SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦૦ “અમારો વ્યવહાર ક્યારથી સારો ગણાય કે “અમે જ્યારથી સંયમિત થયા છીએ. સંયમ ના હોય તો વ્યવહાર વ્યવહાર જ ના ગણાય ને ? સહેજ પણ અસંયમને પૂરેપૂરો વ્યવહાર કહેવાય નહીં. ૨૬૦૧ “શું થાય છે' એ જોયા કરવામાં ચૂકે, એને અસંયમ કહેવાય. શું થાય છે એ જોયા જ કરે, એ છેલ્લામાં છેલ્લો સંયમ. આ જ્ઞાનીઓનો સંયમ કહેવાય. ૨૬૦૨ સંયમ પરિણામ એટલે આત્મ પરિણામ અને પુદ્ગલ પરિણામ બને જુદાં યથાર્થપણે રહે છે. ૨૬૦૩ ‘વ્યવસ્થિત'ના જ્ઞાનનો આધાર અને પોતાના સ્વરૂપની જાગૃતિ, તેના આધારે પૂરેપૂરો સંયમ પાળી શકાય. ૨૬૦૪ સંયમ, અહંકારે કરીને થાય નહીં. અહંકારથી ત્યાગ થાય. ત્યાગમાં કર્તુત્વ જોઈશે, ત્યાગનો કર્તા જોઈશે. ૨૬૦૫ ક્રોધ-માન-માયા-લોભના સંયમને સંયમ કહેવાય. સંયમના પાછા બે ભાગ : એક સંયમમાં ક્રોધ-માન-માયા-લોભ હોય ખરાં, પણ તે “કંટ્રોલેબલ’ હોય, સામાને કિંચિત્માત્ર નુકસાન ના કરે. બીજો સંયમ અમારી પેઠ. એમાં બિલકુલ ક્રોધ-માનમાયા-લોભ હોય જ નહીં. એ સામાને ય નુકસાન ના કરે ને પોતાને ય નુકસાન ના કરે. ૨૬૦૬ સ્વચ્છંદ રોકાય, એનું નામ સંયમ. ૨૬૦૭ સંયમ પરિણામથી જ મોક્ષ છે. ૨૬૦૮ સંયમ પરિણામ એટલે શું? પુદ્ગલમાં આત્મા ભળે નહીં, જુદો ને જુદો વર્યા કરે. આત્માને ભળવા દો તો હિંસક ભાવ થઈ જાય. ૨૬૦૯ પોતાનું નિજસ્વરૂપનું ભાન થયું તેનું પ્રમાણ શું ? સંયમ પરિણામ વર્તે છે. ૨૬૧૦ સંયમધારીને ભગવાને પણ વખાણ્યા છે. સંયમધારીને મરણની બીક ના હોય. સંયમધારીનાં દર્શન કરવાં પડે. ૨૬૧૧ જે “જ્ઞાન” પર શંકા ના પડે એ નિઃશંક જ્ઞાન છે. નિઃશંક જ્ઞાન એ પરમાત્મજ્ઞાન છે. ૨૬૧૨ જ્યાં શંકા ત્યાં દુ:ખ. “હું ચંદુભાઈ છું' એ જ્ઞાન ઉપર શંકા પડી કે દુ:ખ ઊભું થયું અને “શુદ્ધાત્મા છું'નું જ્ઞાન થયું કે નિઃશંક થઈ ગયો, એટલે દુઃખ ગયું. ૨૬૧૩ શબ્દથી આત્મા બોલ્ય ના ચાલે. આત્માની પ્રતીતિ બેસવી જોઈએ. પ્રતીતિ એટલે આત્માની નિઃશંકતા, પોતે પોતાને જ ખાતરી થઈ જાય ! ૨૬ ૧૪ શંકા એક ક્ષણ પણ ના થાય, એનું નામ આત્મા. ૨૬ ૧૫ શંકા ત્યાં સંસાર ઊભો થાય. ૨૬૧૬ શંકા સાથે જાય, તેને માર પડ્યા વગર રહે નહીં. ૨૬૧૭ જ્યાં સુધી આત્મા સંબંધી શંકા જાય નહીં, ત્યાં સુધી સંસારની કોઈ શંકા જાય નહીં. ૨૬૧૮ નિઃશંક આત્માથી નિર્ભયતા થાય છે. નિઃશંકતા પછી અસંગતા. ૨૬ ૧૯ આવડું મોટું જગત એને નિશંકપણે જાણો. કોઈ જગ્યાએ શંકા જ ના પડવી જોઈએ. “જ્ઞાની' એટલે શું ? જેણે નિઃશંકપણે આખું ય જગત જાણ્યું છે. એમની પૂંઠે પૂંઠે વહીને તમે પણ એવું જાણો તો તમારો ઉકેલ આવશે. નહીં તો આ “પઝલ' “સોલ્વ' થાય એવું નથી. આ તો ભારે “પઝલ' છે !
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy