SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કયે સ્ટેશનેથી આવ્યો છું ? કયે સ્ટેશને ઊતર્યો છું ? કર્ય સ્ટેશને જવાનું છે ? ૧૦૫૨ કાળજી પોતાના ‘સ્વરૂપ’ની રાખવી અને બીજા બધાની દેખરેખ રાખવી. ૧૦૫૩ ગમે તેટલો વૈભવ હોય પણ એક ક્ષણવાર પણ બંધન ગમે નહીં, ત્યારે વીતરાગના વિજ્ઞાનને સમજવાને પાત્ર થયો કહેવાય. ૧૦૫૪ મનનું સમાધાન થાય, એનું નામ ધર્મ અને મનનું સમાધાન ના થાય, એનું નામ અધર્મ. ૧૦૫૫ ‘હું જાણું છું’ એ જ મોટું ભૂત છે ! ‘આ મારું છે’ એ મોટી વળગાડ છે ! ૧૦૫૬ પરસત્તા, પરભોક્તા, પરક્ષેત્ર, પરના સ્વામી થઈને બેઠા છે. ‘સ્વ’ના સ્વામી થાય તો મરણ નથી, પોતે જ પરમાત્મા છે. ૧૦૫૭ જ્ઞાન કોનું નામ કહેવાય ? બધી રીતે તાળો મળવો જોઈએ, વિરોધાભાસ ઉત્પન્ન થવો ના જોઈએ. અવિરોધાભાસ ‘સિદ્ધાંત’ તો તેનું નામ કે પચાસ વર્ષ પછી યે એ બોલે તો તેનું વાક્ય મળતું આવે, વિરોધાભાસ ના થાય. ૧૦૫૮ ‘સિદ્ધાંત’ એટલે એવરી વ્હેર એપ્લીકેબલ, બીજું હોય નહીં, એનું નામ સિદ્ધાંત ! ૧૦૫૯ જ્ઞાનયોગ એ ‘સિદ્ધાંત’ છે, ત્રિયોગ એ ‘અસિદ્ધાંત’ છે. ૧૦૬૦ ‘રાઈટ બિલીફ'થી જ અવિરોધાભાસ ઉત્પન્ન થાય અને અવિરોધાભાસને ‘સિદ્ધાંત’ કહેવાય. ૧૦૬૧ નક્કી કરેલું જ્ઞાન એ ‘જ્ઞાન’ ના કહેવાય. નક્કી કરેલું જ્ઞાન એ ‘સિદ્ધાંત’ કહેવાય. ૧૦૬૨ કોઈ પણ વસ્તુ સિદ્ધ થઈ પછી એનો અંત આવી ગયો. ફરી એને સિદ્ધ કરવી પડે નહીં. કાયમને માટે ત્રિકાળ સિદ્ધ હોય, એનું નામ ‘સિદ્ધાંત’ કહેવાય ! ૧૦૬૩ ‘સિદ્ધાંત’ કોને કહેવાય કે જે કોઈ કાળે અસિદ્ધાંતપણાને ના પામે. ૧૦૬૪ જ્યાં સુધી ‘સ્પષ્ટ વેદન’ થાય નહીં, ત્યાં સુધી ‘સિદ્ધાંત’ પ્રાપ્ત ના થાય. ૧૦૬૫ વાદ ઉપર વિવાદ ના હોય તે ‘સિદ્ધાંત' કહેવાય. ૧૦૬૬ કળિયુગમાં આબરૂદાર હોય નહીં. કળિયુગમાં તો આબરૂ સર્વાંશે ગઈ. આ તો આબરૂની હરિફાઈ ચાલી છે ! ૧૦૬૭ આબરૂદાર તો એ કે જેને પોતાની જાત પર વિશ્વાસ છે. જાત એટલે કોણ ? ‘શુદ્ધાત્મા છું' તે ! ૧૦૬૮ ભગવાનની ભાષામાં આબરૂદાર કોણ ? આંખ માત્રથી ‘વિશ્વકલ્યાણ’ કરે તે ! ૧૦૬૯ ‘જ્ઞાન’ હોય પણ જોડે જોડે ‘કરેક્ટનેસ’ જોઈએ. ‘જ્ઞાન’ હોય ને ‘કરેક્ટનેસ’ ના હોય તો તમે મોક્ષે જશો પણ બીજા બહારનાને લાભ નહીં થાય ! ૧૦૭૦ ‘બધાનું કલ્યાણ થાઓ' એ ભાવના, પહેલાં પોતાનું જ કલ્યાણ કરે ! ૧૦૭૧ જગત કલ્યાણ કરનારને ઘેર તો કોઈ દિવસ દુઃખ હોય જ નહીં. ૧૦૭૨ ‘સિદ્ધગતિ’માં કોણ નથી જવા દેતું ? ‘પુદ્ગલ’. જેમ આ તૂમડું હોય ને એને માટી ચોંટાડી હોય તો તેને કોણ ઊંચે જવા દેતું નથી ? ‘માટી’. ખરાબ પરમાણુ હોય, તેનું વજન બહુ
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy