SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વાપરીશ. ૩૦૦૩ આ કાળમાં જ આવી વાત નીકળી કે બુદ્ધિ હિતકારી નથી. સર્વકાળે બુદ્ધિ હિતકારી જ કહેતા હતા. કારણ કે સર્વકાળે સમ્યક્ બુદ્ધિ જ રહેતી હતી. આ કાળ એકલો જ એવો આવ્યો કે જ્યાં આગળ વિપરીત બુદ્ધિ થઈ ગઈ. તેથી ‘દાદા’ ‘અબુધ’ છે, એમ અમે કહીએ છીએ. ૩૦૦૪ આ બધા મનના રોગને લઈને આ સંસાર ઊભો રહ્યો છે. મનના રોગ હોય પછી તનમાં રોગ આવે. પછી વાણીમાં આવે. મોક્ષે જતાં બધા જ રોગથી મુક્ત થવું જોઈએ. આપણું ‘અક્રમ વિજ્ઞાન’ મનના રોગને મટાડે એવું છે ! ૩૦૦૫ મન નિરોગી એટલે શું ? મનને ક્યાંય કશી હરકત જ ના આવે. તમે મોળું ખાવાનું મૂકો કે ખાટું મૂકો પણ મનને અસર ના થાય ! મન રોગી એટલે ખાટાનો રોગ પેસી ગયો હોય એટલે ખાટું જ જોઈએ ! ૩૦૦૬ અજ્ઞાનતામાં થઈ ગયેલા રોગને હવે શું કરવું ? ‘અક્રમ વિજ્ઞાન'ની નવી જ શોધખોળ છે ! નવો રોગ ઉત્પન્ન થાય નહીં, જૂનો રોગ ધીમે ધીમે કાઢે ને નિરોગી અવસ્થા પ્રાપ્ત થાય ! પછી જેટલી અવસ્થા પ્રાપ્ત થઈ તેનું રક્ષણ કરે ! ૩૦૦૭ ભગવાન મહાવીર ‘સમય વિચારી’ કહેવાય, છતાં તદાકાર ના હોય. વિચાર ‘સમયે સમયે' પલટાય ! આપણા લોકો તો દસ-દસ, પંદર-પંદર ‘મિનિટ’ સુધી એક વિચારમાં ખોવાય ! કેટલાંક તો કલાક-કલાક રહે ! એક કલાકમાં તો દુનિયા નવી રચાય ! પણ પોતે શેમાં ય પડ્યો હોય ! ગમતા વિષયમાં ! ય ૩૦૦૮ મનની ઇચ્છા પ્રમાણે દૂધપાક મળ્યો એટલે મન મરી ગયું. પણ દૂધપાક ખાતાં ખાતાં ફરી આવો દૂધપાક મળે એ તૃષ્ણા ઊભી થાય, એટલે મન પાછું જીવતું થઈ જાય ! ૩૦૦૯ કોઈની જોડે આપણા વિચારો મળતા આવે, તે બહુ જોખમકારક છે. વિચારો મળતા આવવાં જોઈએ એની જરૂર નથી, સમજ જોઈએ. વિચારો મોક્ષે લઈ જતાં નથી, સમજ મોક્ષે લઈ જાય છે ! ૩૦૧૦ ‘અમે’ વિચારીને જવાબ આપીએ તો કોઈ સાંભળે ય નહીં. આ વિચારેલા જવાબ નથી. આ તો નિર્ભેળ જવાબ કહેવાય. જ્ઞાન જવાબ કહેવાય. વિચાર એ તો પુદ્ગલ છે. અમારામાં તદાકારરૂપે એ ના હોય. ‘અમે’ ‘કેવળજ્ઞાન'માં જોઈને જ જવાબ આપીએ છીએ. ૩૦૧૧ ભય પામવા જેવું જગત જ નથી. ‘આપણે’ ‘શુદ્ધાત્મા’ ને ‘વ્યવસ્થિત’ શક્તિ કામ કર્યા કરશે. મન તો અમને ય કહે કે આગળ ગાડી અથડાશે તો ? એટલે અમે તેને કહીએ, ‘તેં કહ્યું એની અમે નોંધ કરી, હવે બીજી વાત કરો.’ એટલે એ બીજી વાત કરે. મન એવું નથી કે આગલી વાતની પકડ પકડે ! આપણે તન્મયાકાર નહીં થવાનું. તન્મયાકાર થવાથી તો જગત ઊભું થયું છે ! મન એ તો ‘ડિસ્ચાર્જ’ ભાવો છે. એ ડિસ્ચાર્જ ભાવમાં જો આપણે કદી તન્મયાકાર થઈએ તો ‘ચાર્જ' ભાવ ઉત્પન્ન થાય. ૩૦૧૨ ‘બ્રહ્માંડની અંદર અને બ્રહ્માંડની બહારથી જોવું’ એટલે શું ? મનમાં વિચાર આવ્યો તેમાં તન્મયાકાર થયો એટલે બ્રહ્માંડમાં છે. મનમાં વિચાર આવ્યો ને તન્મયાકાર ના થયો એટલે બ્રહ્માંડની બહાર કહેવાય ! ૩૦૧૩ ચિત્ત ‘મિકેનિકલ ચેતન’ છે. મન ‘મિકેનિકલ ચેતન’ નથી, એ ‘ડિસ્ચાર્જ’ થતું છે ! ૩૦૧૪ જગત કલ્યાણમાં મન પરોવી દઈએ તો મન ઠેકાણે રહે ! ચિત્તને ઠેકાણે રાખવા ‘જ્ઞાની પુરુષ’ની ‘કૃપા’ પ્રાપ્ત કરવી પડે !
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy