SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ તે સિવાયની ભજના બધું પ્રાકૃત સત્ય છે. ૩૭૫૩ આપણે તો આત્માના ગ્રાહક છીએ. બીજું બધું એની મેળે આવ્યા જ કરે. ઈચ્છા જ ના કરવી પડે. ઇચ્છા કરવા જેવો હોય તો એકલો આત્મા. બાકી આ બધો એંઠવાડો ! આમાં શી ઇચ્છા ?! ૩૭૫૪ જેને ઇચ્છા હોય તેને દેખાય નહીં, કારણ ઇચ્છાનું આવરણ હોય. ૩૭૫૫ યાદ આવે તેનું પ્રતિક્રમણ કરવું. ઇચ્છા થાય તેનું પ્રત્યાખ્યાન આપણો હિસાબ છે. ૩૭૪૪ કર્મ બાંધતી વખતે યાદ ના રહે છે પરિણામ આ આવશે. ‘સ્વરૂપનું જ્ઞાન’ હોય તો જાગૃતિ રહે. ૩૭૪૫ કર્મ બંધાતાં બંધ નહીં થાય ત્યાં સુધી ભગવાન ભેગા નહીં થાય ! ૩૭૪૬ અજ્ઞાનીને જ્યાં જાય ત્યાં કર્મ બંધાય. “જ્ઞાની'ને જ્યાં જાય ત્યાં કર્મ છૂટે. ૩૭૪૭ ઉલ્લાસે બાંધેલાં કર્મ પશ્ચાતાપ કરીને નાશ પામે. ૩૭૪૮ અત્યાર સુધી માણસો રઘવાટમાં પડ્યાં હતાં. હવે કર્મો રઘવાટમાં પડ્યાં છે ! ૩૭૪૯ કર્મ બાંધવાનો અધિકાર મનુષ્યોને જ છે, બીજા કોઈને નથી. અને જેને બાંધવાનો અધિકાર છે તેને ચારેય ગતિમાં રખડવું પડે છે. ૩૭૫૦ કર્મો કેટલા પ્રકારનાં છે ? જેટલાં મનુષ્યો એટલાં કર્મ. નિર્વિકલ્પ એક અને વિકલ્પો પાર વગરના છે. જેટલાં વિકલ્પો છે એટલાં કર્મો છે. ૩૭૫૧ જે “વસ્તુ છે તેનો વિકલ્પ આવે. નથી તેનો વિકલ્પ શી રીતે આવે? ‘આ છે' એ “રોંગ બિલિફ' એટલે વિકલ્પો આવે છે. રોંગ માન્યતા’ કાઢી નાખે કે “નથી જ' તો એનો વિકલ્પ કેમ આવે? જે જે માન્યું છે એ બધી “રોંગ બિલિફ” છે. “રાઈટ બિલિફ' થાય એટલે કશું જ રહેતું નથી. ૩૭૫૨ જગત નિરંતર પ્રકૃતિને જ પૂજે છે. એક ક્ષણ પણ આત્માને પૂજે તો કામ થાય. પોતે વિકલ્પી તે નિર્વિકલ્પીને શી રીતે ભજે ? પોતે નિર્વિકલ્પી થાય ત્યારે આત્માની ભજના થાય. ૩૭૫૬ ઇચ્છાઓ પૂરી ક્યારે થશે ? શુદ્ધાત્મા થાય ત્યારે ! આ ઇચ્છાઓનો સમુદ્ર છે. એક ઇચ્છા પૂરી થાય ત્યારે બીજી શરૂ થાય ! ૩૭૫૭ મોક્ષની ઇચ્છા કરવાથી બીજી બધી ઇચ્છાઓ છૂટી જાય છે ! ૩૭૫૮ જે ઇચ્છામાં કોઈ પણ પ્રકારનો મેલ નથી, કોઈની પાસે લેવાની બિલકુલ ઇચ્છા નથી, તે નિર્ભેળ ઇચ્છા કહેવાય. તે ઇચ્છા ફળીભૂત થાય. ૩૭૫૯ જે થવાનું હોય તેની પહેલાં ઇચ્છા થાય. અંતરાય તૂટે એટલે પોતાની ઇચ્છા પ્રમાણે ભેગું થાય. ૩૭૬૦ ‘જ્ઞાની પુરુષ'ને એટલા બધા અંતરાય તૂટી ગયેલા હોય કે દરેક વસ્તુ સામેથી આવીને પડે ! અંતરાય અહંકારને લીધે પડે છે, “હું કંઈક છું' એનાથી. ૩૭૬૧ જેનો વિચાર ના આવે, તે વસ્તુ તમારે ત્યાં હાજર હોય અને જેના બહુ વિચાર આવે તે તમારે ત્યાં હાજર ના થાય. જેટલાં માટે વિચાર ના આવે તેટલાંનું જ કુદરત સંભાળી લે છે અને
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy