SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬૭ મન-બુદ્ધિ-ચિત્ત એ બધાં પોતપોતાના ધર્મ બજાવે છે. એમાં આપણો ડખો છે. આપણો એટલે આત્માનો નહીં, આ બેની વચ્ચે ‘હું'ની ફાચર છે. “ઈગોઈઝમ' શાથી છે ? “શંગ બિલિફ’ ઊભી થાય છે તેથી. ૨૭૬૮ “અમે' તમારા અહંકારને “ફેકચર' ના કરીએ, “રોંગ બિલિફ’ને ‘ફ્રેકચર' કરી આપીએ છીએ. ૨૭૬૯ આત્મા એકલો જ જાણવા જેવો છે. આ જગતમાં બીજું કશું જાણવા જેવું નથી. બીજું જે જાણ્યું તે બધું ‘રિલેટિવ' છે અને વિનાશી છે. ભૌતિક સુખોની ઇચ્છા હોય તો વિનાશી ધર્મ જાણવો પડે. ૨૭૭૦ ‘રિલેટિવ'ની ગમે તેટલી “સ્લાઈસ’ પાડીએ તો ય એક્ય ‘રિયલ'ની “સ્લાઈસ’ પડે ખરી ? ૨૭૭૧ તમારે કશું જ છોડવાનું નથી. મોક્ષમાર્ગ એ ગ્રહણ - ત્યાગનો માર્ગ જ નથી. ગ્રહણ-ત્યાગ તો શુભાશુભ માર્ગમાં હોય. આ તો મોક્ષમાર્ગ છે, પરમાત્મપદનો માર્ગ છે. ખાલી સમજવાનું ૨૭૭૬ ત્યાગ અને સંયમ બે જુદી વસ્તુ છે. ત્યાગ છે તે, સ્ત્રી-પુરુષ, છોકરાં, લક્ષ્મી, ઘરબાર બધાં ત્યાગ કરે એને ત્યાગ કહેવાય. સંયમ કોને કહેવાય ? ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ એ સંયમિત હોય ત્યારે સંયમ કહેવાય. ૨૭૭૭ ત્યાગમાં અહંકાર હોય, સંયમમાં અહંકાર ના હોય. ૨૭૭૮ મોક્ષમાર્ગે તો, ‘જ્ઞાની પુરુષ' પાસેથી સંયમ લઈએ અને એ સંયમથી મોક્ષ થાય. સંયમ વગર મોક્ષ ના થાય. ૨૭૭૯ સંયમ એટલે શું? બહારના ઉપસર્ગ અને અંદરના પરિષહ એ બેની અસર ના થવા દે, અને થાય તો અસરને જાણ્યા કરે અને વેદે નહીં અને વખતે વેદે તો ય જાણે, એનું નામ સંયમ. ૨૭૮૦ અહંકારસહિત વસ્તુનો અભાવ કર્યો, એને ત્યાગ કહ્યો. અને નિર્અહંકારસહિત વસ્તુનો અભાવ થાય તો સંયમ કહેવાય. ૨૭૮૧ મોક્ષના ચાર પાયા છે : જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ. એમાં ભગવાને બાહ્ય તપને મોક્ષનું તપ નથી કહ્યું, અંતર તપને જ મોક્ષ માટેનું તપ કહ્યું છે. ૨૭૮૨ જ્યાં સુધી જ્ઞાન ના હોય ત્યાં સુધી ત્યાગનું ફળ આવે. અને જ્ઞાન થયા પછી ત્યાગ હોતો નથી, વ્રત હોય છે. વ્રત એટલે એની મેળે વર્તે છે. ૨૭૮૩ તપ-ત્યાગ કરવાનું કહે છે એ તો પરસત્તામાં છે. એ કેવી રીતે થાય ? તપ-ત્યાગ એ બધું જ પરપરિણામ છે. સ્વપરિણામ નથી અને તે પાછું સ્વાધીન નથી. ૨૭૮૪ ખરું આંતર તપ કોને કહેવાય? મહીં હૃદય ખરેખરું તપે ત્યારે પોતે તેનો શાંતભાવે જ્ઞાતા-દ્રષ્ટા રહે તે. ૨૭૮૫ “આ પરપરિણામ છે અને એ મારાં પરિણામ નથી' એમ ૨૭૭૨ “જ્ઞાની’ મળે તો વાત જ સમજવાની છે ને ત્યાગી મળે તો વાત કરવાની છે; એ કરવાનું દેખાડે તે આપણે કરવાનું છે. જે કરવાનું છે એ બધો સંસાર છે. ૨૭૭૩ ગ્રહણ કરવું ય આપણા હાથમાં નથી ને છોડવાનું ય આપણા હાથમાં નથી. બન્ને પર છે ને પરાધીન છે. ૨૭૭૪ ત્યાગનું ફળ મોક્ષ નથી, જ્ઞાનનું ફળ મોક્ષ છે. ૨૭૭૫ ‘જ્ઞાની' અને ત્યાગીમાં ફેર એટલો જ, ‘જ્ઞાની' સંયમી હોય અને ત્યાગી નિયમી હોય. ‘જ્ઞાની' સિવાય સંયમ હોય નહીં.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy