SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૨૨૯ ૨૩૦ આપ્તવાણી-૪ એક બહેન આવ્યાં હતાં. તે મને કહે, ‘દાદા, રાત્રે મને મારા ધણીએ એક ધોલ મારી. ત્યારે મેં તેને પૂછયું, ‘તે પછી શું કહ્યું ?” ત્યારે એ બોલી, ‘મેં બીજો ગાલ ધર્યો.’ મેં પૂછયું, ‘તે વખતે તારા મહીં પરિણામ કેવાં હતાં ?” ત્યારે એ બોલી, ‘બિલકુલ શાંત. કોઇ ખરાબ વિચાર નહોતો આવ્યો. આપનું જ્ઞાન હાજર થઇ ગયું.” આનું નામ સંયમ કહેવાય. જગત રડીને માર ખાય અને જ્ઞાની હસીને માર ખાય. ભોગવવું તો પડે જ ને ? સંયમથી જ આત્મશક્તિ પ્રગટે છે. નહીં તેને પૂરો સંયમ કહ્યો. પ્રશ્નકર્તા : મને કોઇ ઠપકો આપે, વઢે કે ગાળ દે ત્યારે હું એ બાજુની બારી જ બંધ કરી દઉં છું, આપણે સાંભળીએ જ નહીં. ભલેને એ બોલ્યા કરે. દાદાશ્રી : આ તો સંયમનો ‘સ્કોપ’ મળ્યો તેનો તમે લાભ ઉઠાવ્યો ના કહેવાય. તમે કોઇને કહો કે, ‘તમે મને વઢો ને હું સંયમ કેળવું.” એવું બને જ નહીં ને ? આ તો કુદરતી કોઇક ફેરો પ્રાપ્ત થાય ત્યારે આપણે કાન બહેરા કરીને ‘હટ, એ તો બોલે, એને કુટેવ પડી છે, જો એમ કરીએ તો શું લાભ ? દુર્ગધ આવતી હોય ને નાક દબાવી રાખીએ એમાં તમે શો સંયમ કર્યો ? અમે તો પહેલાં ઇનામ કાઢેલું કે જેને કોઇને રૂપિયાની જરૂર હોય તે અમને એક ધોલ મારીને પાંચસો રૂપિયા લઇ જાય. આપણને મફતમાં મારવા તૈયાર છે ? અરે, ઇનામ કાઢયું તોય મને કોઇ મારવા ના આવ્યું. લોકો કહે કે, ‘તમને મારીને અમે ક્યાં જઇશું ?” એવું છે. માટે કુદરતી ‘સ્કોપ' મળે એ તો ચૂકશો નહીં. અમારી શક્તિ સંયમના ગુણાકારથી વધેલી. જ્ઞાન થયા પછી તો અમને અનંતા સંયમ પરિણામ રહે. એટલે જે મળ્યું તે બધું ફાયદાકારક, બહારના ઉપસર્ગમાં તો આત્માનો સંયમ જબરજસ્ત રહે. આવો એક વખત સંયમ પાળે તો તેને બે વખત સંયમ પાળવાની શક્તિ ઉત્પન્ન થાય. પછી બેની ચાર ને ચારની સોળ ગણી શક્તિ ઉત્પન્ન થાય, ‘મલ્ટીપ્લીકેશન’નો નિયમ છે. આમાં આત્મા અનંત શક્તિવાળો છે. સંયમમાં આવ્યા કે શક્તિઓ પ્રગટ થતી જાય. સ્વાનુભવ પદ એટલે શું ? આત્મા પ્રાપ્ત કર્યા પછી જેટલો સંયમમાં રહ્યો તેટલું સ્વાનુભવ પદ કહેવાય. જેને એક અંશ થયો તે પછી સર્વાશ થઇ જાય. સંયમધારીને તો ભગવાને પણ વખાણ્યા છે. સંયમધારીના તો દર્શન કરવા જોઇએ, જેણે યમરાજને વશ કર્યા છે ! પ્રશ્નકર્તા : યમરાજને વશ કર્યા એ કેવી રીતે ? દાદાશ્રી : યમરાજ વશ થયા જ્યારે કહેવાય કે જેને મરણનો ભય નથી. સંયમ એ જ પુરુષાર્થ ! સંયમતા સ્કોપનો લાભ ઉઠાવો ! સાચો સંયમ આત્માની હાજરીમાં ઉત્પન્ન થાય. પોતાના સ્વરૂપની પ્રતીતિ બેસે ત્યારથી સાચા સંયમમાં આવે. ત્યાર પછી જ પોતાના દોષો દેખાય, અને તેનાં પ્રતિક્રમણ કરે, એ સાચો સંયમ. સંયમને જ પુરુષાર્થ કહ્યો છે. પુરુષ થયા પછી, આત્મા જાણ્યા પછી પુરુષાર્થ થાય. સંયમ પુરુષને લાગુ થાય છે. બાકી પ્રકૃતિને લાગુ થતો નથી. પ્રકૃતિ ઉદયકર્મને આધીન છે, ત્યાં સંયમ કેવો ? આત્મા પ્રગટ થયો ત્યારથી જ ખરા સંયમ સ્વરૂપમાં આવ્યો કહેવાય. બાકી આ લૌકિક સંયમમાં તો વ્યવહારની કોઇએ કહ્યું કે, ‘ચંદુભાઇએ આ બધું બગાડયું.’ તે ઘડીએ મહીં પરિણામ આપણાં બદલાઇ જાય. પણ ‘આ ખોટું થઇ રહ્યું છે.” એમ ‘જાણવું' તેને અર્ધસંયમ કહ્યો, અને એવાં પરિણામ મહીં ઊભાં થાય જ
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy