SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ આપ્તવાણી-૪ (૨૫) I & My હું કેવી રીતે છૂટું પડે ? અમે લોનાવલા ગયા ત્યારે એક જર્મન ‘કપલ’ ભેગું થયું હતું. શું નામ હતું એમનું ? પ્રશ્નકર્તા : સુસાન અને લોઇડ. દાદાશ્રી : તેમને મેં પૂછયું કે, ‘તમારે’ ‘I' માં ડૂબવું છે કે “My માં ડૂબવું છે ? આ 'I' અને “My' નાં તલાવડાં છે. તેમાંથી 'T' માં ડૂબેલો કોઇ દહાડો મરેલો નહીં અને ‘My' માં ડુબેલો કોઇ દહાડો જીવેલો નહીં.” ત્યારે એમણે કહેલું કે, “અમારે તો ફરી કોઇ દહાડો ના મરાય એવું થવું છે.' ત્યારે એમને અમે સમજાવ્યું કે, ધેર ઇઝ નો વરી ઈન આઈ.” ડોન્ટ વરી ફોર “મા”. “આઈ ઇઝ ઈમ્પોર્ટલ, “મા” ઇઝ મોર્ટલ. માટે સેપરેટ “આઈ” એન્ડ “માય ”! (There is no worry in T. Don't worry for 'My'. T is immortal, My' is mortal.' Hiè Seperate T and 'My'!) અડધા કલાકમાં તો એ સમજી ગયાં ને ખુશ થઇ ગયાં. પ્રશ્નકર્તા : પણ ‘હું' કેવી રીતે જુદો સમજાય ? દાદાશ્રી : તમારું નામ શું ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : તમે કોણ છો ? પ્રશ્નકર્તા : ચંદુભાઇ. દાદાશ્રી : “આઈ એમ ચંદુભાઈ” અને “માય નેમ ઇઝ ચંદુભાઈ', એટલે આ બેમાં વિરોધાભાસ નથી લાગતો ? ‘આ ચંદુભાઇ તો હું જ છું” એમ બોલો, ત્યારે આ હાથ હઉ તમે છો ? પ્રશ્નકર્તા : ના, હાથ તો મારા છે. દાદાશ્રી : જુઓ, આ તમે જેને 'I' માની બેઠા છો, એમાંથી પહેલું નામ બાદ કરો. પછી બહારની જે જે વસ્તુઓ ખુલ્લી જુદી જ દેખાય છે. તે બાદ કરો. આ નામ આપણાથી જુદું છે એ અનુભવમાં આવે છે ? જયાં જયાં 'My' આવે તે બધી બાદ કરવા જેવી ચીજ. I' અને 'My' બે જુદા જ હોય ; એ કોઇ એકાકાર થાય નહીં. ‘નામ’ બાદ કર્યા પછી This is my hand, This is my body, My eyes, My ears, BAL બધા અવયવો બાદ કરતા જાઓ. સ્થૂળ બધું બાદ કર્યા પછી My mind, My intellect, My ચિત્ત, My egoism બધું બાદ કરી નાખો. MyMy બધું બાદ કરી નાખો એટલે બાકી જે રહે છે એ જ ચેતન છે. એ ચેતન સિવાય કંઇ જ રહેવું ના જોઇએ. ‘My' એ પણ બધું જ પુદગલ છે, પરંભાયું છે. 'T' & 'My' complete જુદાં જ છે. 'My is temporary adjustment and T is permenant adjustment. પ્રશ્નકર્તા : 'My' ને કાઢવા શું કરવું જોઇએ ? દાદાશ્રી : તમને હું કરવાનો રસ્તો બતાડું, પણ તમારાથી થશે નહીં. આ complex છે ને કાળ વિચિત્ર છે. એટલે તમારે મારી હેલ્પ લેવી પડશે. 'T' અને 'My' માં તમે બધું જ બાદ નહીં કરી શકો. દૃષ્ટિગમ્ય
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy