SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૧૭૩ ૧૭૮ આપ્તવાણી-૪ ધર્મ કરવાનું નથી કહ્યું. ઊણોદરીથી ‘ડોઝિંગ’ ના થાય. ઉણોદરી સારામાં સારી વસ્તુ છે. ખોરાકના ચાર ભાગ પાડી દેવાના. બે ભાગ રોટલીશાકના, એક ભાગ પાણી અને એક ભાગ ખુલ્લો રહેવા દેજો વાયુ સંચાર માટે. નહીં તો જાગૃતિ ખલાસ થઇ જશે. જાગૃતિ ચૂકાય નહીં એનું નામ ઊણોદરી. ઉપવાસ તો અહીં બહુ ભરાવો થયો હોય, શરીર બગડયું હોય તો કરજો. એ ફરજિયાત નથી. ‘ઉપવાસ', છતાં કષાય ? પ્રશ્નકર્તા : જે દહાડે ઉપવાસ કરું તે દહાડે સવારમાં ઊઠું ત્યારથી ‘કોઇ મારું કામ કરી આપે તો સારું’ એમ થયા કરે છે. દાદાશ્રી : એવું ભિખારીપણું કરવા કરતાં તપ ના કરવું સારું. ભગવાને એવું નથી કહ્યું કે સ્વાશ્રયી બનવા કરતાં પરાશ્રયી બનો. પ્રશ્નકર્તા : ઉપવાસ કર્યો હોય ત્યારે કોઇ ચીજ ખાવાનું મન વર્તતું હોય ત્યારે થાય કે આજે તો મારે ઉપવાસ છે, પણ ‘ભાવતી વસ્તુ રાખી મૂકજો, કાલે ખાઇશું તો એનો દોષ લાગતો હશે કે નહીં ? દાદાશ્રી : આના કરતાં તો ખાનાર હોય છે તે ખાઇને છૂટે છે ! ને ના ખાનારો બંધાય છે, આને બંધન નામનો દોષ લાગે. પેલો ખાય છે ને બંધાતો નથી. એ તો ખાય છે ને પછી એને ભૂલી જાય છે. ‘કાલે ખઈશ’વાળો ખાતો નથી છતાં એમાં ચોંટી રહે છે, તેથી એ બંધનમાં આવ્યો. એટલે આ જૂઠાણું જયારે ઉદયમાં આવશે ત્યારે એ ચાર પગમાં હશે ! આનું નામ જ- ધર્મમાં ગાંડપણ પેસી ગયું છે ને ? અલ્યા, આ તો બહુ મોટી જવાબદારી લીધી કહેવાય. ‘કાલે ખઇશ” કહે એટલે રાત્રે પાંજરું યાદ આવે, ‘પાંજરામાં મૂક્યું છે તે કાલે ખઇશું’ એ ધ્યાન રહ્યા કરે. હવે આ ધ્યાન શું ના કરે ? બે પગ ચાર પગ કરી આપે. બે પગથી પડી જવાતું હોય તેને બદલે ચાર પગ થાય, તે પડી તો ના જવાયને પછી ?! તો ઉપવાસ ના કરીશ ને ઉપવાસ કરવો હોય તો કષાય ના કરીશ. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થયા સિવાયનો ઉપવાસ કરવો જોઇએ. ત્યારે જે દહાડે ઉપવાસ ના હોય તે દહાડે જો ખાવાનું બે વાગ્યા સુધી ના મળે તો બૂમાબૂમ કરી મૂકે, ભમરડો ઉછળ ઉછળ કરે, અને બૂમો પાડયા કરે કે આ ગામ જ એવું છે કે અહીં હોટલ જ નથી ! ખરી રીતે, ખરું ટાણું તે જગ્યાએ સાચવી લેવાનું છે. અલ્યા, આજે વીતરાગનો કહેલો ઉપવાસ કરને તો મન ઉછાળે ચઢતું બંધ થશે. અને લગ્નમાં સારું સારું ખાવાપીવાનું હોય ત્યારે “આજે મારે ઉપવાસ છે.’ કહીને ઊભો રહેશે ! આવું લોક થઇ ગયું છે !! આ તો કશું ભાન જ નથી લોકોને કે કયા સંજોગોમાં ઉપવાસ કરવો. જયારે ખાવાનું ના મળે કે ભાવતું ના મળે તો તપ તપજે. આ તો જમવાનું એને ટાઇમે હાજર થાય એવું છે. અને જયારે ના મળે ત્યારે સમજી જાને કે આજે ઠેકાણું પડે એવું લાગતું નથી માટે આજે ઉપવાસ. પણ આ તો શેઠ શું કરશે કે ભૂખ લાગી એટલે લક્ષ્મી લોજ જોઇને ઉપર ચઢશે અને કહેશે કે, “આ તો ગંદી છે, આ લોક તો ગંદા દેખાય છે' તે શેઠ નીચે ઊતરી જાય ને કષાય કરે. ખાણું-પીણું બધા મસાલા તમારા માટે તૈયાર છે, લોક કંટાળી જાય એટલી સામગ્રી છે. પણ શાથી ભેગું થતું નથી ? કારણ કે અંતરાય લાવ્યો છે. બત્રીસ-બત્રીસ ભાતનું ભોજન ભેગું થાય એવું છે. પણ આમને તો ચોખ્ખું ઘી નાખેલી ખીચડી ભેગી ના થાય કારણ કે અંતરાય લાવ્યા છે. કષાય કરવાનું ભગવાને ના કહ્યું છે. તપ કરતાં કષાય કરવા તેના કરતાં તપ ના કરવાં તે સારાં. કષાયની કિંમત બહુ જ છે. તપમાં જેટલો નફો છે તેના કરતાં કષાયની ખોટ વધારે છે. આ વીતરાગોનો ધર્મ લાભાલાભવાળો છે. એટલે સો ટકા લાભ હોય ને અઠ્ઠાણું ટકા ખોટ હોય તો બે ટકા આપણે ઘેર રહ્યા, એમ માનીને ધંધો કરવાનો છે. પણ કષાયથી બધું આખું બળીને ભસ્મીભૂત થાય છે, કષાય બધું જ ખાઇ જાય છે. કેવી રીતે ખાઇ જાય છે ? પેલો આંધળો માણસ દોરડું વણતો હોય અને પાછળ વાછરડો ચાવ્યા કરે તેના જેવું છે. આંધળો જાણે કે દોરડું લંબાયા કરે છે ને વાછરડો દોરડું ચાવી જાય. એવું બધું આ અજ્ઞાનક્રિયાનું ફળ છે. એક ફેરો સમજીને કરે તો કામ થાય. અનંત અવતારથી આવું ને આવું જ કર્યું આ તો ઉપવાસ કરે ને જોડે કષાય પણ કરે. કષાય કરવા હોય
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy