SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ નામ જાગૃતિ. જે જેટલું જાગ્યો એટલાં કાર્યો ઓછાં થઈ જાય ૨૯૮૩ મોક્ષે જતાં કોઈ ક્રિયાની જરૂર નથી. પણ ઉદયમાં આવેલી - ક્રિયાઓ આત્મસ્વભાવમાં રહીને કરે. ૨૯૮૪ તમે આત્મા છો ને તમારે ‘જોવા-જાણવાનું એકલું જ છે. તેને બદલે ‘કરવા’ હઉ મંડી પડ્યા ! ૨૯૮૫ જ્ઞાનમાં તો શું કહે છે ? તમે ‘એઝેક્ટ’ સમજો અને જાણો. પહેલું સમજો ને પછી જાણો. એટલે ક્રિયા એની મેળે થઈ જાય. અમલમાં મૂકવાનું નહીં. ૨૯૮૬ આપણું જ્ઞાન શું કહે છે કે તમાકુ પીવી એ આત્મહિતકારી નથી, એ જ્ઞાન જાણવાની જરૂર છે. એ જ્ઞાન ઉપર શ્રદ્ધા ક્યારેય પણ ચળ-વિચળ ના થવી જોઈએ. ક્રિયાઓ પછી જે થાય તે જોવામાં આવતી નથી, જ્ઞાન જ જાણવાની જરૂર છે. ૨૯૮૭ જ્ઞાનમાં કશું કરવાનું ના હોય, બુદ્ધિમાં કરવાનું હોય. ૨૯૮૮ સંસારી કોઈ પણ ક્રિયામાં બુદ્ધિનો જ ઉપયોગ હોય છે અને ‘હું શુદ્ધાત્મા છું' એ જ્ઞાન ઉપયોગ છે. ૨૯૮૯ બુદ્ધિએ કરીને સંપૂર્ણ ઇફેક્ટિવ' થયેલો, જ્ઞાન કરીને અનઇફેક્ટિવ' થાય. ૨૯૯૦ બુદ્ધિ બિલકુલ વપરાશે નહીં, અહંકાર નિર્મૂળ થશે, ત્યારે આખું “કેવળજ્ઞાન' દેખાયા કરશે. અમારે બુદ્ધિ વાપરવાની નહીં, અમે “અબુધ' છીએ. ૨૯૯૧ ‘અબુધ’ થયા વગર ‘કેવળજ્ઞાન’ ઉત્પન થાય જ નહીં. ૨૯૯૨ ‘ઈમોશનલપણું જતું રહે, એનું નામ ‘અબુધ’. ‘ઈમોશનલ’ થવાની જગ્યા હોય ત્યાં “ઈમોશનલ” ના થાય, એનું નામ અબુધ'. ૨૯૯૩ ‘હું અબુધ છું’ એવું ભાન થવું, એ મોટામાં મોટું જ્ઞાન કહેવાય. ૨૯૯૪ ‘બુદ્ધિનો વૈરાગ’ એ ભારે શબ્દ છે. બુદ્ધિ પર અણગમો થયા કરે પછી બુદ્ધિ પર વૈરાગ આવે. બુદ્ધિ પર વૈરાગ પછી અબુધ' થાય. ૨૯૯૫ જો સંસારમાર્ગમાં ‘ડેવલપ’ થવું હોય તો બુદ્ધિમાર્ગમાં જાઓ, ને મોક્ષમાર્ગમાં જવું હોય તો અબુધમાર્ગમાં જાઓ. ૨૯૯૬ ‘અહીં’ સત્સંગમાં બેસવાથી વિપરીત બુદ્ધિ હતી, તે સમ્યક બુદ્ધિ થાય. એ સમ્યક બુદ્ધિ ઠેઠ મોક્ષે લઈ જાય. એ ઠેઠ સુધી હેલ્પ' કરે ! ૨૯૯૭ ભેદબુદ્ધિ જશે ત્યારે પરમાત્મા સામા આવીને ભેગા થશે. ૨૯૯૮ ‘હું', ‘તું'ના ભેદને કારણે મનુષ્યો કર્મ બાંધે છે. ૨૯૯૯ હું જુદો ને આત્મા જુદો એમ મેળ પડે નહીંને કોઈ દહાડો ! ‘હું જ આત્મા છું' એવું ભાન થાય ત્યારે મેળ પડે. ૩000 જગત જ્યારે બુદ્ધિનો પ્રચાર છોડશે અને ‘હાર્ટ' પર આવશે, ‘હાર્ટિલી’ થશે, ત્યારે પાછું બધું સરળ થશે ! ૩૦૦૧ અમારી વાત સમજવી બહુ અઘરી છે. ‘વસ્તુ'ની ઓળખાણ પડે નહીં આમાં. બુદ્ધિશાળીઓ તો બુદ્ધિથી માપ કાઢ કાઢ કરે. બુદ્ધિથી તોલાય એવી ‘આ’ વસ્તુ નથી. ૩૦૦૨ આ વીતરાગોના ‘સાયન્સ'માં બુદ્ધિ ના વાપરશો. નહીં તો માર ખાઈ જઈશ. સંસારી ત્રાજવાથી એને ના મપાય. વીતરાગોના માર્ગમાં તો ‘દર્શન’ વાપરવાનું હોય. એમણે દેખ્યું તે જ ખરું, પણ તને જ્યારે દેખાય ત્યારે ખરું. ના દેખાય તો વાતને એમ ને એમ જ બાજુ પર રાખજે, પણ બુદ્ધિ ના
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy