SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ આપ્તવાણી-૪ પરમાત્મા છે, ચેતન છે. છતાંય બીજા એને ગાંઠતા નથી. બીજાં તત્ત્વો કહે છે કે, ‘તું પરમાત્મા છે એમાં અમારે શું ? તું જુદો અને અમે જુદાં!” કાળચક્ર પ્રમાણે... પ્રશ્નકર્તા: આ યુગો સતયુગ, કળિયુગ કેવી રીતે બન્યા ? દાદાશ્રી : આ તો કાળ ચક્ર હોય છે. જેમ આ ગોળ ચક્ર ફરતું ફરતું આમ ઊતરે તેવો આ ઊતરતો કાળ છે. આના પછી પાછો ચઢતો કાળ આવશે. (૧૨) વ્યવસ્થા વ્યવસ્થિતતી ! “વ્યવસ્થિત શક્તિ” ! પ્રશ્નકર્તા : તો પછી પાપી અને પુણ્યશાળીનો શો દોષ ? દાદાશ્રી : કશોય દોષ નથી. ખરેખર પોતે દોષિત છે જ નહીં, પણ પોતે કહે છે કે, “મેં આ કર્યું.’ ખોટું કરે કે સાચું કરે. તોય ‘મેં કર્યું’ એમ કહે છે. તે પોતે સહી કરી આપે છે, તેનું ભોગવવું પડે છે. આ પોતે નથી કરતો. ના કરવું હોય છતાંય કુદરત એને પરાણે કરાવડાવે છે, નૈમિત્તિક ધક્કાથી થાય છે બધું. આ સતયુગ ને બધા યુગ કેવા છે? અત્યારે દહાડે આપણે ચણા લેવા હોય તો થોડા ઘણા મળે, સો મણ બસ્સો મણ ભેગા થાય. પણ રાતે અઢી વાગે જાય તો ? કેટલા ચણા મળે ? તેવું છે. કાળ પ્રમાણે થયા કરે. પ્રશ્નકર્તા : જગત નિયંત્રણ કોઇ શક્તિથી છે, એ જ “વ્યવસ્થિત શક્તિ છે ? સેવામાં સમર્પણતા !? દાદાશ્રી : એ જ વ્યવસ્થિત શક્તિ છે. આ નિયંત્રણ એટલે કેવું છે ? આપણે પાણી ઊંચે ચઢાવવું હોય તો પંપ ચલાવવો પડે, અને પાણી ખાલી કરી નાખવું હોય તો ? તમારે કશું કરવું ના પડે. કોઈ પૂછે કે કેમ આમ ? કારણ કે પાણીનો સ્વભાવ જ છે કે નીચા સ્થાનમાં ચાલ્યા જવું. એવું આ નિયંત્રણ સ્વભાવથી જ થાય છે. પ્રશ્નકર્તા : જગતમાં જે મૂળ તત્ત્વો છે તેના પર તો ‘વ્યવસ્થિત'નો કાબૂ ખરો કે ? દાદાશ્રી : કોઇનોય કોઇની પર કાબૂ છે જ નહીં. બેકાબૂ ટોળું છે આ બધું, બધાય સ્વતંત્ર છે. ‘વ્યવસ્થિત’ તો તમને જાણવા માટે છે, સમજવા માટે છે. બાકી એમને કશાની પડેલી નથી. ‘વ્યવસ્થિત’ તો તમારે મોક્ષના સ્ટેશને જતાં સુધીની ટિકિટ છે. એ ટિકિટ હોય તો તમારાથી આગળ વધાય. કોઇ કોઇના તાબામાં નથી, બધા સ્વતંત્ર છે. એમાં આત્મા પ્રશ્નકર્તા : તો આ જગતને માટે આપણે કંઈ જ કરવાનું રહેતું નથી ? દાદાશ્રી : તમારે કરવાનું હતું જ નહીં, આ તો અહંકાર ઊભો થયેલો છે. આ મનુષ્યો એકલા જ અહંકાર કરે છે કર્તાપણાનો. પ્રશ્નકર્તા : આ બેન ડૉક્ટર છે. એક ગરીબ ‘પેશન્ટ’ આવ્યો, તેના તરફ અનુકંપા થાય છે, સારવાર કરે છે. આપના કહેવા પ્રમાણે તો પછી અનુકંપા કરવાનો કોઇ સવાલ જ નથી રહેતોને ?
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy