SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ દાદાશ્રી : જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયાથી ધર્મ થાય. પ્રશ્નકર્તા : ધર્મનું સાધન શું ? ધર્મ કોને કહેવાય ? દાદાશ્રી : ધર્મનું સાધન ઉપાદાન જાગૃત જોઇએ અને ધર્મ કોને કહેવાય ? પોતાના કષાય ઘટી જાય તો જાણવું કે ધર્મ ઉત્પન્ન થયો. કષાય ઘટે તો જાણવું કે ધર્મ થયો. પ્રશ્નકર્તા : કઇ રીતે ધર્મમાં સ્થિર થવાય ? થાય. ૨૦૧ થાય. દાદાશ્રી : ઉપાદાન જાગૃત કરવાથી સ્થિર થવાય. પ્રશ્નકર્તા : મોક્ષનો સરળ ઉપાય શો ? દાદાશ્રી : કષાય રહિત ‘જ્ઞાની પુરુષ’ની સેવાથી મોક્ષમાર્ગ સરળ પ્રશ્નકર્તા : કયા કયા સાધનથી મોક્ષ થાય ? દાદાશ્રી : જ્ઞાનથી મોક્ષ થાય. સજ્ઞાનથી, આત્મજ્ઞાનથી મોક્ષ મોક્ષ - પોતે પોતાનું ભાત થયે ! પ્રશ્નકર્તા : જયાં સુધી અંતરથી, મહીંથી આત્માની પ્રતીતિ ના થાય ત્યાં સુધી આત્માને ઉપકારક શું ? આત્માને સમજણ થઇ કે આ મન, વચન, કાયા અને સર્વ પદાર્થોથી આત્મા ભિન્ન છે, તેમ જ સંસારી કાર્યોનું કર્તા-ભોક્તાપણું છૂટે નહીં, ત્યાં સુધી ધર્મમાં પ્રવૃતિ અર્થેનું શું કાર્ય કરવ ુયોગ્ય છે ? દાદાશ્રી : ‘જ્ઞાની’ની જો પ્રતીતિ થઇ તો આત્માની પ્રતીતિ થયા વગર રહે જ નહીં. આત્માની પ્રતીતિ થયા પછી, તેનું લક્ષ બેઠા પછી સંસારીકાર્યોનું કર્તા-ભોક્તાપણું છૂટી જ જાય છે. સંસારી કાર્યો તો એની મેળે થયા જ કરે છે. આપ્તવાણી-૪ પ્રશ્નકર્તા : વ્યવહારમાં રહેવું ને મોક્ષમાર્ગે જવું એ બંને વાત વર્તમાન પરિસ્થિતિમાં સાથે બને એ સંભવ લાગતું નથી. ૨૦૨ દાદાશ્રી : સંભવ નહીં, પણ અનુભવમાં આવે એવી વાત છે. જયારે તમને અનુભવમાં આવશે ત્યારે સમજાશે. આમ સંભવ ના લાગે, પણ અનુભવમાં આવે એવી વાત છે. કારણ કે બે વસ્તુ જુદી હોય ને જુદી વસ્તુ હોય તેનું જુદાપણું વર્તાય. લોકોને તો એમ જ લાગે છે કે આત્મા તે જ ‘હું છું.’ આને આત્મા કહે તે ખોટું છે. અત્યારે ‘હું છું’ કહે છે તે ‘મીકેનિકલ’ આત્મા છે. જે દરઅસલ આત્મા છે એ તો આનાથી જુદો છે. એ તો અમે જયારે ‘દરઅસલ આત્મા’નું ભાન કરાવીએ ત્યારે એનું ‘તમને’ ભાન થાય. ત્યારે ‘હું’ દરઅસલ આત્મામાં ‘ફીટ’ થાય. વસ્તુત્વનું ભાન થયા પછી ‘હું’ મૂળ અસ્તિત્વમાં ‘ફીટ’ થઇ જાય. આત્માનું અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ છે. અસ્તિત્વનું ભાન તો બધાને છે, પણ વસ્તુત્વનું ભાન નથી, તે અમે વસ્તુત્વનું ભાન કરાવીએ એટલે ‘પોતે’ ‘પોતાના’માં ‘ફીટ’ થઈ જાય પછી પૂર્ણત્વ થયા કરે. એટલે ‘પોતે’ ‘પોતાના’ સ્વભાવમાં અને પુદ્ગલ એનાં સ્વભાવમાં રહે, પ્રકૃતિ પ્રકૃતિના સ્વભાવમાં ને પુરુષ પુરુષના સ્વભાવમાં રહે ! બેઉ જુદી વાત છે, એટલે પછી જુદેજુદું વર્તે ! ‘જ્ઞાની પુરુષ’માં અનંત પ્રકારની સિદ્ધિઓ હોય છે તેથી આમ બની શકે છે. એમનામાં તો બહુ પ્રકારની સિદ્ધિઓ હોય, ગજબની સિદ્ધિઓ હોય. કારણ કે જેને કોઇ અપેક્ષા ના હોય તેને બહુ પ્રકારની સિદ્ધિઓ હોય. પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગમાં વ્યવહાર નડે તો ખરોને ? દાદાશ્રી : હકીકત સ્વરૂપમાં એવું કહેવા માગીએ છીએ કે જો વ્યવહાર નડતો હોય તો આ સાધુઓ, સંન્યાસીઓ, આચાર્યોએ વ્યવહાર છોડયો છે માટે હવે એમનો ઉકેલ થઇ જવો જોઇએ એવો અર્થ થયો. પણ એમ બનતું નથી. હકીકતમાં મોક્ષ માટે વ્યવહારનો વાંધો નથી. મોક્ષ માટે વ્યવહાર નડતો નથી, અજ્ઞાન એકલું જ નડે છે. ‘જ્ઞાની પુરુષ’ એવું સચોટ જ્ઞાન આપે છે કે તુર્ત જ વર્તનમાં આવે. જે જ્ઞાન ક્રિયાકારી હોય
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy