SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭૯ આત્માની રમણતા ક્યાં સુધી ? પોતાની પુર્ણ દશા ઊભી થઈ એટલે પછી રમણતા રહી જ નહીં ને ! પોતે' “પોતે' જ થઈ ગયો ! એટલે રમણતાની દશા પૂરી જ થઈ ગઈ ! ૨૬૮૦ ‘પર પરિણતિ' એટલે પારકાં પરિણામ. ‘વ્યવસ્થિત' કરે છે તેને પોતાનાં માનવાં, એનું નામ “પરપરિણતિ'. પરદ્રવ્યનાં પરિણામને સ્વદ્રવ્યનાં પરિણામ માનવાં એ ‘પર પરિણતિ'. ૨૬૮૧ “હું કરું છું તે “પપરિણતિ' કહેવાય. કંઈ પણ “પર પરિણામને પોતાનાં માનવાં તે “પપરિણતિ'. આ “અક્રમ જ્ઞાન’ મળ્યા પછી પરપરિણતિ થતી જ નથી. ૨૬૮૨ ક્ષાયક સમકિત એટલે શું ? પરપરિણતિ જ નહીં, નિરંતર સ્વપરિણતિ જ રહે તે ! ૨૬૮૩ જે જ્ઞાન વર્તનમાં લાવે તે જ્ઞાન સાચું. બીજાં શુષ્કજ્ઞાન કહેવાય છે. આ “અક્રમ વિજ્ઞાન’ વર્તનમાં લાવે તેવું છે ! ૨૬૮૪ જે જ્ઞાન વર્તનમાં ના આવે તે જ્ઞાન જ નથી, અજ્ઞાન છે. જ્ઞાન હંમેશા વર્તનમાં આવે જ. ૨૬૮૫ વર્તન એ પહેલાંના વખતનું અજ્ઞાન છે અને સમજણ એ કેટલાય અવતારોની સિલકી સામાન છે ! ૨૬૮૬ સંસાર એ સમસરણ માર્ગ છે. બહુ લાંબો માર્ગ છે. એટલે ગયા અવતારમાં તમે ચાલ્યા કરો છો, આ અવતારમાં તમે ચાલ્યા કરો છો. એ માર્ગ ઉપર જેવું જ્ઞાન તમે જુઓ છો, તેવાં જ્ઞાન પર તમને શ્રદ્ધા બેસે છે. એ શ્રદ્ધાનું રૂપક આવે છે. બીજા અવતારમાં બીજા પ્રકારનું જ્ઞાન મળે છે ને રૂપક પાછલાં અવતારના જ્ઞાનનું આવે છે ! આનાથી દ્વિધા ઉત્પન્ન થાય છે કે મનના હિસાબ પ્રમાણે રૂપક કેમ નથી આવતું ? જેટલું જ્ઞાન ભર્યું એટલી દ્વિધા ઉત્પન્ન થાય. ૨૬૮૭ અત્યારે “થતું નથી' એમ થાય છે ત્યારે આજનું જ્ઞાન “આ કરવું જોઈએ' એમ બતાડે છે ને પાછલું જ્ઞાન કહે છે કે “આ કરવાની કંઈ જરૂર નથી.” “થતું નથી, થતું નથી' કહેવાથી શું થાય ? બોલનારના ભાવ ફરે. “કરવું જોઈએ, કરવું જોઈએ’ એ આજના જ્ઞાન પર શ્રદ્ધા બેઠી એટલે આવતે ભવે એવું રૂપકમાં આવે ! ૨૬૮૮ જેને જેવું જ્ઞાન મળે તેવી રીતે ચાલ્યો જાય અને જો સવળું જ્ઞાન મળે તો તેવું ચાલે. ૨૬૮૯ જગતનું અધિષ્ઠાન જ જ્ઞાન છે. જ્ઞાનના આધારે જ જીવો ચાલી રહ્યા છે ! એ જ્ઞાન કે અજ્ઞાન ? અજ્ઞાન એ ય જ્ઞાન જ છે. એ તો “જ્ઞાની'એ જુદું પાડ્યું. બાકી, જીવને જે જ્ઞાન છે તેના આધારે જ ચાલે છે. એટલે જ્ઞાન જ ચલાવનારું છે. આ જગતને. ૨૬૯૦ અહીંથી જૂહુ જવું હોય ને બે રસ્તા આવ્યા તેમાં ક્યો રસ્તો સાચો? કોઈ બતાવે એ જ્ઞાનના આધારે તમે આવો. આ ક્રિયા જ્ઞાન જ ચલાવે છે. ૨૬૯૧ “જ્ઞાન” જ ચલાવે છે. ક્રિયાઓ બધી જ્ઞાન જ કરાવે છે. ‘જ્ઞાની'ઓના કહેલાના આધારે ચાલેલાનું ફળ વિરતી ! અને જગતના જ્ઞાનનું ફળ અવિરતી ! ૨૬૯૨ છોકરાં માબાપને જીવડાં મારતાં જુએ એટલે એ ય મારે. જે જ્ઞાન જુએ તેવું કરે. એટલે એનો માર પડે. ૨૬૯૩ જ્ઞાન એ જ પરમાત્મા છે. જ્ઞાન ક્યારેય અજ્ઞાન થતું નથી, પણ ઉપયોગ બદલાય છે, તેને જ અજ્ઞાન કહ્યું છે ! ૨૬૯૪ અમે ‘જ્ઞાન'માં જેમ છે તેમ હકીકત જોઈ છે, તે કહીએ છીએ. કોઈ બાપોય બાંધતું નથી. અજ્ઞાન બાંધે છે ને જ્ઞાન છોડાવશે. બંધાવનાર અજ્ઞાન તો ઠેર ઠેર છે, જ્યારે છોડાવનાર જ્ઞાન તો
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy