SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ આપ્તસૂત્ર ૬૦૫ યથાર્થ ધર્મ તો તેને કહેવાય કે ભ્રાંતિ ના હોય. ૬૦૬ “જેમ છે તેમ' નહીં દેખાવું ને બીજા સ્વરૂપે દેખાવું, એનું નામ ભ્રાંતિ. ૬૦૭ આ સંસારનો અમલ ચઢે એટલે ભ્રાંતિ વર્તે. અમલ ઊતરી જશે એટલે રાગે પડશે. “પોતે' છે એ જ થઈને ઊભો રહેશે. ૬૦૮ આ જગતમાં ‘હું કરું છું અને હું જાણું છું” એ બે ભાવ ભેગા કરે, એનું નામ ભ્રાંતિ. ૬૦૯ ભ્રાંતિ એનું નામ કે જૂઠું ને સાચું એક કાંટે તોલાય. ૬૧૦ ભગવાન કોને કહેવાય ? જે આ દુનિયામાં સંપૂર્ણ સ્વતંત્ર થયો છે તે. અને જેનો ભગવાન પણ ઊપરી નથી, તે ભગવાન ! પોતાનું પરવશપણું જ સમજાતું નથી ત્યાં સ્વતંત્રપણું ક્યાંથી સમજાય ? ૬૧૧ જેમ વકીલ થવાની દરેકને છૂટ છે તેમ ભગવાન થવાની પણ દરેકને છૂટ છે. જે ભગવત્ ગુણો પ્રાપ્ત કરે, તે ભગવાન થાય. ૬૧૨ ભગવાન કહે છે કે તું તારા અહંકારથી દૂર થા, દાસભાવ થા, તો તું ને હું એક જ છીએ. નહીં તો તું ને હું જુદા છીએ. ૬૧૩ ભગવાન છેટે ગયા નથી, લોક છે. ગયા છે. બધે ભાવ આવ્યો છે પણ ભગવાન પર ભાવ આવ્યો નથી. ભગવાન પર ભાવ આવ્યો હોય તો ભગવાન કંઈ છેટે નથી. ૬૧૪ એક ભગવાનને ઓળખવા માટે કેટલાં બધાં પુસ્તકો લખ્યાં છે ? ભગવાન તમારી પાસે જ છે ! ૬૧૫ ભગવાનની વ્યાખ્યા શબ્દમાં ય નથી. એ ગુહ્ય છે, માટે એને રહસ્યાત્મા કહ્યો છે. માટે તેની વ્યાખ્યા શોધવા જશો નહીં. આપ્તસૂત્ર ૬૧૬ ભગવાન અને ભક્ત એમ ધર્મની બે જ શ્રેણી છે. એનો એ જ જીવ ભ્રાંતિમાં હોય ત્યાં સુધી ભક્ત શ્રેણીમાં હોય ને ભ્રાંતિ દૂર થાય, સાક્ષાત્કાર થાય એટલે ભગવાન શ્રેણીમાં આવ્યો કહેવાય. ૬૧૭ આત્મજ્ઞાન થાય એટલે આખા બ્રહ્માંડનો સ્વામી થાય. ત્યાં સુધી બધા ભક્તો. આત્મજ્ઞાન થયા પછી એ ભક્ત ય ખરો ને ભગવાને ય ખરો. જેને હદયશુદ્ધિથી કેવળ ચેતન' જ જોઈએ છે, ભૌતિક સુખો જોઈતાં નથી, તેને “જ્ઞાની પુરુષ' સામેથી મળે ને કામ થઈ જાય. સાચા હૃદયની વાત જોઈએ. ૬૧૯ ભક્તિમાર્ગ એટલે ભક્ત અને ભગવાન જુદા. ‘હું પોતે જ પરમાત્મા છું' એવું જેને ભાન થયું તે જ્ઞાનમાર્ગ ! ૬૨૦ જ્યાં સુધી પોતે' ભગવાન ના થાય, ત્યાં સુધી ભગવાન મળે નહીં. ૬૨૧ ભગવાનને પ્રાપ્ત કરવાના બે માર્ગ : એક પરોક્ષ ભક્તિ ને બીજી પ્રત્યક્ષ ભક્તિ. પરોક્ષ ભક્તિમાં વૃત્તિઓ ભગવાનમાં તન્મયાકાર ના રહે. પ્રત્યક્ષ ભક્તિમાં વૃત્તિઓ ભગવાનમાં નિરંતર તન્મયાકાર રહે. પ્રત્યક્ષ ભક્તિ, પ્રત્યક્ષ ભગવાનની ઓળખાણ થયા વગર ના થાય. ૬૨૨ સાચા ભક્ત થવું હોય તો શરૂઆતમાં ભગવાન યાદ ના રહેતા હોય તો બહાર મંદિર દેખાય ત્યાં ભગવાનનાં દર્શન કરજે. પછી એમ કરતાં કરતાં ભગવાન યાદ રહેવા માંડ્યા એટલે પછી મહીં આત્માને જ ભગવાન તરીકે માનશો તો સાચા ભક્ત થશો. અને તમારો આત્મા જ્યારે સાક્ષાત્કાર આપે ત્યારે તમે ભગવાન થયા હશો !
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy