SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આપશે. ૧૨૭૬ મને સહન નથી થતું એ જ અસહનશક્તિ ને મને સહન થાય છે એ જ સહનશક્તિ. ૧૨૭૭ જેની જોડે ના ફાવ્યું ત્યાં જ શક્તિ પ્રગટ કરવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. “ના ફાવે' એ નબળાઈ કહેવાય. ૧૨૭૮ શુદ્ધ પ્રેમ હોય ત્યાં ખેંચ ના હોય. ખેંચ એ આસક્તિ છે. ૧૨૭૯ સંસારમાં જો ‘રિલેશન' - સંબંધ છે તેમ જાણે તો ઉકેલ આવે. પણ જો સાચો સંબંધ જાણ્યો તો ખેંચ રહે. “રિલેશન' સંબંધમાં મારું સાચું એમ કરવાનું ના રહે. ‘લે, તારું સાચું' કરીને ઉકેલ લાવો. ૧૨૮૦ ‘આપણે શું?” એમ કહેનાર જ કુદરતનો મોટો ગુનેગાર છે. ૧૨૮૧ જ્યાં આત્મા ભૂલાય, એ સ્થળ આપણું નહીં. ૧૨૮૨ સર્વ રીતે મનનું સમાધાન કરાવે તે જ સંપૂર્ણ જ્ઞાન અને એ જ સર્વ સમાધાની જ્ઞાન છે. ૧૨૮૩ સંસારનો દોષ નથી, સંસાર તો સરસ છે. તમારી સમજણ ઊંધી, તેમાં સંસાર શું કરે? ૧૨૮૪ સમકિત એનું નામ કે ગમે તે સ્થિતિમાં સવળો ચાલે. ૧૨૮૫ ઊંધું કરે એનું નામ મિથ્યાત્વી ને છતું કરે એનું નામ સમકિતી. ૧૨૮૬ આચરણ એનું નામ કે યથાર્થ સમજમાં આવવું. ૧૨૮૭ ‘આ’ માર્ગ મારી-ઠોકીને લઈ જવાનો નથી. ‘આ’ માર્ગે સમજીને જવાનું છે. ૧૨૮૮ જ્યાં કરવાપણું છે ત્યાં ધર્મ ઉત્પન્ન થાય ને સમજવાપણું છે ત્યાં મોક્ષ ઉત્પન થાય. ૧૨૮૯ “હું કરું છું' એવું જ્યાં સુધી છૂટું નથી, ત્યાં સુધી યથાર્થ ધર્મનો એક અક્ષરે ય પામ્યો નથી. ત્યાં સુધી શુભાશુભ છે. ૧૨૯૦ બંધનમાંથી મુક્તિ કરાવે, એનું નામ યથાર્થ ધર્મ. ૧૨૯૧ ભૂલ પોતાના માથે લઈ લે તે જ ખરો ને ? તાણ ના કરવી. તાણ કરવા કરતાં, બીજાનો વાંક કાઢવા કરતાં, તે વાંકે પોતાના માથે લઈ લો ને ! ૧૨૯૨ પાંસરો થયો તેનો મોક્ષ છે. તેમ નહીં થાવ તો લોક મારી મારીને પાંસરો કરશે. મોક્ષનું દ્વાર તો સાંકડું છે. તે આડાઈ હશે તો શી રીતે મહીં દાખલ થઈ શકશે ? ૧૨૯૩ મહીં ઊંધું તો બહાર ઊંધું દેખાય. ત્યારે મહીં તપાસ કરીએ કે આ બધાને નથી ખૂંચતું ને મને જ કેમ ખૂંચે છે ? માટે મારી મહીં જ ઊંધું છે. ૧૨૯૪ પોતાને જેમાં “ઈન્ટરેસ્ટ' (રસ) રહેલો હોય, તેમાં તેને પોતાની ભૂલ ના દેખાય. ૧૨૯૫ બીજાના દોષ દેખાય છે તે આપણા જ દોષનો પડઘો છે, મોટામાં મોટો આપણો જ દોષ છે ! એને ગાંડો અહંકાર કહેવાય ૧૨૯૬ સાચું જ્ઞાન જાણ્યા પછી દુઃખને ઓછું કરે છે ને સુખને વધારે છે. એ જાણ્યા પછી કાચા પડીએ તો એ આપણી જ ભૂલ છે ૧૨૯૭ પોતાને ભૂલો પડવાનો યોગ લખેલો હોય, ત્યારે સાચી વાત ના માને, બીજી જ માને. ૧૨૯૮ જે “શુદ્ધાત્મા'ના ખ્યાલમાં છે તે ખ્યાતનામ કહેવાય. કોઈ
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy