યારે આપણે કહીએ ‘ના ભઈ, કાયમનો સસરો તો હોતો હશે ?’ આપણે તો ‘શુદ્ધાત્મા’ છીએ ને ‘ચંદુલાલ’ તો વળગણ છે. પણ અનાદિકાળનો પેલો અધ્યાસ છે, તેથી એ બાજુ ને એ બાજુ જ ખેંચી જાય છે. ડૉકટરે કહ્યું હોય કે જમણા હાથને વાપરશો નહીં, તોય જમણો હાથ થાળીમાં ઘાલી દે ! પણ ‘આ’ જાગૃતિ એવી છે કે તરત જ ખબર પડી જાય કે આ ભૂલ થઈ. આત્મા એ જ જાગૃતિ છે. આત્મા એ જ જ્ઞાન છે. પણ પહેલાંની અજાગૃતિ આવે, એટલે અજાગૃતિનો થોડો વખત માર ખાય. પ્રશ્નકર્તા : આ દીકરો મારો, આ દીકરી મારી એમ થાય, એને પાછું ‘હું શુદ્ધાત્મા છું’ ને ‘આ તો ન હોય મારું, ન હોય મારું' એમેય થાય. દાદાશ્રી : મહીં ગુણાકાર થાય, તેના પાછા ભાગાકાર કરી નાખીએ. મહીં બધા જાત જાતના ‘કારકો’ છે. એક-બે જ નથી. આ તો બધી માયા છે. એટલે એ તો આપણને જાતજાતનું દેખાડે. આ બધાને આપણે ઓળખવા પડશે. આ આપણો હિતેચ્છુ છે, આ દુશ્મન છે, એમ બધાને ઓળખવા પડશે. પ્રશ્નકર્તા : અમારે તો મહીં અવળી-હવળી બધી જ જમાતો ભેગી
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy