SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨૦ પ્રગટનું મહત્ત્વ જ તેથી છે કે દેખતાં જ મહીં શક્તિઓ પ્રગટ થાય. ખાલી દર્શનથી જ શક્તિઓ ઉત્પન્ન થાય. પ્રગટને જોતાં જ તે રૂપ થાય. ૨૬૨૧ “જ્ઞાની પુરુષ' પાસે તો પોતે પોતાનાં દર્શન કરવાનાં છે. ૨૬૨૨ “જ્ઞાની પુરુષ'ને એક ક્ષણવાર પણ સંસાર પરિણતિ ના હોય ને સંસારભાવ પણ ના હોય. નિજપરિણતિ હોય ને સ્વભાવ ભાવ હોય. ૨૬૨૩ “જ્ઞાની’ અને ‘અજ્ઞાની'માં આટલો જ ફેર. ‘જ્ઞાની'ને નિરંતર સ્વપરિણતિ હોય અને “અજ્ઞાની” સ્વપરિણતિમાં એક ક્ષણ પણ રહી ના શકે. બીજો ફેરફાર ના હોય. ‘જ્ઞાની'ને કંઈ શિંગડાં ના હોય, કપડાંલત્તાં બધું હોય, ખાલી પરિણામમાં જ ફેર ! ૨૬૨૪ પરપરિણતિ બંધ થાય તે સ્વપરિણામમાં રહેવાનું થાય, સ્વપરિણામમાં મુકામ થાય ત્યારે ભગવાન થાય ! ૨૬૨૫ જગત આખું પરપરિણતિમાં છે, સ્વપરિણતિ જોઈ નથી. સ્વપરિણામ એ જ પરમાત્મપદ ! ૨૬૨૬ જે પરપરિણામમાં છે, જે “ડિસ્ચાર્જ રૂપે છે, તેમાં વીતરાગતા રાખવાની છે. બીજો ઉપાય જ નથી ! ૨૬૨૭ દેહ એ પુદ્ગલ પરિણામ છે ને મહીં સ્વપરિણામ છે. જગત આખું પુદ્ગલ પરિણામ છે. ૨૬૨૮ “જ્ઞાની પુરુષ' સિવાય દેહાધ્યાસ છૂટે નહીં. ‘જ્ઞાની પુરુષ' એ વીતરાગ છે. એ સ્વપરિણતિમાં જ નિરંતર રહે. “જ્ઞાની પુરુષ' દેહમાં રહેતા નથી, મનમાં રહેતા નથી, બુદ્ધિમાં રહેતા નથી, અહંકારમાં રહેતા નથી. તેથી “જ્ઞાની પુરુષ' એકલાં જ આપણો દેહાધ્યાસ છોડાવે. ૨૬૨૯ જે “તમે’ નથી, તેને “પોતે' માન માન કરો તે દેહાધ્યાસ. દેહને ના માનો ને મનને માનો તો તે પાછો મનોવ્યાસ રહે. ૨૬૩૦ “આત્મા છું' એમ વર્તે તો જ દેહાધ્યાસ છૂટે. “આ સ્ત્રી પુત્રાદિ મારાં નથી' એમ કહેવાથી કાંઈ દેહાધ્યાસ ના છૂટે. ૨૬૩૧ જાણ્યું એનું નામ કે દેહાધ્યાસ જાય. આ તો દેહાધ્યાસ ગયો નથી ને હું જાણું છું'નો “કેફ' રહે, તે શી દશા થાય ? ૨૬૩૨ દેહને કોઈ સળી કરે ને પોતે જો સ્વીકારે તો દેહાધ્યાસ છે. મને કેમ કર્યું ?” કહ્યું, તો એ દેહાધ્યાસ. ૨૬૩૩ દેહ સહજ એટલે સ્વાભાવિક દશા. એમાં વિભાવિક દશા નહીં. એમાં પોતે હું છું' એવું ભાન નહીં. ૨૬૩૪ દેહાધ્યાસ ગયા પછી દેહની સહજતા અંશે અંશે વધ્યા કરે. ને જેટલા અંશે સહજ થાય એટલા અંશે સમાધિ ઉત્પન્ન થાય ! ૨૬૩૫ દેહાધ્યાસ જાય છતાં ય લોક વ્યવહારમાં પૂછે કે, “તમને ખાતાં જોયા હતા.’ તો આપણે હા કહેવું પડે, પણ આપણી બિલિફમાં એ વાત ના હોય. ૨૬૩૬ દેહભાવ આખો ખલાસ કરવો પડે. મનોભાવ આખો ખલાસ કરવો પડે. વાણીભાવ આખો ખલાસ કરવો પડે. આખો દેહાધ્યાસ ખલાસ કરવો પડે. ૨૬૩૭ આત્માને આત્મબુદ્ધિએ જાણવો, તે દેહાધ્યાસ છૂટ્યો કહેવાય. ૨૬૩૮ દેહાધ્યાસમાં રહેવું ને દેહાધ્યાસ છોડવો એ શી રીતે બને ? એ તો તરણતારણહાર થયા હોય એવાં “જ્ઞાની” પાસે જજો. દેહાધ્યાસથી દેહાધ્યાસ જાય નહીં. ૨૬૩૯ દેહાધ્યાસ અને આત્મધ્યાન એ ઉત્તર-દક્ષિણ જેટલું છેટું છે ! જેટલાં પ્રમાણમાં એને આત્મધ્યાન ઉત્પન્ન થાય એટલાં પ્રમાણમાં દેહાધ્યાસ છૂટતો જાય.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy