SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૪ આપ્તસૂત્ર ૮૨૧ ભૂલ કાઢનારા મળી આવે પણ ભૂલ ભાંગનારા ના મળે ! ૮૨૨ જગતને જે ના દેખાય તે ભૂલો દેખાડે, મન સાથે તન્મયાકાર થઈ ગયા એ દેખાડે, એ જ આત્મા છે ! ૮૨૩ “મારામાં ભૂલ જ નથી' એવું તો ક્યારેય ના બોલાય. કેવળજ્ઞાન’ થયા પછી જ ભૂલો ના રહે. ૮૨૪ સામાના દોષ દેખાય તો કર્મ બંધાય ને પોતાના દોષ દેખાય તો કર્મ છૂટે ! ૮૨૫ જેનો દોષ નથી, તેને દોષિત ઠરાવીએ તો રૌદ્રધ્યાન ! ૮૨૬ પોતાના દોષ દેખાય તો દોષ નીકળી જાય એવું છે. મોક્ષમાર્ગ જ પોતાના દોષ જોવા માટે છે અને સંસારમાર્ગ પારકાના દોષ જોવાથી છે. ૮૨૭ આ ‘દાદા' તો બે માર્ગ આપે છે : સંસારમાં જેને હજી સુખ લાગે છે, તેને “ધર્મધ્યાન'નો માર્ગ આપે છે ! અને સંસારમાં જેને બિલકુલ સુખ નથી લાગતું, તેને “શુકલધ્યાન’નો માર્ગ આપે છે ! ૮૨૮ પોતાને દુઃખનું પરિણામ ઊભું થાય એ “આર્તધ્યાન' ને કોઈને તારાથી દુઃખનાં પરિણામ ઊભાં થાય તે “રૌદ્રધ્યાન'. કોઈને સુખ આપે તે “ધર્મધ્યાન'. વૈભવ ઓછો હોય છતાં ય સંતોષ રહે તે “ધર્મધ્યાન! ૮૨૯ આર્તધ્યાન ને રૌદ્રધ્યાનથી સંસાર વધે, ને ધર્મધ્યાનથી સંસાર કપાય, ને શુકલધ્યાનથી મોક્ષ થાય. ૮૩) આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ કરાવે એ ધર્મ અને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ચાલુ રખાવે એ અધર્મ. ૮૩૧ જેટલાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન ઓછાં એટલી સંસારની અડચણો આપ્તસૂત્ર ઓછી હોય ! ૮૩૨ પોતે પોતાનાં દુઃખને રડે તો એ આર્તધ્યાન અને પારકાને દુઃખ ઊભું કરે એ રૌદ્રધ્યાન અને એ બન્નેને અટકાવે, એનું નામ ધર્મધ્યાન. અટકાવવાનાં જે સાધન છે એનું નામ ધર્મધ્યાન. ૮૩૩ જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ' મળ્યા નથી ત્યાં સુધી આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય છે. તેનાથી બચવા ઉપાય કરવા તેને આ કાળમાં ધર્મધ્યાન કહ્યું છે. બાકી, આ કાળમાં ધર્મધ્યાને ય નથી. એટલે જેનાથી આર્તધ્યાન ને રૌદ્રધ્યાન અટકે, તેને ધર્મધ્યાન કહ્યું છે. સંયોગોમાં સુખ-દુઃખ માનવું એ આર્તધ્યાન કહેવાય છે. ગમતી વસ્તુનો વિયોગ થાય તો દુઃખ થાય ને ગમતી વસ્તુનો સંયોગ થાય તો સુખ થાય, એ બધું આર્તધ્યાન કહેવાય ! ૮૩૫ રૌદ્રધ્યાન ને આર્તધ્યાન બંધ થયું એ જ મોટામાં મોટો ધર્મ. એથી આગળ મોટો ધર્મ જ નથી. આર્તધ્યાન - રૌદ્રધ્યાન ના થાય, તેનું નામ સંયમ ! ૮૩૭ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરાવડાવે નહીં, એનું નામ આત્મા ! ૮૩૮ આજે ખાવાનું નથી, તેના માટે ચિંતા કરે, તેને આર્તધ્યાન કહ્યું. ને વરસ દા'ડા પછીના ખાવાની ચિંતા કરે તેને રૌદ્રધ્યાન કહ્યું. ૮૩૯ બીજાને માટે જે કંઈ પણ કરવામાં આવે છે, તે ધર્મધ્યાન છે. ૮૪૦ સંયોગોને જે આંતરે છે તે આર્તધ્યાન ને સંયોગોને ધક્કા મારે છે તે ય આર્તધ્યાન. દુઃખને ધક્કા મારે ને સુખને આંતર આંતર કરે એ બધું જ આર્તધ્યાન ! ૮૪૧ નિમિત્ત પર કિંચિત્માત્ર ધૃણા નહીં, એનું નામ ધર્મધ્યાન.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy