SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધાત્મા, એ જ પરમાત્મા ! ૧૩૮૪ ભગવાનનું નામ ક્યારે યાદ આવે? જ્યારે આપણને એમના તરફથી કંઈક લાભ થાય, એમના પર પ્રેમ આવે ત્યારે ! ૧૩૮૫ ખુદા ઓળખાય ત્યારે ‘આપખુદી' જાય ! ૧૩૮૬ ખુદાને ઓળખવા પડશે. ખુદાને ઓળખ્યા સિવાય અલ્લા મળે નહીં. ખુદાઈ સત્તા પ્રાપ્ત થવી જોઈએ. ખુદાઈ સત્તા તો નર્યું સુખનું ધામ છે. ત્યાં કંઈ દુઃખ ના હોય. ગાળ ભાંડે તો ય સુખ પડે ! ૧૩૮૭ “ભગવાન” અને “પરમાત્મા” બે શબ્દ બોલાય છે. મુસ્લિમો કે “ખુદા” અને “અલ્લાહ' એમ બે શબ્દ બોલે છે. અલ્લાહ એ પરમાત્માની જગ્યાએ છે ને ખુદા એ ભગવાનની જગ્યાએ લેશે, તેને કુદરત માફ કરશે. ભગવાન કે જે કંઈ જ કરતો નથી, તેને ભગવાન કરે છે, તેમ કહેનારને બહુ મોટી જોખમદારી છે ! ૧૩૭૬ ભગવાન કર્યા હોય તો એનો ક્યારે પાર આવે ?! ભગવાન બનાવનારો ને આપણે બન્યા (!) આપણે એનાં રમકડાં એટલે થઈ ગયું કલ્યાણ (!) આપણો મોક્ષ પછી ક્યારે થાય? કોઈ તમારો ઉપરી નથી, કોઈ તમારો “અન્ડરહેન્ડ' નથી ! ૧૩૭૭ કોઈ બાપો ય તારો ઉપરી નથી ! તો ય લોકો વીલું મોટું લઈને ફરે કે મારું લઈ લેશે ! અલ્યા, આખા બ્રહ્માંડનો તું માલિક છે. તારું કોણ લઈ લેવાનું છે ? ૧૩૭૮ “અક્રમ વિજ્ઞાન એવું છે કે પરમાત્મા પણ પૂછનાર નથી ! ૧૩૭૯ તમારે “અંડરહેન્ડ'ની ટેવ છે એટલે તમને ઉપરી મળે છે. નહીં તો તમારો કોઈ ઉપરી નથી કે તમારો કોઈ ‘અંડરહેન્ડ' પણ નથી, એવું આ “વર્લ્ડ” છે. ૧૩૮૦ “અંડરહેન્ડ ને કોઈ દહાડો જે ટૈડકાવતો ના હોય, તેને વર્લ્ડમાં કોઈ “બોસ' જ ના હોય ! ૧૩૮૧ ભગવાનના ઉપરી થયેલા એ ફાવેલા અને બૈરાના ઉપરી થયેલા એ માર ખાઈને મરી ગયેલા. ૧૩૮૨ આ લોકોને ભગવાનની શોધખોળની કિંમત જ નથી. આમાં ઊંડા ઊતર્યા જ નથી. પૈસા કમાવવાએ તેમાં જ ઊંડા ઊતર્યા છે. જોગ્રોફી જુએ, કયા બંદરે ઊતરીશું?પછી “કેન્ટિન’ મળશે કે કેમ ? એ બધાંની તપાસ કરે. પણ ભગવાન તો સસ્તો (!) એની ‘નો વેલ્યુ' ! એની જ તપાસ નહીં કરવાની ! ૧૩૮૩ ભગવાન જીવમાત્રની અંદર બેઠેલા છે, ચેતનરૂપે. એનું ભાન જ નથી. એ ચેતન એ જ પરમેશ્વર છે ! “શુદ્ધ ચેતન” એટલે ૧૩૮૮ જેને ભગવાનમાં નિષ્ઠા બેઠી એ બ્રહ્મનિષ્ઠ. ૧૩૮૯ મોક્ષે જનારો કેવો હોય ? પોતાનું જ સુખ ભોગવે. ૧૩૯૦ “હું કોણ છું' એ જાણીએ ત્યારે આત્મલક્ષી થવાય. ૧૩૯૧ આત્મા જાણ્યા સિવાય સ્વસત્તા ઉત્પન્ન થાય નહીં. ૧૩૯૨ લગ્નના, વ્યવહારના પ્રસંગો પતાવવાના છે, તે તમે ય પતાવો છો ને “ય પતાવું છું. તમે તન્મયાકાર થઈને પતાવો છો ને હું' છૂટો રહીને પતાવું છું. ખાલી ભૂમિકા જ ફેરવવાની ૧૩૯૩ ભગવાન અવતાર લે છે એમ કહે છે તે ખોટું છે. છેલ્લા બે ત્રણ અવતાર બાકી હોય ત્યારથી અવતારી કહેવાય છે. કર્મ કરવાનું ભગવાનનું ગજું જ નથી ! મનુષ્યનું ય એવું ગજું નથી. ભ્રાંતિથી એમ થાય છે કે “મેં કર્યું !”
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy