SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬૩ તમે આના કર્તા છો નહીં, માન્યતામાં ભૂલ છે. જે કામ તમારું નથી, તેને કહો છો, ‘મેં કર્યું.’ અને તમારું કામ તે તો તમે જાણતાં નથી. એટલે તમારાં કેટલાં કામ થાય ? એકુંય કામ થયું નહીં. જાગૃતિ વગર તમે આવ્યા હતા, અહીં જન્મ્યા તે ય જાગૃતિ વગર અને ગયા ત્યારે જાગૃતિ વગર. કંઈ કર્યા વગર આટલા બધા પાપના દડિયા બાંધી ગયા ? ૨૫૬૪ જ્યાં કરવું, કરાવવું કે અનુમોદવું એ ભાવ જ ના હોય ત્યાં કોઈ જોખમદારી નથી. ૨૫૬૫ આ જગતનો કોઈ કર્તા સ્વતંત્રભાવે નથી, નૈમિત્તિક કર્તા છે. કોઈ ‘હોલસેલ’ કર્તા પાક્યો જ નથી. ભગવાને ય આનો કર્તા નથી. ભગવાન જો કર્તા થાય તો તેને ભોક્તા થવું પડે ! ૨૫૬૬ ‘તું’ વ્યવહારથી કર્તા છે અને નિશ્ચયથી અકર્તા છે. આવું ભગવાન મહાવીર કહે છે. ૨૫૬૭ મૂળ કર્તા પુદ્ગલ છે ને આત્મા નૈમિત્તિક કર્તા છે. ૨૫૬૮ આત્મા વ્યવહારથી કર્તા છે, નિશ્ચયથી અકર્તા છે !! એટલે પુદ્ગલ વ્યવહારથી અકર્તા અને નિશ્ચયથી કર્તા છે !! ૨૫૬૯ આત્માની અનંત શક્તિ છે તેમ પુદ્ગલની શક્તિ પણ અનંત છે. પુદ્ગલની શક્તિથી તો આ જગત દેખાય છે. બધું પુદ્ગલ જ દેખાય છે. આત્મા કોઈ જગ્યાએ દેખાતો નથી. પૂરણ-ગલન. ૨૫૭૦ પુદ્ગલ એટલે ૨૫૭૧ ‘પઝલ’ને કરનારું પુદ્ગલ. ‘પઝલ’ જાણ્યું કોણે ? આત્માએ. ૨૫૭૨ દાદાની ભાષામાં પુદ્ગલ આત્માને વળગ્યું છે. આત્મા પુદ્ગલને નહીં. ૨૫૭૩ પુદ્ગલ આત્માની જેલ છે ! ૨૫૭૪ આ ઘઉંમાંથી કેટલી ચીજો બને છે ? તેમ એક અનાત્મ વસ્તુમાંથી કેટલી બધી વસ્તુઓ બની જાય છે ! ૨૫૭૫ મન મનનો ધર્મ બજાવે, બુદ્ધિ બુદ્ધિનો ધર્મ બજાવે, અહંકાર અહંકારનો ધર્મ બજાવે, એ બધા પુદ્ગલ ભાવો છે, એ આત્મભાવ નથી. આ બધા પુદ્ગલ ભાવને ‘આપણે’ જોવા ને જાણવા એ જ આત્મભાવ છે. પુદ્ગલભાવ તો બધા પાર વગરના છે. લોક પુદ્ગલ ભાવમાં જ ફસાયું છે. ૨૫૭૬ પુદ્ગલ ખાણું, પુદ્ગલ પીણું અને પુદ્ગલ રમણું છે. આ ત્રણ જ ચીજ જગતમાં બધાને છે. એનાં અનેક નામ આપ્યાં. ખાણું-પીણું એ બાબત ‘લિમિટેડ’ છે. પણ રમણું ‘અલિમિટેડ’ છે. આખું જગત પુદ્ગલ રમણું કરે છે ! ૨૫૭૭ તમે પોતે પરમાત્મા છો, પણ પોતાનું ભાન નથી. તેથી ‘હું સ્ત્રી છું’ કહેશે. સ્ત્રી તો પેકિંગ છે, ગધેડું એ પેકિંગ છે, કૂતરું એ પેકિંગ છે, બધું પેકિંગ છે. ‘પેકિંગ’ને પોતાનું સ્વરૂપ માને છે. ૨૫૭૮ જ્યાં સુધી ‘પેકિંગ' દ્રષ્ટિ છે ત્યાં સુધી સંસાર છે. પણ જો ‘મટિરિયલ’ દ્રષ્ટિ થશે તો મોક્ષ થશે. ૨૫૭૯ ગમે તેટલો ડાહ્યો પણ તે પુદ્ગલ ગુણને ? અને પુદ્ગલ ગુણના રાગી થયા એટલે પુદ્ગલના રાગી થયા ! ૨૫૮૦ તારા અત્યારે જેટલાં ગુણો દેખાય છે એ તારા નથી, આરોપિત છે, ‘કલ્ચર્ડ’ છે. તારા ગુણ તો ઓર જાતના છે. તેં તે જોયા નથી, જાણ્યા નથી, એય ગુણ તેં જાણ્યો નથી. ૨૫૮૧ આરોપિત ભાવ એ વિકલ્પ ભાવ અને સ્વભાવભાવ એ દર અસલ ભાવ, પરમાત્મભાવ. ૨૫૮૨ સ્વભાવદશા આવી એનું નામ જ મુક્તિ !
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy