SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૬ ૧૦૭ ૧૦૮ આપ્તવાણી-૬ પ્રશ્નકર્તા: ‘મેમરી’ એટલે બુદ્ધિને આધીન કહેવાય ? દાદાશ્રી : “મેમરી’ એટલે આવરણ મોટું હોય, તો એક કલાક સુધી યાદ ના આવે, એ મોટું વાદળ આવેલું હોય ને કોઈ ફેરો પાંચ મિનિટમાં 'ય દેખાઈ જાય, બે મિનિટમાંય દેખાઈ જાય. આવો યાદગીરીનો અનુભવ તમને નથી આવતો ? પ્રશ્નકર્તા : આવે છે. દાદાશ્રી : ઘણી વખત તો કલાકો સુધી ઠેકાણું ના પડે. હવે નિયમ એવો છે કે એકાગ્રતાથી આવરણ તૂટે. જે આવરણ અડધા કલાકનું હોય, તે એકાગ્રતાથી પાંચ મિનિટમાં પતી જાય. પ્રશ્નકર્તા: ‘રીયલ’માં જ ગમે છે, દાદા ! પણ રહેવું પડે બન્નેમાં ને ? અમે નિશ્ચયથી સમજીએ કે બધા નિર્દોષ જ છે, પણ જ્યારે વ્યવહારમાં ઘણી વખત પેલું જોવું પડે ને ? દાદાશ્રી : ના, વ્યવહાર એમ નથી કહેતો કે સામાના દોષ જોવા પડે. વ્યવહારમાં તો “અમે’ રહીએ જ છીએ ને ? છતાં અમને જગત નિર્દોષ જ દેખાયા કરે છે. જગતમાં દોષિત કોઈ છે જ નહીં. દોષિત દેખાય છે એ આપણી જ ભૂલ છે. છતાં આટલી બધી કોર્ટો, વકીલો, સરકાર, બધાં દોષિત જ કહે છે ને ? પ્રશ્નકર્તા : આપણે કેવી રીતે ગણવાનું ? વ્યવહારથી તો દોષિત છે જ ને ? દાદાશ્રી : વ્યવહારથી કોઈ દોષિત નથી. શુદ્ધ વ્યવહારથી કોઈ દોષિત છે જ નહીં. નિશ્ચયથી બધા શુદ્ધાત્મા થયા, એટલે એમને દોષ હોય જ નહીં ને ? અને દોષિત હોત તો મહાવીરને કો'ક દોષિત દેખાત, પણ ભગવાનને કોઈ દોષિત ના દેખાયું. આવડા આવડા માકણ કરડતા હતા, પણ તે દોષિત ના દેખાયા. દોષદર્શન, ઉપયોગથી ! પ્રશ્નકર્તા : યાદ કરીને પાછલા દોષ જોઈ શકાય ? દાદાશ્રી : પાછલા દોષ ઉપયોગથી જ ખરેખર દેખાય. યાદ કરવાથી ના દેખાય. યાદ કરવામાં તો માથું ખંજવાળવું પડે. આવરણ આવે એટલે યાદ કરવું પડે ને ? આ ચંદુભાઈ જોડે ભાંજગડ થઈ હોય તો, આ ચંદુભાઈનું પ્રતિક્રમણ કરે તો ચંદુભાઈ હાજર થઈ જાય જ. એ ઉપયોગ જ મૂકવાનો. આપણા માર્ગમાં યાદ કરવાનું તો કશું છે જ નહીં. યાદ કરવાનું, એ તો ‘મેમરી’ને આધીન છે.
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy