SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) આત્મા અને અહંકાર સનાતન ચેતન ! પ્રશ્નકર્તા : ચેતન ક્યાંથી આવ્યું ? એની ઉત્પત્તિ કઇ ? દાદાશ્રી : એની ઉત્પત્તિય નથી ને વ્યયે નથી. આ તો જીવની અવસ્થાઓ છે. અવસ્થાઓ બદલાય છે, વસ્તુ તેની તે જ રહે છે. કુદરત એટલે .... છે. પ્રશ્નકર્તા : કુદરત એટલે શું ? દાદાશ્રી : કુદરત એટલે ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શ્યિલ એવિડન્સ' પ્રશ્નકર્તા : આ વૈજ્ઞાનિક સંયોગિક પુરાવાઓ ભેગા થાય તો એની પાછળ કોઇ શક્તિ તો ખરીને ? દાદાશ્રી : એ જીવંત શક્તિ નથી, એ જડશક્તિ છે. જડ અને ચેતનની ‘મિક્ષ્ચર’ શક્તિ છે. એમાં જડનો વિશેષભાવ થયેલો છે. આમાં આપ્તવાણી-૪ આત્મા તો અનાદિ કાળથી જેમ છે તેમ, તેવો ને તેવો જ રહ્યો છે. કોતો કોતા પર કાબૂ ? ૧૦૦ પ્રશ્નકર્તા : જીવ શરીર ઉપર કાબૂ જમાવે છે કે શરીર જીવ પર કાબૂ જમાવે છે ? દાદાશ્રી : એ જ પ્રશ્ન છેને ? અત્યારે જીવનો આ શરીર પર બિલકુલ કાબૂ નથી. શાથી કાબૂ નથી ? ત્યારે કહે છે કે, ‘એને પોતાને રોંગ બીલિફો બેઠી છે.’ ‘હું ચંદુલાલ છું’ એ જ મોટામાં મોટી ‘રોંગ બીલિફ' છે. પ્રશ્નકર્તા : વ્યવહારિક રીતે તેવું માનવું પડે છે. દાદાશ્રી : વ્યવહારિક રીતે માનો તો વાંધો નથી, પણ તમને કોઇ ગાળ દે તો તેને તમે સ્વીકારો કે નહીં ? તેની અસર તમને થતી નથી ને ? પ્રશ્નકર્તા : થાય છે. દાદાશ્રી : તો તમે વ્યવહારિક રીતે ‘ચંદુલાલ નથી’, ખરી રીતે જ ‘ચંદુલાલ છો’ એવી ‘રોંગ બીલિફ’ બેઠી છે. લોકોએ કહ્યું, ‘ચંદુલાલ’ એટલે તમે પણ એવું માની લીધું. પછી ‘આ બાઇનો ધણી થઉં, આ છોકરાનો બાપ થઉં, હું આમ છું, હું કલેકટર છું, ફલાણો છું.’ એવી કેટલી ‘રોંગ બીલિફો’ છે ? પ્રશ્નકર્તા : ઘણી. દાદાશ્રી : આ ‘રોંગ બીલિફો' બેઠી છે માટે જ દેહનો જીવ પર ‘કંટ્રોલ’ છે. જો ‘રોંગ બીલિફો' નીકળી જાય તો દેહનો જીવ ઉપર બિલકુલ ‘કંટ્રોલ’ નથી રહેતો. આત્મા પોતે અનંત શક્તિવાળો છે, પણ આ ‘રોંગ બીલિફો’ને કારણે ફસાયો છે. એ રોંગ બીલિફો’શેનાથી જાય ? ‘જ્ઞાનીપુરુષ’ ‘રાઇટ બીલિફ' આપે, જેને આપણાં શાસ્ત્રો સમ્યક દર્શન કહે છે તે સમ્યક દર્શન આવે ત્યારે જાય. નહીં તો ‘હું ચંદુલાલ છું’ માનવાથી
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy