SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૭ ક્રિયાઓ બધી પ્રાકૃતિક છે. એમાં રાગ-દ્વેષ નહીં તે જ મોક્ષ છે. ૧૦૨૮ કષાય ઘટે એનું નામ ધર્મ અને કષાય વધે એનું નામ અધર્મ. કષાય ગયા એ જ સ્વધર્મ છે. ૧૦૨૯ ગમે તેવાં સંજોગ ભેગા થાય, પણ સ્થિરતા ના તૂટે, ધ્યેય ના બદલાય, એ ધર્મ પામ્યો કહેવાય. ૧૦૩૦ ‘અર્થ’, સાંસારિક સ્વાર્થમાં પરિણમે, એનું નામ અધર્મ કહેવાય અને આત્મિક સ્વાર્થમાં પરિણામ પામે, એનું નામ ધર્મ કહેવાય ! ૧૦૩૧ અહંકાર શૂન્ય થાય તે જ અધ્યાત્મ છે. ૧૦૩૨ સામો છંછેડે તો ય છંછેડાઈ ના જાય, એ અધ્યાત્મ વિજય કહેવાય. ૧૦૩૩ ધર્મ એટલે સાચી વસ્તુની શોધખોળ આરોપિત ભાવથી કરવી તે, ને ‘આ' તો સાયન્સ છે. ૧૦૩૪ ભગવાન ‘વિજ્ઞાન સ્વરૂપે’ છે, ‘જ્ઞાન સ્વરૂપે' નથી. ૧૦૩૫ ‘સાયન્સ’ હંમેશાં ‘એકસ્પીરીયન્સ' જ્ઞાન આપે. ૧૦૩૬ હું શું કહું છું કે, વિજ્ઞાન જાણો. ‘આત્મા શું છે’ ને ‘અનાત્મા શું છે’ એ જાણો. એ જાણતાં જ વાસનાઓ ઊડી જશે. ૧૦૩૭ આત્મા જૈનેય નથી ને વૈષ્ણવેય નથી. આત્મા વીતરાગ છે. આ વીતરાગ ધર્મ છે. ૧૦૩૮ ‘આ’ ધર્મ ના કહેવાય, ‘આ’ વિજ્ઞાન કહેવાય. ધર્મ બદલાયા કરે, વિજ્ઞાન ના બદલાય. ૧૦૩૯ ધર્મ શું કહે છે ? કે તું બીજાને સાચવ, તો તને સાચવનારો મળશે ને બીજાને માર તો તને મારવાવાળો મળશે. આ બધા ‘રિલેટિવ ધર્મો’ આમ કહે છે. ૧૦૪૦ મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો, ત્યારથી જ ધર્મની શરૂઆત થઈ. ૧૦૪૧ દરેક માણસને એક જ પ્રકારનો ધર્મ શાંતિ ન આપે. જે જે ‘ડિગ્રી’ પર બેઠેલો હોય, તે તે ‘ડિગ્રી’નો એને ધર્મ જોઈએ. ૧૦૪૨ ખરો ધર્મ તો તેને કહેવાય કે ઠોકર ના વાગે. ૧૦૪૩ જેને મોક્ષે જવાની ઇચ્છા થાય, તેણે પોતે પોતાનું ‘સેલ્ફ રીયલાઈઝ’(સ્વરૂપનું જ્ઞાન) કરવું પડશે, નહીં તો બીજું ગમે તેટલું કરો પણ મોક્ષ થાય નહીં. ૧૦૪૪ દેહને નમસ્કાર કરવાથી સંસાર મળે ને ચૈતન્યને નમસ્કાર કરવાથી મોક્ષ મળે. ૧૦૪૫ સમજણ તો કોનું નામ કહેવાય કે સામાની ડહાપણની વાત હોય તો ‘એક્સેપ્ટ' કરી લે. આ કાળમાં ડહાપણની વાત ક્યાંથી હોય ? ૧૦૪૬ આ દુનિયામાં મોટામાં મોટી અધોગતિ કઈ ? ચોરી, લુચ્ચાઈ, લબાડી ? ના. લોકોમાં ‘પૂજાવાની કામના’ એના જેવી હીન અધોગતિ બીજી કોઈ વસ્તુ જ નથી. અપૂજ્યને પૂજાવા ફરે તે જ બહુ ખોટી વસ્તુ છે. ૧૦૪૭ મોટો માણસ એને કહેવાય કે જે નાનામાં નાનો થઈ શકે. ૧૦૪૮ જગત તો ઘડીમાં જશ આપશે ને ઘડીમાં અપજશ આપશે. માટે આપણે જશ-અપજશની શી પડી છે ? ૧૦૪૯ જશ મળે તે ય જોયા કરો, અપજશ મળે તે ય જોયા કરો. કારણ કે જશ-અપજશ બેઉ પુદ્ગલ છે, પૂરણ-ગલન છે. ૧૦૫૦ સામાનું સુખ જોવું એ જ આપણો ધર્મ. ૧૦૫૧ દરેક માણસે આ ત્રણ કાળજીઓ તો રાખવી જ જોઈએ : હું
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy