SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાઓ સારી છે કે ખોટી છે? કોઈ ક્રિયા સારી નથી કે ખોટી નથી, પણ અજ્ઞાન જો ખસી જશે તો બધું પડી જશે. તું સુટેવો વાળ વાળ કરીશ ને કુટેવો કાઢ કાઢ કરીશ તો કંઈ એનાથી આધાર જશે નહીં. આધાર રહ્યો ત્યાં સુધી સંસાર છે. કેટલી ચીજને ખસેડ ખસેડ કરશો ? એના કરતાં પોતે' જ ખસી જવું. આ અક્રમ માર્ગમાં વસ્તુને જ નિરાધાર કરવામાં આવે ૨૬૫૯ પ્રારબ્ધ અને પુરુષાર્થની લક્ષ્મણરેખા ‘એક્ઝક્ટ' જાણે તે જ્ઞાની' ! ૨૬૬૦ આત્માનો બીજો કંઈ પુરુષાર્થ નથી. જ્ઞાતા-દ્રષ્ટા જ એનો પુરુષાર્થ છે ને પરમાનંદ એનું પરિણામ છે. ૨૬૬૧ ભગવાનને ત્યાં બીજો કોઈ ગુનો જોવામાં આવતો નથી. એમને તો ‘તમે “જ્યાં છો ને જેવાં છો' તેમ વર્તે નહીં, તેનો ગુનો છે ! ‘તમે’ ‘પોતે' જ્ઞાતા-દ્રષ્ટા પદમાં છો, તેમાં તમે રહો ! ૨૬૬૨ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આત્મા શૈય છે. જ્ઞાન થયા પછી જ્ઞાતા છે. ૨૬૬૩ જોય-જ્ઞાનને જાણે એનું નામ શાસ્ત્રજ્ઞાન અને જ્ઞાતા-જ્ઞાનને જાણે એનું નામ અનુભવજ્ઞાન. ૨૬૬૪ જેને તમે જ્ઞાતા માની બેઠા છો, એ જો શેયરૂપે સમજાશે તો તમે જ્ઞાતા થશો ! ૨૬૬૫ સત્સંગે ય છેવટે શું કહે છે? કરશો નહીં. જે પરિણામ થાય એ જોયા કરો. ૨૬૬૬ કશાનું મૂળ ખોળવા જેવું નથી. મૂળ ખોળવા જઈએ તો માર પડે. જે બને તે જાણવાનું' ને ‘જોવાનું! ૨૬૬૭ જ્યાં ઉપાય ના હોય ત્યાં જોયા - જાણ્યા કરવું. આત્મજ્ઞાન ના હોય તો ઇન્દ્રિયજ્ઞાનથી ય જોયા કરાય. પણ ઇન્દ્રિયજ્ઞાનથી જોયા કરવું ને આત્મજ્ઞાનથી જોયા કરવું, એમાં ‘ડિફરન્સ છે. ઇન્દ્રિયજ્ઞાનથી જોવામાં ‘ઇગોઇઝમ' રહેલો છે ! ૨૬૬૮ બધી જ ક્રિયાઓના જ્ઞાતા-દ્રષ્ટા રહો તો બધી જ ક્રિયાઓ ગલન સ્વરૂપ છે. કુટેવો ને સુટેવો બધું જ ગલન સ્વરૂપ છે. ૨૬૬૯ જગત શેની ઉપર ઊભું રહ્યું છે ? અજ્ઞાનના આધાર ઉપર. ૨૬૭૦ જ્ઞાયકતા એ સ્વરમણતા છે. ૨૬૭૧ જેનામાં અહમ્ બિલકુલે ય ન હોય તે ‘જ્ઞાની પુરુષ'. ૨૬૭૨ આત્માનો સ્વભાવ એવો છે કે જેવી ‘બિલિફ’ ફરે તેવો થઈ જાય. તેમાં આત્મા તો તેનો તે જ રહે, માત્ર પરિણામ બદલાઈ જાય અહંકારને લઈને. ૨૬૭૩ પૌગલિક રમણતામાં પુનર્જન્મ થાય ને આત્માની રમણતાથી મોક્ષ થાય, એકાદ અવતારમાં. ૨૬૭૪ પ્રત્યક્ષ મોક્ષનું કારણ શું ? સ્વરમણતા. જગત આખું પરરમણતામાં છે. ૨૬૭૫ એક ક્ષણવાર પણ આત્માને રમાડે તો પરમાત્મા થવાય ! ૨૬૭૬ આત્માનો સ્વાદ આવે ત્યાર પછી આત્મરમણતા ઉત્પન્ન થાય, ત્યાં સુધી કોઈ દહાડો ય આત્મરમણતા ઉત્પન્ન થાય નહીં. ૨૬૭૭ “આત્મા છું' ને આ મારા ગુણધર્મો છે એમ ચિંતવન થવું, એટલે કે સ્વરૂપ અને સ્વભાવમાં રહેવું એ સ્વરમણતા છે ! ૨૬૭૮ જ્યાં સુધી આત્માનો સ્વભાવ ઉત્પન્ન થાય નહીં, ચાખે નહીં, ત્યાં સુધી પ્રકૃતિ જ રમ્યા કરે છે. સ્વભાવ ચાખ્યા પછી પોતાની જ રમણતા કરે છે.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy