SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫૫ જેને સાપેક્ષ દ્રષ્ટિ કહે છે, એને લઈને ચિત્તની અશુદ્ધિ છે, નિરપેક્ષ દ્રષ્ટિ થાય એટલે ચિત્તશુદ્ધિ થઈ જાય. ૧૨૫૬ ચિત્તશુદ્ધિ થઈ ગઈ, એનું નામ જ લાયકદર્શન. ૧૨૫૭ ચિત્તવૃત્તિ ભગવાનની આગળ નિર્મળ થઈ શકે, પણ એ તો લોકોને આવડે નહીં. ચિત્તવૃત્તિ નિર્મળ કરવાનો નાનામાં નાનો ઉપાય એટલે ઓછામાં ઓછા નિસ્પૃહી માણસોનો સંગ અને છેલ્લામાં છેલ્લો સંપૂર્ણ નિર્મળ કરવાનો ઉપાય એટલે વિતરાગનું નિદિધ્યાસન ! ચિત્તવૃત્તિ નિર્મળ થાય એટલે ‘જ્ઞાની પુરુષ' યાદ આવ્યા કરે ! ૧૨૫૮ જે વૃત્તિઓ અનાદિથી ભટકતી હતી, તે અંદર આવી નિજઘરમાં પ્રવેશ કરે, તેને નિવૃત્તિ કહેવાય. ૧૨૫૯ ચિત્ત અર્ધજીવતું છે અને મને બિલકુલ ‘ફિઝિકલ' છે. ૧૨૬૦ વિચારોનું વમળ ફર્યા કરે, ત્યારે એ મન કહેવાય છે. મન તે વખતે સ્વતંત્ર રીતે હોય છે. વૃત્તિઓને ને એને કંઈ લેવાદેવા નથી. વૃત્તિઓ તો પછી ઉત્પન્ન થાય ને પછી આઘીપાછી થયા કરે. ૧૨૬૧ વિચારો કેવી રીતે રોકવા ? વિચારોને કહી દઈએ કે ‘તમારી વાત તમે જાણો, અમે તમારા પક્ષમાં નથી. એટલે તમે ભગવાનના પક્ષમાં બેઠા. ૧૨૬૨ અવળા વિચારે સંસાર બંધાયો, સવળા વિચારે ય સંસાર બંધાયો ને “અવિચારે' મોક્ષે જાય ! ૧૨૬૩ મન ઉપર આવતા ભવનો આધાર છે. કાયાનો આધાર તો ઘસાઈ જવાનો. ૧૨૬૪ ‘ભાવમન એ “ચાર્જ મન છે. ‘દ્રવ્યમન’ ‘ડિસ્ચાર્જ મન છે. ‘ભાવમન' સંસાર ઊભો કરે. ‘દ્રવ્યમન' સંસાર નિવારે. અહંકાર ગયો એટલે ‘ભાવમન' ઊડ્યું ! ૧૨૬૫ જગત શું શીખવાડે છે? અહંકાર શીખવાડે છે. અહંકારમાંથી તો પછી બધા બહુ પર્યાયો ઊભા થાય ! ૧૨૬૬ અહંકારની શૂન્યતા માટે “જ્ઞાની પુરુષ' શુદ્ધાત્માનું લક્ષ બેસાડે. ૧૨૬૭ “જ્ઞાની'ના ચરણની વેલ્યુ કેટલી ? આંકી ના શકાય તેટલી. જ્ઞાની'નું ચરણ, એ તો ઇગોઇઝમ ઓગાળવાનું એક માત્ર સોલ્વન્ટ છે ! ૧૨૬૮ “હું પણાનો ઈગોઈઝમ અને ‘મારાપણાનો પક્ષપાત છે, ત્યાં સુધી છુટકારો થાય જ શી રીતે ? ૧૨૬૯ “હું ચંદુભાઈ છું' એ આરોપિત ભાવ છે. એટલે રાત-દા'ડો આરોપનામું ઘડાયા જ કરે. ૧૨૭૦ વાસ્તવિક રીતે બાહ્યકરણ બાધક નથી, અંતઃકરણ બાધક છે. ૧૨૭૧ “સેન્સિટિવ' માણસની, સામો કંઈક શબ્દ બોલ્યો, કે તરત જ ઇફેક્ટ’ થાય. ખરી રીતે શબ્દ તો “રેકર્ડ' છે ! ૧૨૭૨ કોઈ પ્રેમભગ્ન હોય, તો કોઈ અહંકારભગ્ન હોય. એનો એને બહુ માર ખાવો પડે. ૧૨૭૩ જ્યાં “ઇગોઇઝમ” છે, ત્યાં “જ્ઞાન” નથી. ને જ્યાં “જ્ઞાન” છે, ત્યાં “ઈગોઈઝમ' ના હોય. ૧૨૭૪ સહનશીલતા એ અહંકારનો ગુણ છે. ૧૨૭૫ “એઝેક્ટલી” જે સહન કરે છે, તે કેસ’ કુદરતને સોંપે છે. કોઈને ય દંડ આપવાની જરૂર નથી. કુદરત જ તેને દંડ
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy