SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તસૂત્ર નીકળે ને હિંસક ભાવવાળો ફૂલ નાખે તો ય પેલાને લોહી નીકળે. તીર ને ફૂલ એટલાં “ઈફેક્ટિવ’ નથી જેટલા હિંસક ભાવો છે ! ૫૮૯ ભાવહિંસા એટલે શું ? ક્રોધ-માન-માયા-લોભથી તારી જાતની' જે હિંસા થાય છે એટલે કે ક્રોધ-માન-માયા-લોભ તારી ‘જાતને' જે બંધન કરાવડાવે છે, તે માટે તારી “જાત'ની પહેલી દયા ખા ! પહેલી પોતાની ભાવ-અહિંસા, પછી બીજાની. પ૯૦ અહિંસા જેવું કોઈ બળ નથી અને હિંસા જેવી કોઈ નિર્બળતા નથી. આ દુનિયામાં નિર્બળ કોણ ? અહંકારી. આ દુનિયામાં સબળ કોણ ? નિર્અહંકારી. પ૯૧ જેટલી ભ્રમણા તેટલી નિર્બળતા. જે ભ્રમણારહિત છે તેને નિર્બળતા કેવી ? પ૯૨ સંસાર સ્વભાવ એટલે સંપૂર્ણ નબળાઈ. પ૯૩ ખરી રીતે અજ્ઞાન દશામાં પણ એવું હોવું જોઈએ કે, નિર્બળનું રક્ષણ કરવું જોઈએ ને બળવાનની સામું થવું જોઈએ. આ તો નિર્બળને જ માર માર કરે. પ૯૪ વીતરાગ પુરુષો જ નિર્બળના હાથનો માર ખાઈ શકે. બીજું કોઈ ના ખાય. પ૯૫ નિર્બળતાનું રક્ષણ નહીં કરતાં, તેને ફક્ત જાણો કે મારી આ નબળાઈ છે. એટલે તે નિર્બળતા ક્ષીણ થાય. તેથી વિરુદ્ધ તે જ નિર્બળતાનો ગુણાકાર થાય. ૫૯૬ આ બધું ‘રિલેટિવ' છે. તેની પોતાને અસર થાય છે, તે ભયંકર નિર્બળતા છે. આપણી આજુબાજુ કોઈ પણ વસ્તુ આપ્તસૂત્ર બની, તેની પોતાને અસર ના થવી જોઈએ. પ૯૭ મનુષ્યોએ કશું જ જાણ્યું નથી. જાણ્યું એનું નામ કે નિર્બળતા ના રહે. ૫૯૮ આ જગતમાં શું કરવા જેવું છે ને શું નથી કરવા જેવું? શું જાણવા જેવું છે ને શું નથી જાણવા જેવું ? એટલું જ સમજવાનું છે ! પ૯૯ “ભાવ” કરવાનો પણ હું નથી કહેતો. સમજવાનું કહું છું. ‘આ ખોટું છે” એવું ‘જાણે’ તેનું નામ ‘જ્ઞાન' ! ૬૦૦ જગતને, “ખોટું છે' એમ જાણે ત્યાં દ્વેષ થાય ને “સાચું છે? એમ જાણે ત્યાં રાગ થાય. અમે તો “આ ખોટું છે” એમ ખાલી જાણીએ અને તેનું નામ જ “જ્ઞાન” ! ૬૦૧ સમજ એ જ આચરણ છે. “હું” આચરણમાં લાવવાનું ના કહું છું. પરાણે આચરણ શીખવાડશો, એમાં દહાડો વળે નહીં. આચરણમાં મૂકવું, એ તો અહંકાર છે. સમાજમાં ઉતર્યું, એ વર્તનમાં આવે જ. ૬૦૨ ધર્મ એટલે કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે સુખ આપવું છે. અને કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે દુઃખ આપવું તે અધર્મ. બસ, આટલો જ ધર્મનો અર્થ સમજવાની જરૂર છે. ૬૦૩ બીજાને સુખ આપવું તે ધર્મ છે અને પોતાનો મૂળ ધર્મ તો આત્મા પ્રાપ્ત થયા પછી જ પ્રાપ્ત થાય. ૬૦૪ ધર્મ તો બહુ જ જાતના હોય. માનસિક ધર્મો, તે માનસિક ધર્મના કેટલા બધા થરો હોય ! ત્યાર પછી બૌદ્ધિક ધર્મ, તેના પણ કેટલા બધા થરો હોય ! અને બૌદ્ધિક ધર્મ પૂરો થાય, ત્યારે સ્વરૂપ ધર્મ પ્રાપ્ત થાય. સૂર્ય-ચંદ્ર ભેદે ત્યારે આત્મા પ્રાપ્ત થાય.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy