SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ ૮ આપ્તસૂત્ર ૭૯૯ ચિંતા બંધ થાય ત્યારથી જ વીતરાગ ભગવાનનો મોક્ષમાર્ગ કહેવાય. ૮00 ચિંતા થવા માંડે તો સમજજો કે કાર્ય બગડવાનું છે ને ચિંતા ના થાય તો સમજજો કે બગડવાનું નથી. ચિંતા એ કાર્યને અવરોધક છે ! ૮૦૧ ઘરમાં એક માણસ ચિંતાના વિચારોમાં હોય તો બીજા બધા ઉપર સામસામી અસરો પડ્યા કરે અને ચિંતામુક્ત થઈ ગયો તો ?! ૮૦૨ ચિંતા થવાની જગ્યાએ નિશ્ચિંત રહી શકે તે એનું નામ વિજ્ઞાન' કહેવાય ! અને આપણા લોકો તો “ઇઝી ચેર' ઉપર બેસે ને “અઇઝી' દેખાય છે ! ૮૦૩ યુગલના પર્યાયને “પોતાના” માનવામાં આવ્યા એટલે ચિંતા આપ્તસૂત્ર ૮૦૯ “ભગવાન” કશું ના કરે ! “પેકિંગ” શું ના કરે ? ૮૧૦ દેહ શી રીતે ભગવાન થાય? દેહ તો મંદિર છે ને ભગવાન તો ભગવાન જ છે ! ૮૧૧ “જ્ઞાની પુરુષ' એ નિર્વિશેષ પદ છે. એમને ભગવાન એ વિશેષણ આપવું એ એમનું હીનપદ ગયું કહેવાય. લોક કહે છે કે ભગવાન આખા બ્રહ્માંડમાં વ્યાપેલા છે. દરેક ચીજમાં ભગવાન છે. તો પછી ભગવાનને ઓળખવાનાં જ ક્યાં રહે ? જ્યાં ‘ક્રિએચર' છે ત્યાં ભગવાન છે, ને જ્યાં ‘ક્રિએચર' નથી ત્યાં ભગવાન નથી. ૮૧૩ વ્યક્તિત્વ ખીલતું, ખીલતું ખીલતું, સંપૂર્ણ વ્યક્ત થાય છે, એ પરમાત્મ દશા ! ૮૧૪ “રોંગ બિલિફથી સંસાર છે, ને ‘રોંગ બિલિફ’ ફરે તો ભગવાન થાય ! ૮૧૫ “હું ચંદુ છું' એવી ‘બિલિફ' થઈ કે તરત બધો સંસાર ખડો થાય ! ૮૧૬ જેને મનથી કોઈ પણ પ્રકારનો ક્લેશ થતો નથી, તેનો સંસાર આથમી ગયો ! ૮૧૭ કલુષિત ભાવનો અભાવ થયો, એ જ મોક્ષ ! ૮૧૮ કંઈક એવી ભૂલ રહી જાય છે કે ક્લેશ ઉત્પન્ન થાય છે. ક્લેશ કાઢવા માટે જ્ઞાનની જ જરૂર છે એવું નથી, બુદ્ધિથી પણ નીકળી શકે. ૮૧૯ જેણે ભૂલ ભાંગી, તેનું કલ્યાણ થઈ ગયું ! ૮૨૦ ‘ભૂલ ભાંગે તે ભગવાન'. થઈ. ૮૦૪ ચિંતા એ સમજણને નાશ કરનારી વસ્તુ છે. ૮૦૫ બૈરી-છોકરાંને પૂછે કે, ‘તમારી ચિંતા હું કરું ?” તો એ કહેશે, “ના, બા, અમારી ચિંતા ના કરશો, તો ય એ ચિંતા કર્યા વગર રહે જ નહીં ને ! ૮૦૬ એક ફેરો કઢાપો-અજંપો કરે એટલે ભગવાન કહે છે કે આને તો મારી પડી જ નથી, ચિંતા પોતાના માથે લઈ લે છે, તો કરવા દો એને નિરાંતે ચિંતા ! ૮૦૭ જે ચિંતા કરે છે, એ ભગવાનને માનતો નથી અને ભગવાનને માને છે, તે ચિંતા ના કરે. ૮૦૮ ભગવાન એ નામ હોત, તો તો આપણે એને “ભગવાનદાસ કહેવું પડત ! ભગવાન એ તો વિશેષણ છે. ભગવત્ ઉપરથી ભગવાન થયું છે. ભગવત્ ગુણોને ધારણ કરે તે ભગવાન !
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy