SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ' પાસે તે સમજી આવ. તને આ સંસારના સંયોગોના ધક્કાથી મહીં ભ્રમણા ઊભી થઈ ગઈ છે ! ૩૭૨૫ રાગ-દ્વેષ એ ગુરુ-લઘુ સ્વભાવના છે. આત્મા અગુરુ-લઘુ સ્વભાવનો છે. બન્નેના ગુણધર્મ જુદા છે. ૩૭૨૬ આત્મા નવો દેહ ગ્રહણ કરે છે કે પુદ્ગલ ? એ આત્મા ય ગ્રહણ કરતો નથી ને પુદ્ગલે ય ગ્રહણ કરતું નથી. એ મિશ્ર ચેતન ગ્રહણ કરે છે. ૩૭૨૭ અજ્ઞાનતાનો સ્વભાવ જ ચીકાશ છે. તે જરાક મીઠું બોલે એટલે આકર્ષણ થાય ને કડવું બોલે એટલે વિકર્ષણ થાય. ૩૭૨૮ કોઈ પણ સંયોગ જે આપણને પ્રાપ્ત થયો, તેની ફરિયાદ ઊભી ના થાય તેમ ઉકેલ લાવવાનો છે. ખુશ ના થાય તેનો વાંધો નથી, પણ ફરિયાદ ના હોવી જોઈએ. ૩૭૨૯ મિશ્ર ચેતન તો, આ જે ચેતન દેખાય છે ને, તે બધાં મિશ્ર ચેતન જ છે. આ તો ખાલી “રોંગ બિલિફો' બધી પેસી ગઈ છે. બિલિફ એટલે ભગવાનની ‘બિલિફ', તે જેવી તેવી ના કહેવાય ! ૩૭૩૦ આ બધી પુદ્ગલની સ્થિતિ છે, આત્માની નથી. જગતે પુગલની સ્થિતિને આત્માની સ્થિતિ માની લીધી છે. આત્મા તો આને જાણ્યા જ કરે છે કે શું થાય છે ને શું નહીં? એને કશું આની જોડે લેવા ય નથી ને દેવા ય નથી. ૩૭૩૧ અનૈચ્છિક દશા એ જ મોક્ષ. દશા પરિપક્વ થયે સ્વદશા પ્રાપ્ત થાય. ‘વ્યુ પોઈન્ટ'માં જે દેખાય છે, તેમાંનું ‘સેન્ટરમાં કશું જ દેખાય નહીં. “સેન્ટર’વાળાને તો બધા “વ્યુ પોઈન્ટ'ની સમજ પડી જાય. ૩૭૩૨ મોક્ષ એટલે છેલ્લી સ્વાભાવિક દશા. ૩૭૩૩ મોક્ષ એટલે ક્યારેય પણ કર્મનું ચોંટવાપણું ના રહેવું તે. ૩૭૩૪ અહંકારની નિવૃત્તિ, એનું નામ મુક્તિ. ૩૭૩૫ ક્રિયાઓ શેને માટે છે? બધું આ સંસારમાં ઊર્ધ્વગતિ માટે છે. પણ જેને મોક્ષ સિવાય બીજું કશું જોઈતું નથી, તેણે આ ક્રિયાઓની ભાંજગડમાં પડવા જેવું નથી. એ તો દ્રષ્ટિરાગ છે. ૩૭૩૬ જીવતાં મોક્ષ એટલે ભયંકર ઉપાધિમાં સમાધિ રહે તે. ૩૭૩૭ “પ્રોબ્લેમ' ઊભા ના થાય, એનું નામ મુક્તિ. અત્યારે મને ગાળો ભાંડો તો મને ‘પ્રોબ્લેમ ઊભો ના થાય ને તમારે ઊભો થાય, કારણ કે તમે બંધાયેલા છો, અજ્ઞાનના દોરડાથી. એ દોરડું “જ્ઞાની પુરુષ' તોડી આપે. ૩૭૩૮ ભગવાને મોટામાં મોટું કર્મ કર્યું કહ્યું? રાત્રે ‘હું ચંદુલાલ છું' કહીને સૂઈ ગયા અને પછી આત્માને કોથળામાં પૂર્યો, તે મોટામાં મોટું કર્મ ! ૩૭૩૯ આત્મા દેખાતો નથી પણ કર્મફળ દેખાય છે. ૩૭૪૦ કર્મફળ આવે તેમાં ‘ટેસ્ટ' પડે એટલે તેમાં તન્મયાકાર થઈ જાય, તેનાથી ભોગવવું પડે. ૩૭૪૧ કર્મ ઉદય કોને કહેવાય? જે ઢસડીને લઈ જાય છે. સંજોગોના સકંજામાં આવી જાય ને જવું પડે છે. રાજીખુશીથી જાય, તેને કર્મ ઉદય ના કહેવાય. કર્મ ઉદયમાં પોતાની ઇચ્છાપૂર્વકનું ના હોવું જોઈએ. પોલીસવાળો મારીને માંસાહાર કરાવે તેવું હોવું જોઈએ. ૩૭૪૨ કર્મ એ સંયોગ છે, ને વિયોગી એનો સ્વભાવ છે. ૩૭૪૩ જ્યાં આપણું ચીકણું હોય ત્યાં આપણને ચીકણાં કર્મોનો ઉદય આવે અને તે આપણી ચીકાશ છોડાવવા આવે છે. બધો જ
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy