SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯૪ કર્મસહિત હોય તે જીવ. કર્મરહિત હોય તે આત્મા. ૧૩૯૫ સારા કર્મે ય ભ્રાંતિ છે ને ખોટા કર્મે ય ભ્રાંતિ છે. પણ તેથી કરીને સારાં કર્મ છોડવાનું હું નથી કહેતો. ખોટામાંથી સારામાં જાય છે એ સારી વાત છે. પણ તો યે ભ્રાંતિ જતી નથી. ભ્રાંતિ ગયા પછી સાચા ધર્મની શરૂઆત થાય છે. ૧૩૯૬ પુષ્ય ને પાપ જ્યાં છે ત્યાં સાચો ધર્મ જ નથી. પુણ્ય-પાપથી રહિત સાચો ધર્મ છે. જ્યાં પુણ્ય-પાપને હેય ગણવામાં આવે છે અને ઉપાદેયને પોતાનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યાં સાચો ધર્મ છે ! ૧૩૯૭ ભગવાને ધર્મ શાને કહ્યો છે ? ત્યાગને ધર્મ નથી કહ્યો. કષાયરહિત થવું એને ધર્મ કહ્યો છે અગર મંદકષાયને ધર્મ કહ્યો છે. બસ, આ બે જ વસ્તુને ધર્મ કહ્યો છે. ૧૩૯૮ સર્વ દુઃખોથી મુક્તિ થાય, તેનું નામ યથાર્થ ધર્મ. અહંકાર જાય, “રોંગ બિલિફો’ જાય તે યથાર્થ ધર્મ. “રોંગ બિલિફો’ સાથે યથાર્થ ધર્મ ના હોય. ૧૩૯૯ જ્યાં સુધી ‘ઈગોઈઝમ' છે, ત્યાં સુધી સાચો ધર્મ જ કેવી રીતે થાય ? ૧૪00 ‘ઈગોઈઝમ' જ અધર્મ છે અને ‘ઈગોઈઝમ' નથી તે જ ધર્મ છે. પ્રત્યક્ષ “જ્ઞાનીની હાજરી સિવાય “ઈગોઈઝમ ઘટે તેમ જ નથી. ૧૪૦૧ ધર્મ તો તેનું નામ કહેવાય કે જે ધર્મ થઈને પરિણમે. ધર્મ થઈને પરિણમે એ કોને કહેવાય ? સામો ગાળ ભાંડે તે ઘડીએ ધર્મ મદદ કરે. આપણને જરા ય કશું ના થવા દે. ૧૪૦૨ કોઈએ ગાળ ભાંડી તો તે શું અવ્યવહાર છે ? વ્યવહાર છે. જ્ઞાની' તો કોઈ ગાળ ભાંડે તો પોતે રાજી થાય કે બંધનથી મુકિત થયા, જયારે અજ્ઞાની ધક્કા મારે. ૧૪૦૩ ઉદયકર્મમાં રાગ-દ્વેષ ના કરવા, એનું નામ ધર્મ. ૧૪૦૪ ઉદયમાં જોડાય નહીં એ “જ્ઞાની” કહેવાય. અજ્ઞાની ઉદયમાં જોડાયા વગર રહી શકે જ નહીં. ૧૪૦૫ આ પાંચ ઇન્દ્રિયોથી દેખાય તે ઉદયાધીન છે. આ પાંચ ઇન્દ્રિયોની ક્ષયોપશમ શક્તિ જ ઉદયાધીન છે, તો પછી એ દેખે તે તો ઉદયાધીન જ હોય ને ! ૧૪૦૬ ઉદય તો દરેકના બદલાય. ઉદયમાં સમતા ભાવે રહેવું તે જ્ઞાનીઓની ફરજ. ૧૪૦૭ ઉદયકર્મ સ્વપરિણામી છે. એટલે ઉદયકર્મ કરે તે ખરું. તેમાં તું આડો ના થઈશ. ઉદયકર્મ એટલે જ ફળ આપવા સન્મુખ થયેલી વસ્તુ. એમાં ડખો કર્યા વગર રહે ને ! ૧૪૦૮ ઉદયના ‘જ્ઞાતા' થયા એટલે ઉકેલ આવે ને ઉદયના ‘ભોક્તા’ થયા એટલે માર પડે. હકીકતમાં ઉદય “પોતાનો' હોતો જ નથી. ૧૪૦૯ જેને ઉદયકર્મનો ગર્વ ગયો, તેણે આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય. ૧૪૧૦ અહંકારને પોતાની આંખ ના હોય. એ કો'ક દા'ડો બુદ્ધિની આંખથી જુએ. બાકી, આંધળાનો સંગ કરવાથી શું થાય ? ૧૪૧૧ બે વસ્તુના આધારે આ જગતમાં મનુષ્યો જીવે છે : એક સ્વરૂપનો આધાર, બીજો અહંકારનો આધાર. ૧૪૧૨ આધાર-આધારીના સંબંધના આધારે આ જગત ઊભું રહ્યું છે. આધાર ખસેડે તો આધારી છૂટે. ૧૪૧૩ “અહમ્'થી સંસાર જાગ્યો છે ને “અહમ્' વિલય થાય તો મુક્ત જ છે. “અહમ્' શેના આધારે ઊભો રહ્યો છે ?
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy