SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૨૩૭ ના નીકળે. અમને ટી.વી. જોડે ભાંજગડ નથી. દરેક વસ્તુ જોવાની છૂટ હોય છે. પણ એક બાજુ પાંચ ને દસ મિનિટે ટી.વી. હોય ને એક બાજુ પાંચ ને દસ મિનિટે સત્સંગ હોય, તો શું ગમે ? અગિયાર વાગે પરીક્ષા હોય ને અગિયાર વાગે જમવાનું હોય તો શું કરો ? એવી સમજણ હોવી જોઇએ ! ટાઈમ પાસ કે જીવતર વેડફ્યાં ? (૩૩) લોભની અટકણ આ હિન્દુસ્તાન દેશમાં તો આઠ આના ખોવાઈ ગયા હોય તેના માટે આઠ કલાક જો જો કરતો હોય એવા માણસો છે ! એટલે સહુ સહુની સમજણ પ્રમાણે સમય વાપરે. આ મનુષ્યદેહ મહાપરાણે મળ્યો છે. બહુ કિંમતી છે આ દેહ, પણ જેવી સમજણ હોય એવું એ વાપરી ખાય. સમજણ પ્રમાણે વાપરેને ? આ કરો છો તેને અમે ‘ખોટું છે” એમ નથી કહેતા. ખોટું તો આ દુનિયામાં કશું હોતું જ નથી. પણ એમાં ટાઇમ બગડેને ? ‘વેસ્ટ ઓફ ટાઇમ’ છે. સમજણના અભાવને લઇને કોઇક ફેરો મનુષ્યપણું પ્રાપ્ત થયેલું હોય તેય ખૂંચવાઇ જાય. ને ચાર પગો, છ પગો, આઠ પગો થાય. ભટક, ભટક કરે ને બધો ટાઇમ ધૂળધાણીમાં જાય, વેડફાઇ જાય. પરસતા, ત્યાં લોભ શો ? પ્રશ્નકર્તા ઃ મને લોભની ગાંઠ છે તો શું કરવું? દાદાશ્રી : તમારે બોલવું કે ‘વ્યવસ્થિત'માં જે હો તે ભલે હો ને ના હો તો ભલે હો. લોભથી પ્રાપ્તિ કે ખોટ ?! પ્રશ્નકર્તા : લોભની ગાંઠ ક્યારે ફૂટે ? દાદાશ્રી : ૯૯ ભેગા થાય ત્યારે. કરોડાધિપતિ શેઠિયાઓ હોય છતાંય તેમને લોભ ના હોય એવું બને ખરું ! લોભિયો એકાંગી હોય. એને માનની બહુ ભાંજગડ ના પડી હોય. માનીને તો અપમાન કરે તો ભાંજગડ પડી જાય. અને લોભિયો તો કહે, ‘આજે આપણને તો બસો મલ્યા, છોને એ ગાળો દઇ ગયો !” માન અને ક્રોધ હોય ત્યાં સુધી લોભિયો ના કહેવાય. આ લોભની તો કટેવ પડી ગયેલી હોય છે. લોભીને શરુઆતમાં પાંચ-દસ વર્ષ વધેલું લાગે પણ પછી ખોટ જ આવે. અને જેનું બંધારણ પ્રામાણિક છે તેનું તો કંઇ ખૂટે નહીં. પણ જયારે કુદરત ફરે ત્યારે તો બધાયનું તૂટી જાય. પણ એટલું ખરું કે પ્રામાણિક હોય તેને
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy