SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪૭ મૂળ વસ્તુ કોને કહેવાય કે જેને કશું જ ના થાય. સનાતન, અવિનાશી વસ્તુ છે. અવિનાશી સનાતન વસ્તુઓનો સંસર્ગ થાય એટલે વિશેષ પરિણામ ઉત્પન્ન થાય. એ વસ્તુનો સંસર્ગ ‘જ્ઞાની પુરુષ' તોડી આપે. એટલે વસ્તુ વસ્તુસ્વરૂપમાં આવી જાય. ૨૭૪૮ ‘રિયલ'ને આરાધના કરવાનું છે અને ‘રિલેટિવ'ને જાણવાનું છે, ‘રિયલ'ની રમણતા કરવાની છે. ૨૭૪૯ વ્યવહાર માત્ર ‘રિલેટિવ' છે, પરાધીન છે. ‘રિલેટિવ' માત્ર પોલું છે, વાસ્તવિક નથી. નક્કર હોય તે વાસ્તવિક કહેવાય. ૨૭૫૦ ‘રિયલ’ ‘ન્યૂ પોઈન્ટ’ અને ‘રિલેટિવ' ‘ધૂ પોઈન્ટ' એ ભાવમાં નિરંતર રહે તે ‘કેવળ જ્ઞાન'. એ ભાવ પૂરો થયે સંપૂર્ણ “કેવળ જ્ઞાન” થાય. ૨૭૫૧ ‘રિલેટિવ'માં આત્મા છે અને ‘રિયાલિટી'માં પરમાત્મા છે ! જ્યાં સુધી વિનાશી ચીજોનો વેપાર છે ત્યાં સુધી સંસારી આત્મા છે ને સંસારમાં નથી તો પરમાત્મા છે ! ૨૭૫૨ લોકભાષામાં આ સારું, આ ખોટું કહેવાય છે ને ભગવાનની ભાષામાં એક જ કહેવાય છે. વસ્તુ એ “વસ્તુ' ! પુલ પુદ્ગલ સ્વભાવમાં છે ને આત્મા આત્માના સ્વભાવમાં છે. ૨૭૫૩ ‘રિયલ કરેક્ટ' એ વાસ્તવિક છે અને ‘રિલેટિવ કરેક્ટ' એ અમુક કાળવર્તી છે. ૨૭૫૪ વિનાશીને વિનાશી કહેનારો અવિનાશી હોવો જોઈએ. ૨૭૫૫ “સત્” અવિનાશી હોય અને જગતમાં જે ધર્મો ચાલે છે તે બધું ‘રિલેટિવ' છે, વિનાશી છે. “સત્ય વિજ્ઞાન' ક્રિયાકારી હોય, જ્યારે બહારના જ્ઞાન માટે માથાફોડ કરવી પડે. ૨૭૫૬ જે વખતે જે અવસ્થામાં હોય છે, તે અવસ્થાને પોતે ‘નિત્ય સત્ય' માની લે છે અને ગૂંચાયા કરે છે. ૨૭૫૭ ‘રિયલ’ એટલે તત્ત્વ. ‘રિલેટિવ' એટલે અવસ્થા. તત્ત્વદ્રષ્ટિથી અવસ્થાની કિંમત ઊડી જાય. તત્ત્વદ્રષ્ટિ થાય તો ‘વસ્તુ દેખાય. અવસ્થા દ્રષ્ટિથી કેફ ચઢે. ૨૭૫૮ કોઈ આત્મા સ્ત્રીરૂપે કે પુરુષરૂપે હોતો જ નથી. આ તો અવસ્થા છે અને અવસ્થાઓ બધી ‘ટેમ્પરરી’ છે. ઓલ ધીઝ. રીલેટિઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ, રિયલ ઈઝ પરમેનન્ટ. ૨૭૫૯ જગતની કોઈ પણ અવસ્થામાં મસ્તી રાખવા જેવી નથી, તેમ જ “ડીપ્રેસ’ થવા જેવું નથી. ૨૭૬૦ જન્મ-મરણ આત્માનાં નથી. આત્મા ‘પરમેનન્ટ' વસ્તુ છે. આ જન્મ-મરણ “ઈગોઈઝમ'નાં છે. ૨૭૬ ૧ જગતના લોકો અવસ્થાને જ પોતાનું સ્વરૂપ માને છે. અવસ્થા હિંમેશા ‘બિગિન' થાય ને તેનો “એન્ડ' થાય. ૨૭૬૨ આચાર, વિચાર ને ઉચ્ચાર એ ત્રણેવની અવસ્થાઓ ક્ષણે ક્ષણે બદલાયા જ કરે છે. ૨૭૬૩ ‘રિયલ કરેક્ટ’ એ વસ્તુ છે ને ‘રિલેટિવ કરેક્ટ' એ વસ્તુની અવસ્થાઓ છે. અવસ્થાઓ ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે ને વસ્તુ પરમેનન્ટ છે. ૨૭૬૪ અવસ્થાઓ બધી કુદરતી ને સ્વસ્થતા આપણી ! ૨૭૬૫ આ દુનિયામાં બે જાતની માન્યતા : અશુદ્ધ માન્યતા તે ભ્રાંતિની માન્યતા. શુદ્ધ માન્યતા છે રિયલ. ૨૭૬૬ ‘હું કરું છું' એ ય ભ્રાંતિ છે ને ‘મારું છે' એ ય ભ્રાંતિ છે, પણ ‘હું છું” એ સાચું છે.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy