SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૧૯૭ ૧૯૮ આપ્તવાણી-૪ છે, એને મોક્ષદાતા “જ્ઞાની પુરુષ'ની તો ઓળખાણ તરત પડી જાય. પણ જેને બીજી-ત્રીજી ઇચ્છાઓ છે; માનની, કીર્તિની, શિષ્યોની તેને ‘જ્ઞાની પુરુષ” ઓળખાય નહીં. કારણ કે મહીં વચ્ચે પડળ હોય તેમને ! ‘જ્ઞાની પુરુષ' તો બહુ સરળ હોય. સહેજે ઓળખાઈ જાય. જુએ કે ‘કપડાં આમ કેમ પહેરતા હશે ?” ત્યાંથી પછી અવળું હૈયું ! મોક્ષ છે, પણ સ્વભાવ પ્રાપ્ત કરવા માટે કંઇક ઉપાય કરવો પડે ને ? તમે છો મોક્ષ સ્વરૂપ, પણ અત્યારે તમે મોક્ષ સુખ ભોગવતા નથી, કારણ કે તેનું તમને ભાન નથી. મોક્ષ માટે તમારે કંઇ કોઇ જગ્યાએ જવાનું નથી. સર્વ દુઃખથી મુક્તિ એ પહેલો મોક્ષ અને પછી સંસારથી મુક્તિ એ બીજો મોક્ષ ! પહેલો મોક્ષ થાય એટલે બીજો મોક્ષ સામે આવે. પહેલી મુક્તિ ‘કોઝીઝ' રૂપે છે ને બીજી ‘ઇફેક્ટ’ રૂપે છે. ‘કોઝીઝ'થી મુક્તિ થયા પછી છોકરાં પૈણાવાય, બધુંય થાય, એમાંય મુક્તભાવ હોય અને ‘ઇફેક્ટ'- મોક્ષ અત્યારે થાય તેમ નથી. ‘કોઝીઝ’ મોક્ષમાં હું પોતે રહું છું ને બધાં જ કાર્યો થાય છે. જે દેહે મુક્તપણાનું ભાન થાય ત્યાર પછી એકાદ દેહ બાકી રહે. અઘરો, મોક્ષમાર્ગ કે સંસારમાર્ગ? આત્મા અબંધ, કઈ અપેક્ષાએ ? પ્રશ્નકર્તા : આત્મા અબંધ કહે છે, તો મોક્ષ કોનો ? દાદાશ્રી : આત્મા વિશે તો ‘જ્ઞાનીઓની ભાષા સમજી જાય તો ઉકેલ આવે. લોકોની ભાષામાં અબંધ જુદું છે ને “જ્ઞાનીઓની ભાષામાં એ જુદું છે. જો સર્વજ્ઞની ભાષામાં અબંધ સમજી જાય તો તે પદ પ્રાપ્ત થાય એવું છે. સર્વજ્ઞની ભાષામાં તો આત્મા અબંધ જ છે, નિરંતર મોક્ષ સ્વરૂપ જ છે. કયારેય એ બંધાયો જ નથી. આ સર્વશની ભાષા છે. ‘જેમ છે તેમ’ ‘ફેક્ટ' છે. જો જરા પણ શંકા રહે કે પોતે હજી બંધાયેલો છે તો તેને તરત જ ચોંટે. પોતે નિબંધ જ છે એ નિઃશંક છે. મોક્ષ કોનો ? મોક્ષમાર્ગ અઘરો ના હોય, સંસારમાર્ગ અઘરો હોય. એક મોટી ટાંકી ભરીને પાણી ઉકાળવું હોય તો તેમાં કેટલી કેટલી વસ્તુઓની જરૂર પડે? એને ઉકાળતાં કેટલી બધી મહેનત લાગે ? અને એને પછી ઠંડું કરવું હોય તો શું કરવું ? હવે ત્યાં વિકલ્પ કરે કે, “કેમ કરીને ઠંડું થશે', તો ? આપણે જ્ઞાની હોઇએ એટલે પેલાને કહીએ કે, “દેવતા હોલવીને નિરાંતે સૂઇ જા.' પેલો વિચાર કરે કે પાણીને ગરમ કરતાં આટલી બધી વાર લાગી તે જલદી ઠંડું શી રીતે થશે ? પણ પાણીનો સ્વભાવ જ ઠંડો છે, એટલે એની મેળે ઠંડું થઇ જશે. પાણીને ગરમ કરવું એટલે એને સંસાર સ્વભાવમાં લાવવું. ‘પોતે પોતાના સ્વભાવમાં આવવું એનું નામ મોક્ષ ને વિભાવમાં જવું એનું નામ સંસાર. આ ભેદજ્ઞાન કરાવવા ‘જ્ઞાની’ મળવા જોઇએ તો જ કામ થાય, નહીં તો કરોડ અવતારેય ઠેકાણું પડે તેમ નથી, પ્રશ્નકર્તા : મૃત્યુ, મુક્તિ અને મોક્ષ આ ત્રણેયમાં કેવી રીતે ભેદ પડાય ? દાદાશ્રી : ‘તમે જો ખરેખર ચંદુભાઇ છો તો મૃત્યુ પામવાના છો અને ‘તમે જો શિવ છો તો મુક્તિ થયેલી છે અને મુક્તિ થઇ તો તેનું ફળ મોક્ષ આવે. અહીં મુક્તિ થઇ જવી જોઈએ. મારી મુક્તિ થયેલી છે. સાયો મુમુક્ષુ કેવો હોય ? શાસ્ત્રકારોએ ચોખે ચોખ્ખું કહ્યું છે કે મુમુક્ષુ મહાત્મા તરત ‘જ્ઞાની પુરુષ'ને ઓળખી લે તો જ એ સાચો મુમુક્ષુ. જેને કેવળ મોક્ષની જ ઇચ્છા
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy